મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કોંગ્રેસના સૌથી વધું ગુંડા ધારાસભ્યો

ગુંડાશાહી કે લોકશાહી – ખાસ અહેવાલ – દિલીપ પટેલ

મધ્યપ્રદેશ વિધાનસભાની 2018ની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 230 વિધાનસભ્યોની વિગતો ચકાસવામાં આવી હતી. જેમાં ગંભીર બાબત એવી બહાર આવી છે કે, કોંગ્રેસના – INC 114 ધારાસભ્યોમાંથી 56 (49%) ગંભીર ગુના ધરાવે છે જ્યારે  ભાજપના 109 ધારાસભ્યોમાંથી 34 (31%) ગુનાઓ ધરાવે છે. બીએસપીના 2 (100%) ધારાસભ્યો, 1 (100%) એસપીના ધારાસભ્ય અને 1. (25%) 4 સ્વતંત્ર વિધાનસભ્યો સામે ગુનાઓ છે.

ગુજરાત સારું રાજ્ય

ગુજરાતમાં 2018માં 182 ધારાસભ્યોમાંથી 47 (26%) ધારાસભ્યો ગુંડા છે. જે ઈ.સ.2012માં ગુજરાત વિધાનસભામાં 57 (31 ટકા) ધારાસભ્યો સામે ગુના હતા. જેમાં ભાજપના 99 ધારાસભ્યોમાંથી 12 (12%), કોંગ્રેસના 77 વિધાનસભ્યોમાંથી 17 (22%), ભારતીય આદિજાતિ પાર્ટીના 2 ધારાસભ્યોમાંથી 1 (50%), 1 (100) 3) એનસીપીના ધારાસભ્ય અને 3 સ્વતંત્ર ધારાસભ્યોમાંથી 2 (67% ) સામે ગુના છે.

મધ્ય પ્રદેશની હવે વિગતો ……

મધ્ય પ્રદેશમાં ગંભીર ગુના હોય એવા ધારાસભ્યો

ગંભીર ફોજદારી કેસો સાથે કોંગ્રેસ આગળ છે. 28 (25%) ધારાસભ્યો, ભાજપના 109 ધારાસભ્યો 15 (14%), બીએસપીના 2 (100%) ધારાસભ્યો, એસપીના (100%) ધારાસભ્યો, 4 અપક્ષ ધારાસભ્યોમાંથી 1 (25%) સામે ગંભીર ગુનાઓ છે.

કૂલ 230માંથી ફોજદારી કેસો ધરાવતા ધારાસભ્યો  94 (41%) છે. 2013 માં મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં 73 (32%) ધારાસભ્યો સામે ફોજદારી કેસો હતા. આમ 30 ટકા જેવા ગુનાખોર ધારાસભ્યોનો વધારો થયો છે. જે ચિંતાનો વિષય છે.

47 (20%) ધારાસભ્યોએ હત્યા, હત્યાના પ્રયાસ, મહિલાઓ સામે ગુના સહિતના ગંભીર ગુના કર્યા છે છતાં ચૂંટાયા છે. 2013માં 45 (19%) ધારાસભ્યો સામે આવા ગુના હતા. જેમાં થોડો ઘટાડો થયો છે.

IPC 307 પ્રમાણે હત્યાના પ્રયાસ કર્યો હોય એવા 6 ધારાસભ્યો છે.

IPC 302 પ્રમાણે ખૂનના ગુનામાં સંડાવાયેલા હોય એવા એક ધારાસભ્ય છે.

કરોડપતિ ધારાસભ્યો :-

230 ધારાસભ્યોમાંથી, 187 (81%) કરોડપતિઓ છે. જ્યારે 2013માં 161 (70%) ધારાસભ્યો કરોડપતિઓ હતા. ભાજપના 109 ધારાસભ્યોમાંથી 91 (84%), કોંગ્રેસના 114 ધારાસભ્યોમાંથી 90 (79%), બીએસપીના 2 ધારાસભ્યોમાંથી 1 (50%), એસપીના ધારાસભ્ય (100%) અને 4 (100%) સ્વતંત્ર ધારાસભ્યોએ રૂ. 1 કરોડથી વધારે સંપત્તિ ધરાવે છે.

સરેરાશ મિલકત :-

મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ દરેક ધારાસભ્ય પાસે રૂ.10.17 કરોડ રૂપિયાની મિલકતો છે. જે 2013માં દરેક ધાસાસભ્ય પાસે સરેરાશ સંપત્તિ રૂ.5.24 કરોડ હતી. કોંગ્રેસના ધારાસભ્યો પાસે સરેરાશ રૂ.9.41 કરોડ અને  ભાજપ 109 ધારાસભ્યો પાસે સરેરાશ મિલકત રૂ.11.16 કરોડ છે, 4 અપક્ષ પાસે સરેરાશ સંપત્તિ રૂ. 9.24 કરોડ જેવી છે.

સૌથી વધું સંપત્તિવાન ધારાસભ્યો –

સંજય પાઠક – ભાજપ – 226 કરોડ રૂપિયા

ચૈતન્ય કશ્યપ – ભાજપ – 204 કરોડ રૂપિયા

સંજય શુક્લ – કોંગ્રેસ – 139 કરોડ

ગરીબ ધારાસભ્યો –

રામ ડાંગોરે – ભાજપ – 50 હજાર રૂપિયા

ઉષા ઠાકુર – ભાજપ – 7 લાખ રૂપિયા

શરદ – ભાજપ – 8 લાખ રૂપિયા

સૌથી વધું દેવું હોય એવા ટોચના 3 ધારાસભ્યો

બેંકોનું દેવું લીધું હોય એવા કૂલ 37 ધારાસભ્યો એવા છે કે જે એક કરોડથી વધું લોન તેમના પર છે.

નીલય ડાંગ – કોંગ્રેસ – 54 કરોડ

સંજય પાઠક – ભાજપ – 52 કરોડ

સંજય શુક્લ – કોંગ્રેસ – 46 કરોડ

ગુજરાતમાં ધારાસભ્યો કેવા ગુંડાઓ છે ?

ગુજરાતમાં ડિસેમ્બર 2017માં નવી વિધાનસભા બની છે.

ફોજદારી કેસો સાથેના ધારાસભ્યો :

182 ધારાસભ્યોમાંથી 47 (26%) સામે ગુના નોંધાયેલા છે. જ્યારે વર્ષ 2012માં 57 (31 ટકા) ધારાસભ્યો સામે ફોજદારી ગુના હતા. 33 (18%) ધારાસભ્યોએ હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટફાટ, લૂંટ વગેરે જેવા ગંભીર ફોજદારી કેસ છે. 2012માં 24 (13%) ધારાસભ્યો સામે ગંભીર ફોજદારી ગુના હતા. ઇલેક્શન વૉચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા તેમ જાહેર કરાયું હતું.

હત્યાને લગતા 2 ધારાસભ્યો, મહેશભાઈ ચૌત્ભાઈ વાસાવા (ભારતીય આદિજાતિ પાર્ટી) અને કતરા ભવેશભાઈ બાબુભાઈ દ્વારા હત્યા (આઇપીસી કલમ 302) સાથેના ગુના હતા.

હત્યાના પ્રયાસ કર્યો હોય એવા 6 ધારાસભ્યો છે.

બળાત્કારનો ગુનો શહેરા મતવિસ્તારમાંથી 1 વિધાનસભ્ય જેઠાભાઈ ગલલાભાઈ (ભાજપ) આહિર (ભરૂવદ) સામે બળાત્કારનો ગુનો છે.

પક્ષ પ્રમાણે ફોજદારી ગુના ધરાવતાં ગુજરાતના ધારાસભ્યો : –

ભાજપના 99 ધારાસભ્યો પૈકી 18 (18%), કોંગ્રેસના 77 વિધાનસભ્યોમાંથી 25 (32%), ભારતીય આદિજાતિ પાર્ટીના 2 ધારાસભ્યોમાંથી 1 (50%), 1 (100%) ) એનસીપીના ધારાસભ્ય અને 3 સ્વતંત્ર ધારાસભ્યોમાંથી 2 (67% ) સામે ફોજદારી કેસો છે.

ગંભીર ફોજદારી કેસો ધરાવતા પક્ષના ધારાસભ્યો:

ભાજપના 99 ધારાસભ્યોમાંથી 12 (12%), કોંગ્રેસના 77 વિધાનસભ્યોમાંથી 17 (22%), ભારતીય આદિજાતિ પાર્ટીના 2 ધારાસભ્યોમાંથી 1 (50%), 1 (100) 3) એનસીપીના ધારાસભ્ય અને 3 સ્વતંત્ર ધારાસભ્યોમાંથી 2 (67% )એ તેમના એફિડેવિટમાં ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે.

દેશમાં ગંભીર સ્થિતી

15 જુલાઈ 2017માં ગુના જાહેર થયા છે એવા ભારતમાં 4120 ધારાસભ્યો હતા. 543 લોકસભાના સભ્યો અને 233 રાજ્યસભાના સભ્યો છે. આ તમામ ચૂંટાયેલાં 4852 પ્રતિનિધીઓના કેસની તપાસ કરવામાં આવી તો તેમાં 1581 સાંસદો – ધારાસભ્યો એટલે કે 33% ગુનાખોરીમાં જોવા મળ્યા હતા. દેશભરના 4078 ધારાસભ્યોની ગુનાખોરી અંગે તપાસ કરવામાં આવી તો 1353 ધારાસભ્યો સામે ગુના જાહેર થયા હતા.  34% એટલે કે 184 લોકસભાના સભ્ય સામે ગુના નોંધાયેલાં છે. 231માંથી 44 એટલે કે 19% રાજ્યસભાના સભ્યો ગુનાખોરીનો આરોપ છે.

20% ધારાસભ્યો અને સાંસદો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલાં છે જેમાં જો ગુનો સાબિત થાય તો જેલની સજા થઈ શકે છે. આવા 993 સભ્યો માંથી લોકસભાના 117 સભ્યો એટલે કે 22 ટરા ગુનાઓમાં સંડોવણી જાહેર થઈ છે. રાજ્યસભાના 16 સભ્યો એટલે કે 7% સભ્યો ગુનામાં હોવાનું જાહેર થયું છે. દેશના 860 ધારાસભ્યો એટલેકે 21% ધારાસભ્યોના ગુના જાહેર થયા છે.