માલધારી સમાજને ટિકિટ ન મળતાં નોટામાં મત આપશે

બનાસકાંઠા લોકસભા બેઠક પર માલધારી સમાજ પડતર પ્રશ્નોને લઈ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે વિરોધ કરી રહ્યો છે. માલધારી સમાજની ભારે અવગણના કરવામાં આવીને એક પણ ટીકીટ ન આપતા માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. તેથી નોટોનુ બટન દબાવી વિરોધ દર્શાવવામાં આવશે એવું નક્કી કરાયું છે. અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકાર સમક્ષ પણ 8 માંગણીઓ મુકી છે. મંગણીઓનો સ્વીકારવામાં નહી આવે તો આગામી સમયમાં તેની રણનીતી ઘડવામાં આવશે. ગોપાલક નિગમમાં રૂ.1  હજાર કરોડ સુધી રકમની ફાળવણી કરવામાં આવે. ગોપાલક મંડળીઓને સહકાર ક્ષેત્રે વોટનો અધીકાર આપવામાં આવે. રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે દરેક જીલ્લા ક્ષેત્રે સરકારી છાત્રાલય અને ક્ષૈક્ષણીક સંકુલની વ્યવસ્થા કરવામાં આવે. રહેણાંક પુરા પાડવા અને પશુ ગણતરી કરીને તેનો અહેવાલ જાહેર કરવામાં આવે. ગીર અને બરડા રબારી સમાજને અપાયેલા એસ.સીએસ.ટી.ના દરજ્જામાં કોઈ ફેરફારના કરવામાં આવે. કોઈ યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે તો ચુંટણીનો બહિષ્કાર કરશે. અથવા નોટોમાં વોટ આપીને વિરોધ પ્રદર્શીત કરાવામાં આવશે એવું માલધારી સમાજે નક્કી કર્યું છે.