માણસા પંથકમાં ૨૩ દિવસ પછી ૪ ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ૨૧ હજાર હેક્ટરમાં વાવણી કર્યા પછી વરસાદ નહીં આવતાં પાક સુકાવા લાગ્યો હતો. ગયા ચોમાસાની સિઝનમાં ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ ૪ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. માણસા તાલુકામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન ખરીફ પાકમાં કપાસ ૯૨૨૬, દિવેલા ૭૮૫, મગફળી ૩૫૦, બાજરી ૨૦૦ હેક્ટર અને મગ-અડદ સહિત ૨૧ હજાર હેક્ટરમાં વાવેતર થયુ છે. જે ગત વર્ષ કરતાં ૪ હજાર હેક્ટર ઓછું છે.