માજી ફોરેસ્ટર સિંહ માટે મદદ કરવા ગયા તો અધિકારીએ ભગાડી મૂક્યા, ગાંધીનગર રજૂઆત

ધારી નજીક એક સાથે 13 સિંહોના મોત થતાં લોકો તથા ગીરમાં ફરજ બજાવતા નિવૃત વનકર્મીઓ પણ ભારે દુઃખી છે. જંગલમાં પોતાના અનુભવના આધારે અનેક સિંહનું રેસ્‍કયુ કરી બચાવનારમાજી ફોરેસ્‍ટર આર.એલ. દવે દહેરાદુનથી આવેલી વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટીટયુટની ટીમને મળવા ધારી કેસરી સદન ખાતે ગયા હતા. પરંતુ ત્‍યાં દહેરાદુનની ટીમને બદલે ધારી ડીએફઓ પી. પુરષોતમ હાજર હોય અહીં શું લેવા આવ્‍યા છો ? અહીં કોઈને પ્રવેશ કરવા દેવા ઈન્કાર કરીને તેમને ત્યાંથી ભગાડી દેવાયા હતા. તુમાખીભર્યા શબ્‍દોનો ઉપયોગ કરી ભારે અપમાનજનક વર્તન કર્યું હતું. જે અંગે માજી ફોરેસ્‍ટરે અગ્ર સચિવ નવ અને પર્યાવરણ, અગ્ર મુખ્‍ય વન સંરક્ષક ગાંધીનગર સહિતનાઓને ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરી હતી. તથા આગામી દિવસોમાં નિવૃત ફોરેસ્‍ટરો તથા આરએફઓનું સંગઠન ગાંધીનગર રૂબરૂ પણ આ અંગેની ફરિયાદ કરશે તથા આઈએફએસ લોબીની તુમાખી સામે લડતના મંડાણ કરશે તેવું તમામે એક સાથે જણાવ્‍યું હતું. ત્‍યારે સમગ્ર મામલે ધારી ડીએફઓ પોતાનો વિવેક ગુમાવી ચૂકયા હોવાનું લોકો, નિવૃત વનકર્મીઓ તથા મીડિયા કર્મીઓ કહી રહૃાા છે. આમ અંદરની વાત બહાર આવી ન જાય તે માટે બિનગુજરાતી લોકો અનુભવિ લોકોને સિંહને બચાવવા માટે કંઈ કરવા દેવા તૈયાર નથી. તેઓ એટલું પણ સમજતા નથી કે સિંહને ગીર અને ઘારીના લોકોએ બચાવ્યા છે. વન અધિકારીઓના કારણે તો સિંહ મરી રહ્યાં છે.