મરીન ટાસ્ક ફોર્સનું નામ બદલી કમાન્ડો ફોર્સ કરાયું

દરિયાઇ સુરક્ષાનું સીધુ માોનીટરીંગ હવે એડી. ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીના સીધી દેખરેખ હેઠળ કરાશે. આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની તમામ કામગીરી એડી.જી.પી. કે ડી.જી.પી. મરીનને સોંપાશે. આ માટે જગ્યા અપગ્રેડ કરીને સુદ્રઢ વહીવટી માળખું પણ ગોઠવવામાં આવશે.

હાલની IGP/ATS/IG મરીન ટાસ્ક ફોર્સ અને IGP કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ ADGP/DGP નું સીધું નિયંત્રણ રહેશે. ADGP (ATS)નું નામાભિધાન પણ બદલીને હવે એ.ટી.એસ. કોસ્ટલ સીક્યુરીટી રખાશે. તથા આઇ.જી.પી. મરીન ટાસ્ક ફોર્સનું નામ પણ બદલીને હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે રહેશે.

ADGP /DGP – ATS અને કોસ્ટલ સીક્યુરીટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે.  ADGP /DGP – ATS ના સીધા નિયંત્રણ હેઠળ ત્રણ એસ.પી. કક્ષાના અધિકારીઓ કામ કરશે. તે પૈકી બે એસ.પી. (એ.ટી.એસ.), આઇ.જી.પી.(એ.ટી.એસ.) ના નિયંત્રણ હેઠળ કામ કરશે. સાથે સાથે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સના નિયંત્રણ હેઠળ એસ.પી. ચેતક કમાન્ડો અને એસ.પી. મરીન ટાસ્ક ફોર્સ કામ કરશે. તથા આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીના નિયંત્રણ હેઠળ એસ.પી. કોસ્ટલ સીક્યુરીટી પણ કામ કરશે. સંપૂર્ણ માળખાનું સંપૂર્ણ મોનીટરીંગ અને નિયંત્રણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કરશે.