મારુતિ સુઝુકીની કાર ફટાફટ વેચાવા લાગી, વેચાણ 2.4 ટકા વધ્યું

ગયા વર્ષે ભારતીય બજારમાં આવેલી મંદીના પગલે કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો, જ્યારે દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ સુઝુકીના વેચાણમાં 50 ટકાનો વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ગત મહિનાનું વેચાણ ડિસેમ્બર 2018 ની સરખામણીએ 3.5 ટકા વધારે છે. મારુતિએ ડિસેમ્બરમાં 125,735 યુનિટ વેચ્યા હતા. બીજી બાજુ, કંપનીના કુલ વેચાણમાં 3.9 ટકાનો વધારો થયો છે. જેમાં સ્થાનિક બજારમાં વેચાણમાં 2.4 ટકાનો વધારો થયો છે.

ગ્રાહકો કે જેઓ મારુતિના વાહનોને પસંદ કરે છે હવે તેઓ કંપનીના એન્ટ્રી લેવલ સેગમેન્ટમાંથી કોમ્પેક્ટ સેડાન તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે અને આનો અંદાજ કંપનીના વેચાણ ચાર્ટ પરથી મેળવી શકાય છે. ડિસેમ્બર 2019 માં સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનોએ કુલ 65,673 યુનિટ વેચ્યા હતા. જે ડિસેમ્બર 2018 ની સરખામણીએ 27.9 ટકા વધારે છે.

મારુતિના મીની સેગમેન્ટની વાત કરીએ તો ડિસેમ્બરમાં અલ્ટો અને એસ-પ્રેસોએ 23,883 યુનિટ વેચ્યા હતા. જેના કારણે કંપનીએ 2018 ની સરખામણીમાં આ સેગમેન્ટના વેચાણમાં 13.6 ટકા ગુમાવ્યાં છે. જો કે, જે સેગમેન્ટમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો તે મધ્ય-કદનું સેડાન સેગમેન્ટ હતું. જે ફક્ત 1786 યુનિટ વેચાઇ હતી.