આ વર્ષે શરૂ થયેલા ગુજરાતમાં પાંચ શહેરોમાં મૂર્તિ મેળામાં રૂ. 3 કરોડની ગણેશની મૂર્તિ વેચાશે. ગયા વર્ષે 2017માં 2.14 કરોડની કિંમતની મૂર્તિઓનું વેચાણ થયું હતું. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટીની મૂર્તિઓના વેચાણ માટેના ચાર વર્ષથી મેળા યોજાય છે. ગયા વર્ષે 507 મૂર્તિકારોએ ભાગ લીધો હતો.આ વખતે અહીં 50,000 ગણેશ વેચાશે.
ગણેશોત્સવમાં પર્યાવરણની જાળવણી હેતુ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના ઉપક્રમે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે સંસ્થાન દ્વારા રાજ્યના ત્રણ શહેરોમાં ગણેશોત્સવ પૂર્વે સતત ચોથા વર્ષે શ્રીજીની માટીની મૂર્તિઓના વેચાણ માટે મેગામેળાનું આયોજન કરાયું છે. અમદાવાદ અને સુરતમાં આજથી 7 સપ્ટેમ્બર 2018થી જ્યારે વડોદરામાં શનિવાર 8 થી 13 સપ્ટેમ્બર સુધી મેળા યોજાશે. ભુજ અને વલસાડ ખાતે માટીના મૂર્તિ મેળાનું આયોજન કરાયું હતું. જ્યારે આ વર્ષે અમદાવાદમાં ચાર સ્થળોએ તેમજ સુરત-વડોદરામાં એક-એક સ્થળો મળી કુલ છ મેગામેળા યોજવાનું નક્કી કરાયું છે.
અમદાવાદમાં ચાર સ્થળોએ મેળામાં 230 સ્ટોલ, સુરતમાં 60 સ્ટોલ અને વડોદરા ખાતે આયોજિત મેગા મેળામાં 70 સ્ટોલ છે. 13 તારીખ સુધી ચાલુ રહેશે. શ્રીજીની મૂર્તિઓ ભાવનગરની માટીમાંથી બને છે.
પી.ઓ.પી.ની મૂર્તિઓના કેમિકલ્સ અને કલર્સ પાણીમાં ઝેર ઉત્પન્ન કરે છે
પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લીડ, કેડિયમ અને કાર્બન હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવતાં તેનાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. આ પ્રદુષિત પાણીના કારણે ચર્મરોગ સહિત અન્ય રોગો થાય છે. આ ઉપરાંત જળજીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકશાનકારક બને છે.
રાજ્યમાં માટીની મૂર્તિઓના મેળા ક્યાં યોજાશે ?
અર્બન હાટ-અમદાવાદ
વકીલ સાહેબ બ્રીજની નીચે, બોપલ જંકશન-બોપલ
ઘાવડી ફાર્મ-રાણીપ. કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ-નરોડા રોડ
પારસી અગિયારી મેદાન, સયાજીગંજ- વડોદરા