મહેસાણા લોકસભા માટે બાહુબલીનો મુકાબલો

મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કીર્તિ ઝાલાએ જીવાભાઈ માટે જીવ કોશ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીવાભાઈને પાંચ વખત કોંગ્રેસે ટિકીટ આપી, કોંગ્રેસમાં ગુજરાત રાજ્યના ખજાનચી બનાવ્યા, એમની ઉંમર પણ 83 વર્ષ થઈ છતાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું હતું. એમનું માનસન્માન જાળવ્યું છતાં સત્તાની લાલચમાં પાર્ટી સાથે દ્રોહ કરી બીજેપીમાં ભળી ગયા છે. હવે ભાજપમાં કોંગ્રેસના નેતાઓ વધી ગયા છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે  સેટીંગ કરીને જાતે હારી ગયા હતા. નિતીનભાઈને ઓછા મત મળ્યા હોવાથી તે હારી ગયા હતા અને 11 વાગ્યે જીવાભાઈ ગણતરીમાં આગળ હતા પણ ચાલુ મતગણતરીમાં બ્રેક કરાવીને બાદમાં મતગણતી પૂરી થઈ ત્યારે તે હારી ગયા હતા. પક્ષે તેમને હાઈકોર્ટમાં જવાનું કહ્યું હતું પણ એ ન ગયા, એટલે એ જ દિવસે ભાજપ સાથે સેટીંગ થઈ ગયું હતું.

આમ ફરી એક વખત મહેસાણમાં આવા નિવેદનો આવતાં ઉત્તર ગુજરાતનો રાજકીય માહોલ ઊભો થયો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 2004માં કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ સામે મહેસાણા લોકસભા બેઠક હાર્યા હતા.

જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે મોટું નામ હતું. તેમણે કોંગ્રેસ નેતાગીરી સામે નારાગીને કારણે જૂન મહિનામાં રાજીનામું આપ્યું હતું. જીવાભાઈ પટેલ કોંગ્રેસના ખજાનચી હતા. ભાજપ એક પછી એક કોંગ્રેસના પ્રભાવશાળી નેતાઓ પોતાના પક્ષમાં લઈ રહ્યાં છે. મહેસાણામાં નીતિન પટેલ પોતે શક્તિશાળી છે. પણ તેમણે સારા ખાતા લેવા માટે જાહેરમાં પક્ષની વિરૃદ્ધ ગયા હતા તેથી તેમની સામે હવે જીવાભાઈને ઊભા રાખવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે આવી જાહેરાત ગુજરાતમાંથી જ થતી હોય છે પણ તેમની જાહેરાત દિલ્હીથી અમિત શાહે કરી હતી.

પૂર્વ કોંગી સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા બાદ હવે મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ 50 વર્ષે કોંગ્રેસ છોડી ભાજપના શરણે ગયા છે. ભાજ્પ પાસે મહેસાણા લોક સભા લડવા માટે હવે કોઈ સક્ષમ નેતા ન હતા. પક્ષ હવે નિતીનભાઈ સરકારમાં હોવાથી તેઓ લોકસભા નહીં લડે એવું માનવા લાગ્યો હતો. જો કે, પક્ષ દ્વારા પણ નિતિનભાઈને ટિકિટ આપવામાં આવશે કે કેમ તે એક શંકા છે. અગાઉ ડો. એ. કે. પટેલને નવા ભાજપે સાઈડલાઈન કરી દીધા હતા. આત્મારામ પટેલ સાથે પણ આવું જ કર્યું હતું. અરવિંદ પટેલને પણ અહીં ભાજપમાં પરેશાન કરાયા હતા. વળી, જયંતી બારોટે ગુજરાત હાઉસીંગ બોર્ડના કૌભાંડોનો વિરોધ કર્યો હોવાથી તેમને હાઉસીંગ બોર્ડમાંથી ખસેડી લેવાયા હતા. તેથી મહેસાણા સીટ માટે હવે ઍક સક્ષમ પાટીદાર નેતા મળતાં નીતિન પટેલ સાઈડ લાઇન થઈ શકે છે. નીતિન પટેલે નાણાં ખાતું મેળવવા પક્ષની નેતાગારી ઉપર દબાણ કર્યું હતું. જેને લઇને ભાજ્પની ટોચની નેતાગીરી નીતિન પટેલ થી નારાજ છે. ભાજ્પ દ્રારા નીતિન પટેલ ની અવાર નવાર અવ ગણના કરાતી હોવાનું પક્ષમાં ચર્ચાતું રહ્યું છે. જીવાભાઈ પટેલ ની ભાજ્પમાં આવતાં નીતિન પટેલનું કદ ભાજ્પમાં ઘટી શકે છે. વળી જ્યારે નિતિન પટેલ જાપાનના પ્રવાસે ગયા ત્યારે જ જીવા પટેલને ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રવેશ આપવાની નીતિ ભાજપે અપનાવી છે. જે ઘણી સૂચક એટલા માટે છે કે, નિતીન પટેલે અગાઉ પણ જીવા પટેલનો કોંગ્રેસ પ્રવેશનો વિરોધ કર્યો હતો.

રાજીનામું પછી ભાજપમાં

20 જૂન 2018માં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જીવા પટેલે રાજીનામું આપી દીધું છે. જીવા પટેલે પ્રદેશ પ્રમુખ અને દિલ્હી કોંગ્રેસને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. મહત્વનું છે કે જીવા પટેલ મહેસાણાના પૂર્વ સાંસદ છે, અને વિધાનસભામાં નિતીન પટેલ સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી. જીવા પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાય છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચુક્યા છે. સાથે જ સુરતમાં મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે, અને સુરતમાં પાટીદારોમાં સારી એવી પકડ પણ છે. જીવાભાઈ 42 કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. સુરત શહેરમાં મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. 2017માં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે 7000થી વધુ વોટે હાર્યા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં પોતાનાં સમર્થકોને યોગ્ય સ્થાન નહીં મળવાના કારણે જીવાભાઈ પટેલ નારાજ થયા હોવાથી પ્રદેશ ખજાનચી પદેથી તેમજ કોંગ્રેસનાં સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ અમેરિકા ફરવા જતાં રહ્યાં હતા. જીવાભાઈએ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ જોડે વાત કરી હતી. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને વોટ્સએપ દ્વારા અને ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટીને ફેક્સ દ્વારા રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો. જેમાં તેમણે પ્રદેશ ખજાનચી પદેથી અને કોંગ્રેસનાં સભ્યપદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.

નીતિનભાઈએ જીવાભાઈનો વિરોધ કર્યો હતો

26 નવેમ્બર 2017ના દિવસે વિધાનસભા ચુંટણી સમયે ભાજપના ઉત્તર ગુજરાતના નેતા નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, જીવબી પટેલ ભાજપામાં જોડાવા માટે મારી પાસે આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા મહેસાણા વિધાનસભાનાં ઉમેદવાર તરીકે જીવાભાઈ પટેલ જાહેર થયા બાદ નિતીન પટેલે આ જાહેરાત રાજકીય રીતે કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે, જીવાભાઈ પટેલ છ માસ અગાઉ ભાજપમાં જોડાવા માટે મારી પાસે આવ્યા હતા. કડી ખાતેની જીનીંગ ફેક્ટરીમાં મળવા આવીને કોંગ્રેસનાં એક નેતા પાસે તેમનાં બાકી રહેલાં નાણાની વસૂલાત થયે ભાજપમાં જોડાવાની વાત કરી હતી. જોકે, જે તે સમયે જીવાભાઈએ નીતિનભાઈનાં આક્ષેપને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો હતો.

જીવાભાઈ પર આક્ષેપો થયા હતા

BJP દ્વારા 10 લાખ રૂપિયા રોકડા મળ્યા હોવાની વાત કહીને સનસનાટી મચાવનાર મહેસાણાના પાટીદાર અનામત આંદોલનના કન્વીનર નરેન્દ્ર પટેલની ઑડિયો-ટેપમાં પાટીદાર આંદોલન ચલાવવા કૉન્ગ્રેસ પૈસા આપતી હોવાનો મતલબ નીકળતો હતો. ઑડિયોમાં એવું કહેવામાં આવે છે કે ‘મહેસાણા જિલ્લાપંચાયતની 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી એમાંથી 25 લાખ ઉત્તર ગુજરાત પાટીદાર અનામત આંદોલન અને મહેસાણા પાસ કમિટીને આપ્યા અને કૅર ઑફમાં નરેન્દ્ર પટેલ કર્યું છે. નામ મારું અને પૈસા લઈ ગયા બીજા.

આ કથિત ઑડિયો-ટેપમાં કૉન્ગ્રેસના નેતા મહેસાણાના ભૂતપૂર્વ સંસદસભ્ય જીવાભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કૉન્ગ્રેસના પ્રમુખ કીર્તિસિંહ ઝાલા અને અહેમદ પટેલના નામનો ઉલ્લેખ થયો હતો. નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘જેણે આ જાહેરાત કરી તેનો ફોટો અને નંબર આપો, જાહેર કરો. આ મારો અવાજ નથી. આ ખોટી ટેપ વાઇરલ કરી છે. BJPએ ઊભું કરેલું આ કાવતરું છે. વરુણ પટેલનો પર્દાફાશ કર્યો એ વખતે જ આ ક્લિપ કેમ રજૂ કરી?’ ત્યારે ભાજપના નેતાઓએ જ નાણાંના કૌભાંડમાં જીવાભાઈનું નામ જાહેર કરાયું હતું.

નીતિન પટેલને હરાવવા પ્રયાસ

ડિસેમ્બર 2017માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ મહેસાણાથી 7000 મતથી જીતી ગયા હતા. તેઓએ જીત માટે ભારે મહેનત કરવી પડી હતી. તેઓને હરાવવા માટે ભાજપના જ એક ટોચના નેતાએ ભરપૂર પ્રયાસો કર્યા હતા. નિતીનભાઈ મહેસાણાની બેઠક 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 25 હજાર મતના માર્જિનથી જીત્યા હતા. નીતિન પટેલ હારી જાય તે માટે સ્થાનિક કક્ષાએ કાર્યકરો અગ્રણીઓને ખાનગીમાં ઈશારો આપવામાં આવ્યો હતો.  જેને પગલે કેટલાય કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા. તો બાકીનાએ ઉપરની ‘સૂચના’ પ્રમાણે નીતિન પટેલની વિરુદ્ધમાં કામગીરી કરી હતી. ભાજપના જ આ ટોચના નેતાએ નીતિન પટેલને હરાવવા માટે આકાશ- પાતાળ એક કરી ભરપૂર પ્રયાસો કર્યા હતા. આમ છતાં નીતિનભાઈ ઓછા માર્જિનથી, માંડ માંડ જીતી શક્યા હતા.

અનામત આંદોલમાં ભાજપનો વિરોધ

અનામત આંદોલનમાં ભાજપનો ઉગ્ર વિરોધ આ જિલ્લામાં થયો હતો. તેથી હાર્દિક પટેલને આ જિલ્લમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર અને એશિયિનું સૌથી મોટું ખેડૂત બજાર ઊંઝામાં છે. 18 લાખ પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર અહીં છે. 2015માં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 44 બેઠકોમાંથી 29 બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. હાર્દિક પટેલે ભાજપને હાંકી કાઢવાની હાકલ કરી ત્યાર પછી આ પરિણામ આવ્યું હતું. મહેસાણાની સહકારી બેંકો ડૂબવા પાછળ ભાજપના ચોક્કસ નેતાઓનો હાથ હતો. મહેસાણા વિધાનસભામાં 52 હજાર પાટીદાર મતદારો છે. મહેસાણા સૂધસાગર ડેરીને આર્થિક પાયમાલી તરફ ધકેલી હોવા છતાં સરકારે રાજકારણ રમ્યું હોવાનો આરોપ પણ ભાજપ પર છે. 2દ17ની ચૂંટણી સમયે કોંગ્રેસના 500 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની અફવા ભાજપે ચલાવી હતી. રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને લાગેલો ઝટકાના આફ્ટરશોક હજુ ચાલુ રહ્યાં છે. મહેસાણામાં ભાજપ શાસિત નગરપાલિકામાં 10 જેટલા સભ્યોએ બળવો પોકારી કોંગ્રેસમાં જોડાયા હતા. 8 જાન્યુઆરી 2018માં નગરપાલિકાની બેઠકમાં બળવો કરીને 10 જેટલા સભ્યોએ ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, જેને લઇને તમામ કમિટીની સત્તા ભાજપ પાસેથી છીનવાઇ ગઇ હતી. મહત્વની વાત તો એ છે, કે આ 10 સભ્યોમાં ભાજપનો મત લઇને બનેલા નગરપાલિકાના પ્રમુખ રાઇબેન પણ હતા.

કોંગ્રેસમાં બળવો

12 જુલાઈ 2018માં મહેસાણાની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં 9 સભ્યોએ બળવો કર્યો હતો. ભાજપના 7 અને એક અપક્ષનો ટેકો મેળવી કારોબારી સમિતિ પર બળવાખોરોએ કબજો કર્યો હતો.