મરચીની જીવાતો
થ્રિપ્સ
થ્રીપ્સ એક જાતની જીવાત છે જે છોડના પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે જેથી કરીને પાકને નુકસાન થાય છે.
ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ અથવા થાયામેથોક્ઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી.
ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩જી દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. આપવી.
ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ.અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામઅથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટરપાણીમાં મિશ્ર કરી છાંટવી.
પાનકથીરી
pan-kathiri-1
લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.
મરચીના રોગો
કોકડવા
Chili leaf curl
ધરુવાડીયામાં કર્બોફ્યુરાનની માવજત આપવી.
ફેરરોપણી બાદ છોડની આજુબાજુ જમીનમાં કર્બોફ્યુરાનન ૩જી આપવી.
મરચીમાં કોકડવા થયેલ છોડનો ઉપાડીને નાશ કરવો.
કોકડવા સફેદમાખી વડે ફેલાતો રોગ હોઈ તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવાનો ૧૦ િલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
કાલવ્રણ અથવા પરિપક્વ ફળનો સડો
sado
મરચીમાં પિરપક્વ ફળનો સડો (કાલવણ) તથા સકારાના ુ રોગનો ફેલાવો બીજ દ્વારાથતો હોઈ થાયરમ અથવા કેપ્ટાન ૨ થી ૩ ગ્રામ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી.
ફેરરોપણી બાદ ૨ મહિને કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.
સંદર્ભ: આઈ-ખેડૂત