માંદા નાના કારખાનાઓને રૂ.૩૦ કરોડની વીજ સહાય

રાજ્ય સરકારે નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પૂન:જીવીત કરવાના ઉદ્દેશ્યથી વીજ દરમાં રિએમ્બર્સમેન્ટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે રૂ.30 કરોડ થવા જાય છે.

ગુજરાત  અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પૂન:જીવીત કરવા વીજ દરમાં પ્રતિ યુનિટ રીએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજૂઆત કરી હતી.

માંદા એકમો ઝડપથી પૂન:જીવીત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહેશે. માંદા એકમોને વીજ દરમાં પ્રતિ યુનિટ રૂ.1નું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષના સમયગાળા માટે અપાશે. રાજ્ય સરકાર દર વર્ષે અંદાજે સરેરાશ રૂ. ૩૦ કરોડનો આર્થિક બોજ વહન કરશે.

MSME એકમો માટે અનેક પ્રોત્સાહનો, સબસિડી જાહેર કરેલા છે.

અગાઉ આવી રાહતો આપી હતી

4 ઓગસ્ટ 2016માં માંદા ઔદ્યોગિક એકમો નક્કી કરાયેલી શરતોને પૂર્ણ કરીને BIFR અને GBIFRમાં નોંધણી માટે લાયક ઠરે તો તેના પુનઃવસન માટે બાકી સરકારી લેણાં ઉપરના 100 ટકા વ્યાજ, પેનલ્ટીની માફી આપવા, વીજ-ડ્યૂટીની રકમને પરત મેળવવા, ફિક્સ્ડ કેપિટલ મૂડીરોકાણમાં વધારો કરાય તો વેટમાં રાહત, કેપ્ટીવ પાવરનો ઉપયોગ સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે. વ્યાજ-પેનલ્ટી માફ થશે જો માંદા એકમો, સરકારના તમામ બાકી લેણાંની રકમ છ માસમાં ભરી દેવા તૈયાર હોય તો અને તેની 10 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે ભરે તો તેના બાકી લેણાં ઉપરનો વ્યાજ અને પેનલ્ટીની રકમ માફ કરાશે.