મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું તે તેની અંગત વાત છે. અલ્પેશ ઠાકોરની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઇ વાત નથી. હજુ સુધી તેની સાથે અમારો કોઇ કોન્ટેક્ટ નથી થયો. જ્યારે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે એવી કોઈ વાત નથી.
આમ ભાજપના ટોચના આ બે નેતાઓ અલ્પેશના ભાજપ પ્રવેશથી ધ્રુજી ઉઠ્યા છે. તેઓ જાણે છે કે, જો અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો તેનાથી ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો પર મોટું નુકસાન થાય તેમ છે. ભાજપના કાયમી મતદારો વંડી કુદાવીને તુરંત ભાજપની વિરૃદ્ધ જાય તેમ છે. તેથી પહેલેથી જ અલ્પેશને ભાજપમાં લેવામાં આવતો નથી. લેશે પણ નહીં. કારણ કે જો તેને લેવામાં આવે તો હિન્દી ભાષી રાજ્યોમાં અલ્પેશનો વિરોધ થઈ રહ્યો છે તેથી ભાજપને નુકસાન થાય તેમ છે.