મધ્ય ગુજરાત કોંગ્રેસ માટે આસાન બની ગયું

મધ્યગુજરાતની લોસભાની 5 બેઠકોમાંથી 4 બેઠકો કોંગ્રેસ માટે આસાન બની જતાં તે બેઠકો ભાજપ માટે પડકારૂપ છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચનો સમાવેશ થાય છે. કોંગ્રેસ માટે વડોદરા બેઠક જીતવી કપરી છે. જે ભાજપનો ગઢ રહ્યો છે. પંચમહાલ, ભરૂચ, દાહોદ અને છોટાઉદેપુરની બેઠક મોદી માટે પડકાર રૂપ રહેશે.

કેન્દ્ર અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને એન્ટિ ઇન્કમ્બન્સીના કારણે લોકો પરેશાન છે. તેથી આદિવાસી પટ્ટામાં રોજગારીનો પ્રશ્ન ભાજપને નવો પડકાર આપી રહ્યો છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં 35 ધારાસભ્યોમાંતી 20 પર ભાજપ છે અને 11 પર કોંગ્રેસના ધારાસભ્યો છે. જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના 2 ધારાસભ્યો એને 2 ધારાસભ્યો અપક્ષ છે. 2017 પછી સ્થિતી સુધરવાના બદલે વધારે ખરાબ થઈ છે. તેથી ભાજપ અને કોંગ્રેસ માટે જીત અને હાર સમાન બની ગઈ છે.

પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ, ભરૂચમાં મનસુખ વસાવા, છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા અને દાહોદમાં જશવંતસિંહ ભાભોર લોકસભામાં વિજયી થયા હતા. હવે પંચમહાલમાં પ્રભાતસિંહને ટિકિટ આપવામાં આવી નથી. તેથી તે ભાજપના આ નિર્ણય સામે છે. ખેડા, આણંદ બેઠક પર કોંગ્રેસ મજબૂત છે.

ભરૂચ બેઠક બીટીપી સાથે અહેમદ પટેલ કોંગ્રેસ જોડાણ કરે અને છોટુ વસાવાને ટિકિટ આપે તો ભાજપને માટે મધ્ય ગુજરાત ભારે પડી શકે તેમ છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે એન્ટિ ઇન્કમ્બન્સી પણ જોવા મળી રહી છે.

છોટાઉદેપુર બેઠક માટે તો કોંગ્રેસે પ્રથમ યાદીમાં જ જિ.પં.ના પૂર્વ પ્રમુખ રણજિતસિંહ રાઠવાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજિતસિંહ રાઠવાની સામે ભાજપ દ્વારા જો વર્તમાન સાંસદ રામસિંહ રાઠવાને જ ઊભા રાખવામાં આવે તો ભાજપના જ આદિવાસી જૂથ આંતરિક વિરોધના પગલે ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે. દાહોદમાં લોકસભા બેઠકમાં પણ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સામે કોંગ્ર્સ દ્વારા આદિવાસી મહિલાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે ભાજપે વર્તમાન સાંસદને રિપીટ કરી દીધાં છે. ભાજપ પંચમહાલ બેઠક પર પક્ષપલટુ ધારાસભ્ય સી. કે. રાઉલજીને પસંદ કરી શકે છે. જેની સામે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ નારાજ થઇ બળવો કરે તો તેવા સંજોગોમાં કોંગ્રેસને ફાયદો મળી શકે ?

વડોદરા બેઠક

વર્ષ ભાજપ કોંગ્રેસ

૨૦૧૪( પેટા) ૭૧.૯૩ ૨૬.૯૪

૨૦૧૪ ૭૨.૭૫ ૧૫.૩૫

૨૦૦૯ ૫૭.૪૦ ૩૯.૧૯

૨૦૦૪ ૪૮.૪૫ ૪૭.૪૪

દાહોદ બેઠક

વર્ષ ભાજપ કોંગ્રેસ

૨૦૧૪ ૫૬.૭૭ ૩૧.૧૮

૨૦૦૯ ૩૫.૯૪ ૪૬.૮૯

૨૦૦૪ ૪૪.૬૬ ૪૩.૯૯

પંચમહાલ બેઠક

વર્ષ ભાજપ કોંગ્રેસ

૨૦૧૪ ૫૪.૪૫ ૩૬.૧૭

૨૦૦૯ ૪૬.૫૦ ૪૬.૧૫

છોટાઉદેપુર બેઠક

વર્ષ ભાજપ કોંગ્રેસ

૨૦૧૪ ૫૫.૨૪ ૩૮.૯૧

૨૦૦૯ ૪૬.૨૦ ૪૨.૬૭

૨૦૦૪ ૩૭.૮૪ ૪૪.૩૫

છોટાઉદેપુરમાં આદિવાસી નારાજ

છોટાઉદેપુર બેઠક પર આદિવાસી સમાજમાં રોષ છે. આદિવાસી હોવાના પુરાવા માગવામાં આવે છે તે મુદ્દો મહત્ત્વ ચર્ચામાં છે. ભૂતકાળમાં હાલોલ અને પાદરાના મતદારો આ બેઠકનું પરિણામ ભાજપ તરફી લાવવા નિર્ણાયક રહ્યા હતા.

ભરૂચ બેઠક

વર્ષ ભાજપ કોંગ્રેસ

૨૦૧૪ ૫૧.૭૭ ૩૭.૩૨

૨૦૦૯ ૪૧.૫૦ ૩૭.૮૭

૨૦૦૪ ૪૪.૦૧ ૩૩.૪૦