ગુજરાત સરકાર દ્વારા લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, મોબલીન્ચીંગની ઘટનાઓને રોકવા માટે કડક કાયદો અને The Minorities (Prevention Of Atrocities) Act બનાવવાની માંગ બાબતે રાજ્ય સ્તરીય સંમેલન ૧૮ જુલાઈના રોજ ગાંધીનગર રાખવામાં આવેલ છે.
માયનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી વિસ્તારોમાં ૧૨ ધોરણ સુધીની શાળા જેવીમાંગો ઉઠાવી રહી છે. સરકાર ૧૧.૫ % લઘુમતી સમુદાય સાથે સતત અન્યાય કરી રહી છે.
ગઈ કાલે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રાજ્યનું બજેટ રજુ કરવામાં આવ્યું. બજેટ ભાષણમાં નાણામંત્રી દ્વારા લઘુમતી સમુદાયને સરકારની પ્રાથમિકતામાં શામેલના કરવાથી સાફ જાહેર થાય છે કે રાજ્ય સરકાર લઘુમતીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન રાખશે.
ગુજરાતમાં લઘુમતી સમુદાય ડર માં જીવી રહ્યું છે, હવે તો ભેંસ લઇ જતા પણ તથાકથિત ગોરક્ષકો જાનલેવા હુમલાઓ કરી અને ઉઘરાણી કરે છે. આ સરકાર બેટી બચાવો – બેટી પઢાઓ નો જુઠ્ઠો નારો લગાવે છે પણ ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-૫ ધોરણમાં ૧૦.૫૮% ડ્રોપ આઉટ થઇ રહી છે છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. ગુજરાતમાં લઘુમતી સમાજની ફરીયાદ સંભાળવા માટે કોઈ આયોગ પણ નથી જયારે દેશમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહિ? આ ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે.
જેથી વિધાનસભાના આ ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષના કાનો સુધી માઈનોરીટી સમુદાયના પ્રશ્નો પહોંચે અને તેની ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવે તે માટે ગાંધીનગરમાં માઈનોરીટી અધિકાર સમ્મેલનનું આયોજન કરવામાં આવેલ છે.
આપણી માંગો:-
1– રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ) ની સ્થાપના કરવા માં આવે.
2- રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમ ની ફાળવણી કરવામાં આવે.
3- રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.
4- રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.ઓ.
5- મદ્રેસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
6- લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવા માં આવે.
7- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે.
8- પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.
9- લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention Of Atrocities) Act બનાવવામાં આવે.
10- મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.
સરકાર તેમજ વિપક્ષ ને અમારી માંગો બતાવવા અને આ માંગો પર વિધાનસભામાં ચર્ચા કરવા આગામી ૧૮ જુલાઈ ૨૦૧૯ ના રોજ આંબેડકર હોલ સેક્ટર ૧૨ ગાંધીનગરમાં લઘુમતી અધિકાર સંમેલન આયોજિત કરવામાં આવશે. જેમાં બધા રાજનીતિક દળો ના વિધાનસભાના નેતાઓ ને પાપણ આમંત્રણ આપવામાં આવશે જેથી તેઓ અમારા પ્રશ્નો પર વિધાનસભામાં સત્ર દરમિયાન ચર્ચા કરે અને ૧૧.૫% વસ્તીને તેના મૂળભૂત અધિકારો અપાવે.
ગુજરાતી
English




