માધવપ્રિયદાસ મહિલાને લઈ ફરાર, કાલુપુર સ્વામીનારાયણ મંદિરની ઘટના

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. આ આખો મામલો પ્રકાશમાં આવતા કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય દ્ધારા સાધુ માધવપ્રિયદાસ નું નામ કમી કરવામાં આવ્યું છે.

માહિતી પ્રમાણે સ્વામિનારાયણ મંદીરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે આ માહિતી તેમના જ શિષ્યોએ મંદિરમાં આપી હતી. તેઓ પહેલી માર્ચે ડાંગરવાની પરિણીતાને લઇને ફરાર થઇ ગયા હતાં.

આ પહેલા માધવપ્રિયદાસનાં ગુરૂ સિદ્ધસ્વર ઉપર પણ સિદ્ધપુર ગુરૂકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાં આક્ષેપો થયા હતાં. જેમાં સ્થાનિકોએ ઢોર માર મારી સાધુને પોલીસનાં હવાલે કર્યા હતાં.

આ પહેલા પણ ગત ઓક્ટોબરમાં સુરતમાં ડભોલી સ્વામિનારાયણ મંદિરના એક સાધુની કામલીલા સામે આવી હતી. જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે સાધુની અટકાયત કરી હતી. 24 વર્ષના સાધુએ યુવતીનું બે વખત શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. માતાની સારવાર માટે રૂપિયાની મદદ કરી આપવાના બહાને યુવતી પર બે વાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આરોપ હતો. પીડિતાએ કતારગામ પોલીસ મથકમાં સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.