માણસને ક્રોધ કેમ આવે અને તેને કઈ રીતે સારા માર્ગે વાળી શકીએ તેનું અદભૂત સંશોધન

એક શોધ અનુસાર વધારે ગુસ્સો કરતાં લોકોની કાર્યક્ષમતા સામાન્ય લોકો કરતાં વધારે હોય છે. શોધ કેનેડાની યૂનિવર્સિટી ઓફ વોટરલૂમાં કરવામાં આવી છે. વધારે ગુસ્સો કરનારા લોકો અન્ય કરતાં વધારે કામ કરે છે. સારા મૂડમાં રહેતાં લોકોનું મન વધારે ભટકતું હોય છે. જેના કારણે કામ કરવામાં બાધા ઉત્પન્ન થાય છે. પરંતુ મૂડ ખરાબ હોય કે મનમાં ક્રોધ હોય તો લોકો અન્ય કોઈ વાત પર ધ્યાન આપતાં નથી અને માત્ર તેનું જ કામ કરે રાખે છે.

રિસર્ચ અનુસાર ગુસ્સો કરતાં લોકો ઓછો ગુસ્સો કરતાં લોકોની સરખામણીમાં વધારે આશાવાદી હોય છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જે લોકોના જીવનમાં લક્ષ્ય નિર્ધારિત હોય છે તેમને તે લક્ષ્ય પૂર્ણ ન થવાથી ગુસ્સો આવે છે. ગુસ્સાને નિયંત્રિત કરવા માટે તેમને વ્યાયામ, યોગ અને શોખ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેનાથી તેમને લાભ થાય છે. આ ઉપરાંત તેમણે સંતુલિત અને સ્વસ્થ્ય દિનચર્યા અપનાવી અને ઊંઘ પુરી કરવી જોઈએ.

લોકો પૈસાદાર થયા છે, ગરીબી ઓછી થઈ છે. સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે, તો પણ મોટા ભાગના લોકો હંમેશાં આવેશમાં કેમ જોવા મળતા હોય છે? ગુસ્સાને કારણે આપણે લાલચોળ થઈ જઈએ છીએ. તેનાથી આપણે આક્રમક અને ઉગ્ર વાણી બોલતા થઈ જઈએ છીએ કે પછી ટ્વિટર પર બળાપો કાઢતા થઈ જઈએ છીએ.

વાહન ચલાવતી વખતે કે સોશિયલ મીડિયામાં એકબીજાને ભાંડવામાં આવે છે. ગુસ્સો એ બહુ સોફિસ્ટિકેટેડ સિસ્ટમ છે. મનને કાબૂમાં રાખવાની એક પદ્ધતિ છે. સામેની વ્યક્તિ તમને વધારે મહત્ત્વની સમજે તે રીતે તેના મગજમાં ઘૂસી જવાની આ એક રીત છે. ભવાં ચઢાવવાં, નસકોરાં ફુલાવવાં વગેરે. ગુસ્સાને કારણે ટકી રહેલાં મનુષ્યો ઉત્ક્રાંતિમાં ફાયદામાં રહ્યા હતા.

ગુસ્સો આવે ત્યારે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ – લડવું જોઈએ કે ભાગી જવું જોઈએ તે સૂચવતી મગજની પ્રક્રિયા સક્રિય થઈ જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે, પરસેવો થવા લાગે છે અને પાચન ક્રિયા મંદ પડી જાય છે. જે શારીરિક તાકાત ઊભી થાય તે માટે થાય છે. મગજ પણ અહીં પોતાની રીતે કામ કરે છે.

ક્રોધમાં બધુ જ વિચારવાના બદલે અમુક જ પ્રકારના વિચારો આવે છે. લોકોનું સમગ્ર ધ્યાન અસ્તિત્વ ટકાવી રાખવા પર અથવા તો બદલો લેવાની વાત પર કેન્દ્રીત થઈ જાય છે. ઉત્ક્રાંતિને કારણે આવું થયું છે. આવેશનો અનુભવ કરીને અસ્તિત્વ બચાવવા માટે પ્રતિસાદ આપવાનું ઉત્ક્રાંતિથી આપણે શીખ્યા હતા. આવેશ આવે ત્યારે આપણું મન એકધ્યાન થઈ શકે છે અને આપણને અન્યાય થયો હોય ત્યારે તેની સામે પગલાં લેવાની ઊર્જા પણ આપે છે.

વડવાઓની જેમ બહુ ચિંતા કરવાની જરૂર નથી, આમ છતાં આધુનિક જીવન કેમ વધારે રોષ પ્રગટાવનારું બન્યું છે?

લોકો વધારે વ્યસ્ત થયા છે , જીવનમાં અપેક્ષાઓ વધારી છે. સફળતા ન મળે ત્યારે ગુસ્સો આવે છે. વ્યસ્તતાને કારણે સમય બગડે ત્યારે ગુસ્સો આવવા લાગે છે.

ટાળી શકીએ તેવી હોય વાત અથવા કશું કરી શકીએ તેમ ના હોઇએ ત્યારે ગુસ્સો આવે છે.

જેમના પર ગુસ્સો આવ્યો હોય તેમને હાનિ પહોંચાડવાથી ફાયદો થવાનો નથી. તેથી આપણે આપણા ક્રોધને કાબૂમાં રાખવાનું શીખવું જરૂરી છે. ધારણાં કરતાં વધારે સારી રીતે રોષને રોકી શકાય છે. ક્રોધ આવે ત્યારે માત્ર આક્રમકતા જ ઊભી થાય તેવું જરૂરી નથી. ક્રોધ જેવી લાગણી ચોક્કસ પ્રકારની અસરો અને વર્તન પેદા કરે.

પોતાની સત્તા અને દરજ્જો જાળવવા માટે ગુસ્સો કરવાથી ખરાબ પરિણામો આવી શકે છે. તેના કારણે યુદ્ધ પણ થઈ શકે છે.

ટૂંકમાં તમે એટલું સમજી લો કે ક્રોધ એટલો ખરાબ પણ નથી. ક્રોધની લાગણી, આવેશને નિયંત્રણમાં રાખી,યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. ક્રોધની આગમાં સતત બળતા ના રહીએ તે માટે પણ આમ કરવું જરૂરી છે.