મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને વિખેરી વહીવટદાર નિમવા નોટિસ પર સ્ટે

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટદારની નિમણૂંક કરવા અંગે ગુજરાતના સહકાર વિભાગે આપેલી કારણદર્શક નોટિસને સંઘના નિયામક મંડળે હાઈકોર્ટની સિંગલ બેંચ બાદ ડબલ બેંચ અને છેવટે સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રિમ કોર્ટે આ નોટિસ પરનો સ્ટે લંબાવતાં ડેરીમાં વહીવટદારની નિમણૂંક પ્રક્રિયા પર ફરીથી બ્રેક લાગી ગઈ છે. મહેસાણા દૂધસાગર ડેરીના ગેરવહીવટ મામલે સહકાર વિભાગમાં રજૂઆતો થઈ હતી. જેના પગલે રાજ્ય રજીસ્ટ્રાર સહકારી મંડળીઓએ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સહકારી કાયદાની કલમ ૮૧ હેઠળ ગેરવહીવટ મામલે બોર્ડને બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂંક કેમ ન કરવી તેવી કારણદર્શક નોટિસ પાઠવી હતી.

પરંતુ સંઘે આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી. જેમાં હાઈકોર્ટની સિંગલ બેંચે નોટિસને યોગ્ય ઠેરવતાં સિંગલ બેંચના ચૂકાદાને પણ ડબલ બેંચમાં પડકારાયો હતો. ડબલ બેંચે અપીલ કાઢી નાખતાં છેવટે સંઘનાં ઈન્ચાર્જ ચેરમેન આશાબેન ઠાકોર સહિત ડિરેક્ટરો આ મામલે સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. સુપ્રિમ કોર્ટે તા.૧૭-૫-૧૮એ રાજ્ય રજીસ્ટ્રારની આ નોટિસ પર ઓગસ્ટ ૧૮ સુધી સ્ટે આપ્યો હતો. ૩૦મી ઓગસ્ટે આ મેટરની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સુપ્રિમે ૨૦૧૪ની અપીલ સાથે લેવાનો તેમજ ૧૭-૫-૧૮ના સ્ટેને વધુ આદેશ ન થાય ત્યાં સુધી લંબાવવાનો આદેશ કર્યો હોવાનું સંઘનાં સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્‍લા વાઈઝ દૂધ મંડળી
અ.નં. સંસ્થાનું નામ દૂધ ભરતી મંડળીઓની સંખ્યા
૧ અમદાવાદ ૫૪૮
૨ ગાંધીનગર ૧૧૮
૩ બનાસકાંઠા ૧૩૮૨
૪ મહેસાણા ૨૧૦૩
૫ સાબરકાંઠા ૧૭૩૯
૬ ખેડા ૧૧૮૦
૭ પંચમહાલ ૧૮૦૦
૮ વડોદરા ૧૨૨૪
૯ ભરૂચ ૬૨૯
૧૦ સુરત ૧૦૭૧
૧૧ વલસાડ ૮૯૬
૧૨ આહવા-ડાંગ ૨૫૬
૧૩ રાજકોટ ૩૭૫
૧૪ જામનગર ૬૯
૧૫ ભાવનગર ૩૪૦
૧૬ અમરેલી ૧૩૦
૧૭ જુનાગઢ ૧૮૯
૧૮ ગીર સોમનાથ ૨૮૬
૧૯ પોરબંદર ૮૫
૨૦ મોરબી ૨૨૦
૨૧ સુરેન્દ્રનગર ૭૪૪
૨૨ કચ્છ-ભુજ ૨૯૭
૨૩ દેવભુમિ દ્વારકા ૨૫૫
૨૪ બોટાદ ૫૮
કુલ.. ૧૫૯૯૪

નિયંત્રણ હેઠળનાં જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘોનાં ટર્ન ઓવરની માહિતી ૨૦૧૫-૧૬
અ.નં દૂધ સંઘનું નામ ટર્ન ઓવરની રકમ (રૂ।.કરોડમાં)
૧ પંચમહાલ ૭૫૦.૮૪
૨ વલસાડ ૮૨૬.૧૩
૩ બનાસકાંઠા ૨૮૯૧.૭૫
૪ રાજકોટ ૩૦૪.૨૦
૫ ખેડા ૧૪૭૩.૭૮
૬ સાબરકાંઠા ૮૨૭.૭૦
૭ કચ્છ ૨૪૮૪.૮૨
૮ બોટાદ ૨૮.૬૧
૯ સુરત ૭૩૧.૨૫
૧૦ ગાંધીનગર ૩.૮૭
૧૧ મહેસાણા ૨૧૬૩.૪૯
૧૨ સોરઠ જુનાગઢ ૭૧૮.૧૩
૧૩ ભાવનગર ૧૦૪.૪૮
૧૪ અમરેલી ૧૫૧.૯૮
૧૫ જામનગર ૨૧.૯૪
૧૬ અમદાવાદ ૧૯૫૭.૭૯
૧૭ ભરૂચ ૧૦૪.૨૪
૧૮ વડોદરા ૨૫૩.૫૮
૧૯ મોરબી –
૨૦ સુરેન્દ્રનગર ૨૨૪.૭૧
૨૧ પોરબંદર –
૨૨ દેવભૂમિ-દ્વારકા –

જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની દૈનિક દૂધની આવક વર્ષ ૨૦૧૫-૧૬
અ.નં. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો દૈનિક દૂધની આવક
૧ અમદાવાદ ૩,૧૮,૦૦૦ લી.
૨ મહેસાણા ૨૦,૦૦,૦૦૦ લી.
૩ સાબરકાંઠા ૨૧,૬૬,૬૯૦ લી.
૪ બનાસકાંઠા ૪૬,૩૧,૦૦૦ લી.
૫ ગાંધીનગર ૧,૩૫,૦૦૦ લી.
૬ ગોધરા ૧૦,૫૧,૦૦૦ લી.
૭ વડોદરા ૬,૭૫,૦૦૦ લી.
૮ રાજકોટ ૫,૭૦,૦૦૦ લી.
૯ સુરત ૧૩,૯૮,૦૦૦ લી.
૧૦ જુનાગઢ ૧,૮૬,૦૦૦ લી.
૧૧ કરછ – ભુજ ૩,૦૦,૦૦૦ લી.
૧૨ ખેડા(આણંદ) ૨૩,૦૦,૦૦૦ લી.
૧૩ વલસાડ ૭,૧૫,૦૦૦ લી.
૧૪ ભરૂચ ૧,૭૩,૦૦૦ લી.
૧૫ અમરેલી ૨,૦૫,૦૦૦ લી.
૧૬ ભાવનગર ૩,૩૬,૦૦૦ લી.
૧૭ પોરબંદર ૨,૯૬,૦૦૦ લી.
૧૮ બોટાદ ૧,૩૯,૩૨૫ લી.
૧૯ જામનગર ૨૫,૦૦૦ લી.
૨૦ દેવભૂમિ-દ્વારકા ૪૫,૦૦૦ લી.
૨૧ ગીર-સોમનાથ હજુ ટ્રાન્ઝેક્શન ચાલુ થયેલ નથી
૨૨ સુરેન્દ્રનગર ૪,૦૩,૫૨૪ લી.
૨૩ મોરબી ૧૯,૫૦૦ લી.