મહારાષ્ટ્ર અનામત આંદોલનમાં પણ ગુજરાત વાળી થશે ? 

ગુજરાતમાં અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે મહિલાઓ અને પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે ની ચૂંટણીમાં મોટા ફટકો પડ્યો હતો. જેના કારણે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ભાજપે પડતા મૂકવા પડયા હતા. આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું ફેસબુક ઉપર મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી. આનંદને બદલાવવા માટે અમિત શાહ તરફ આંગળી ચિંધવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરીથી આનંદીબેનને રીતસર હાંકી કાઢવામાં આવ્યા હતાં.
આ જ પ્રકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં પેદા થઇ છે. મરાઠાઓ દ્વારા અનામતની માંગણી કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં તોફાનો થયો છે. જેના પગલે બે ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ખુરશી જોખમમાં મુકાઈ છે. ફડણવીસને બદલવા માટે હવે માંગણી પણ ઉઠી છે. મહારાષ્ટ્ર સળગી રહ્યું છે, ત્યારે અનામત માટે મહારાષ્ટ્ર સરકાર પણ આનંદીબેન જેવું જ વલણ અપનાવી રહી છે. અનામત આપવા મંત્રણાઓ કરવા તૈયાર નથી. શિવસેનાએ અટકળો શરૂ કરી છે કે હવે દેવેન્દ્રને બદલવા પડશે. છેલ્લા ઘણા સમયથી શિવસેના કે ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારનો સાથી પક્ષ તરીકે છે. તે મહારાષ્ટ્રમાં ભાજપથી અલગ થઇ રહ્યો છે. હવે લોકસભાની ચૂંટણી પણ ભાજપ સાથે નથી લડવાનો. ત્યારે એમણે રાજ્યભરમાં ઝુંબેશ ચલાવી છે કે ને ફડણવીસને બદલવામાં આવે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કે દેવેન્દ્રને બદલવામાં નહીં આવે. મહારાષ્ટ્રમાં જો દેવેન્દ્ર ફડણવીસ અનામતના પ્રશ્ને નિષ્ફળ ગયા હોય તો ત્યાં એમનો બચાવ થયો છે. જ્યારે ગુજરાતમાં આનંદીબેન પટેલ અને આ જ મુદ્દે શા માટે બદલવામાં આવ્યા હતા એ પણ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર એક ચર્ચા ઊભી થઈ છે અને એનું સમાધાન પણ શોધવા ફડણવીસને બદલવાની પક્ષની અંદર મોદી અને શાહ પર દબાણ વધી રહ્યું છે.