મહિલાઓએ ભાજપના નિર્ણય સામે કર્યો વોકઆઉટ

ગુજરાતના રાજકારણમાં સામાન્ય રીતે મહિલા રાજકારણીઓ ક્યારેય જાતે વોકઆઉટ કરતાં નથી. કારણ કે તેઓ મોટા ભાગે પોતાના પતિના કહ્યા પ્રમાણે ચાલવાનું હોય છે. ચૂંટાય છે મહિલા પણ વહીવટ પતિ નક્કી કરે છે. મહિલાની રાજનીતિ પતિ નક્કી કરે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકામાં કંઈક અનોખું થયું છે. પાટડીમાં પુરૂષ પ્રધાન રાજકારણીઓએ કોણ મહિલા પ્રમુખ બનશે એ બાબત અગાઉથી જ નક્કી કરી નાખી હતી. તેથી કેટલીક મહિલા સભ્યોએ એ વાત માનવાનો ઈન્કાર કરી દીધો હતો. પુરુષપ્રધાન નિર્ણયો સામે વિરોધ કર્યો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી વખતે ઉપરાંત પ્રમુખ અને ઉપપ્રમુખના નિર્ણય વખતે વિરોધ કરીને વોકઆઉટ કર્યો હતો. મહિલાઓ વધારે રોષે ભરાઈ હતી અને ભાજપના નેતાઓની સામે પણ વિરોધ કર્યો હતો. એમનો નિર્ણય બદલવા માટે પણ રજૂઆતો કરી હતી. નગરપાલિકાના સભ્યો નીનાબેન રોષે ભરાયા હતા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલે સુરેખાબેનને સવા વર્ષ માટે અને મીનાબેનને સવા વર્ષ માટે પ્રમુખ તરીકે રાખવાની સત્તાની વહેંચણીની ભાગબટાઈની વાત કરી હતી. પરંતુ નીનાબેન ટસના મસ થયા ન હતા. તેમણે આગ્રહ રાખ્યો હતો કે પ્રમુખ પદ માટે હું ફોર્મ ભરીશ અને તમારે મને જ પ્રમુખ બનાવવા પડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આખરે એ વાત માની નહીં. ભાગીદારી કરવાની વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી હતી. પરંતુ તે વાત માનવા તૈયાર નથી તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે મારી લાયકાત બીજ ઓ કરતા વધારે છે. એટલે પ્રમુખ તો હું જ બનીશ. આટલું કહીને સભા છોડી ગયા હતા. સભ્યોએ પણ આ વાત વાજબી હોવાનું ઠેરવ્યું હતું. ભાજપના નેતાઓને  ફેરવિચારણા કરવા માટે કાર્યકરોએ દબાણ પણ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના 22 સભ્યો માંથી સુરેખાબેનને પ્રમુખ અને જેન્તીભાઈને ઉપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. મીનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ પરિવાર વાદ ચલાવી રહ્યા છે. નવા પ્રમુખનો નિર્ણય જાતે લીધો છે. તેઓ પક્ષમાં અન્યાય કરી રહ્યા છે. તેથી એના પરિણામો લોકસભામાં પણ ભાજપે ભોગવવા પડશે. ભાજપ તરફથી સુરેખાબેન કેતનભાઇ પટેલને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જયંતીભાઈ ઠાકોરને નિયુક્તિ આપી દેવામાં આવી હતી. જેની સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.