બારડોલીના માંડવી તાલુકા પંચાયતના સભ્યને કેટલાક અસામાજીક તત્વોએ લાકડીઓથી ફટકાર્યા હોવાની ઘટના બહાર આવી છે. બે યુવાનોની બાઇક વચ્ચે અકસ્માત થતાં સમજાવવા માટે માંડવી તાલુકા પંચાયતના સભ્ય ગયા હતા. તે સમયે 10 ભરવાડો એકઠા થઈને આ સભ્ય પર તૂટી પડ્યા હતા. લાકડીઓ ફટકારી હતી. સભ્યોને બચાવવા માટે એમના મિત્રો વચ્ચે પડ્યા હતા તો એમને પણ ધમકી આપવામાં આવી હતી. એમણે એવી સ્પષ્ટ ધમકી આપી હતી કે, બીજી વખત તમે આદિવાસી લોકો શોધેલા નહી જડો. આમ ગામમાં ભયનું વાતાવણ છે. માંડવી તાલુકા પંચાયતના ગણેશ કાંતિભાઈ ગામીત સાથે આ થયું છે, તો સામાન્ય લોકો ને કેવી હાલત અસામાજિક તત્વો કરી હશે. તેમણે કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા કંઇ જ ન થતુ હોવાનું લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરવાડ અને રબારી સમાજના યુવાનો આ રીતે તેમના પર તૂટી પડ્યા એના ઘણા બધા લોકો સાક્ષી છે. પરંતુ પોલીસમાં કોઈ સાક્ષી બનવા તૈયાર નથી. તેથી ગામના કેટલાક લોકોએ એક આવેદનપત્ર મોકલી આપવાનું નક્કી કર્યું છે અને એવું કહ્યું છે કે માંડવીમાં કાયદાનું શાસન નથી. એટલે રાષ્ટ્રપતિએ દરમિયાનગીરી કરીને અસામાજીક તત્વોને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારને કહેવું જોઈએ, એવું આવેદનમાં સ્પષ્ટ કહ્યું છે.