મારી દીકરીને ડોક્ટર બનાવવી છે, સરકારે મોં ફેરવી લીધુ

‘મારે મારી દીકરીને ડોક્ટર બનાવવી છે. પણ એના ટકા ઓછા આવ્યા એટલે મે એને ડોકટરી ભણવા ફીલાપાઈન્સ મૂકી છે પણ ત્યાનો ખર્ચ વધારે છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર લોન આપે છે મે ફાઈલ મુકી પણ એ નામંજુર થઈ. મને સરકારમાંથી લોનની આશા હતી એટલે જ મે દીકરી આરતીને મારી પાસે જે સગવડ હતી એને લઈને વિદેશ મોકલી દીધી પણ મારી ફાઈલ સરકારે નામંજુર કરી. એમણે કહ્યું, તમારે દીકરીને મોકલતા પહેલાં મંજુરી લેવી જોઈતી હતી. શું કરુ બેન મારી દીકરીને ડોક્ટર બનાવવાની મારી જીદ છે. #દેવીપૂજક સમાજમાં બધા બહુ ભણે એવું નથી. મારે મારી દીકરીને ડોક્ટર બનાવી સમાજમાં ઉદાહરણ પુરુ પાડવું છે. પણ પૈસાની સામટી સગવડ નથી અને એની બીજા સેમીસ્ટરની ફી ભરવાની બાકી છે. તમારે મને મદદ કરવી પડશે. હવે કોની પાસે જઈને પૈસા માંગુ. સરકારને માઈ બાપ માનીએ પણ એણે તો મોઢું ફેરવી લીધુ. તમે લોન આપો હું દર મહિને પૈસા ભરી દઈશ.’ સમાજ સેવી મીત્તલ પટેલને મફતભાઈ દેવી પુજક કહી રહ્યા છે

મફતભાઈ આરતીના દાદા. સરકારમાં ત્રીજા વર્ગના કર્મચારી તરીકે નોકરી કરતા. પોતાના દીકરાઓ ભણે તેવી હોંશ હતી પણ તે બહુ ભણ્યા નહીં. મોટા દીકરાના લગ્ન કરીને વહુને ઘરે લાવ્યા. વહુને ભણાવવાની હોંશ તેમણે રાખી ને આજે આરતીની મમ્મી અને મફતકાકાના મોટાદીકરાની વહુ હીરલબેન પાલનપુર સીવીલ હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આરતીના મોટોભાઈ કલ્પેશને પણ મફતકાકાએ એરોનોટીકલ એન્જીનીયર બનાવ્યો.

મફતભાઈ કહે, ‘કોઈ પણ સમાજના બદલાવ માટે ભણતર જરૃરી છે. મારા સમાજમાં મારા બાળકો ઉદાહરણ પુરુ પાડે તેવા બનાવવા છે ને એટલે જ આર્થિક ક્ષમતા ના હોવા છતાં મે મારા બાળકોને શિક્ષણના આ સ્તરે પહોંચાડ્યા છે કાલે એમને જોઈને સમાજના બીજા બાળકો ભણતા થાય તો મે કરેલું બધુ લેખે લાગશે.’

Read More

મફતભાઈને રુ.એક લાખની લોન આરતીના ભણતર માટે આપી. સાથે કલ્પેશના ભણતર માટે હીરલબહેનને રુ. પચાસ હજારની લોન આપી. હીરલબેને પણ પોતાના બાળકોના ભણતર માટે જાત ઘસી નાખી છે. હાલ આર્થિક તંગી વેઠવી પડે છે પણ કાલ સોનાનો સૂરજ મારા બાળકો કામે લાગશે ત્યારે ઊગશે તેવું હીરલબેન કહે છે.

મફતભાઈને હીરલબેનની મહેનત સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી છે. અમદાવાદ ઓફીસ મફતભાઈ અને હીરલબેન સાથે મીત્તલ પટેલે પડાવેલી તસવીર.

Bottom ad