ગઈકાલે રીબડા ખાતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિની ટીકાઓના જવાબમાં હું જણાવું છું કે મહિપતસિંહ જાડેજા ૮૩ વર્ષની ઉંમરના થયા છે. એમણે એવું વિચાર્યું કે ઢળતી ઉંમરે મારી તમામ અંગત સંપત્તિ રીબડા ગામની તમામ જ્ઞાતિની કુંવારી દીકરીઓને રોકડ અને સોનાના રૂપમાં વહેંચી દેવી. આ કાર્યક્રમ નક્કી થયો પહેલા પંદર દિવસ અગાઉ મને હાજર રહેવા આગ્રહ કર્યો હતો. આવી સામાજિક સમરસતા અને ઉદારતાને સમાજના આગેવાન તરીકે બિરદાવી જોઈએ, જેમાંથી અન્ય લોકો પણ પ્રેરણા લે અને આવું સત્કાર્ય કરે. માત્ર આ હેતુથી એમની આ સેવાવૃત્તિને બિરદાવવા માટે હું હાજર રહ્યો હતો. ૧૦ વાગે પહોંચીને ૧૦:૩૦ વાગે મહિપતસિંહને અભિનંદન અને શુભેચ્છા પાઠવીને નીકળી ગયો હતો અને ડાયરો ૧૧:૩૦ વાગે શરુ થયો હતો. આ સેવાકીય કામને એક લાખથી પણ વધુ સર્વ જ્ઞાતિના લોકોએ હાજર રહીને બિરદાવ્યું.