મીંઢોળની ખેતી કરો

મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યું જ હશે જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે,,તો જાણો આનું વૃક્ષ કેવું હોઈ છે અને ખાસિયતો

મીંઢળ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે.

મીંઢળ ક્યાં થાય છે?
મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે .શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે .

ઉપયોગ શું થાય છે?
ફળનો કૃમિનાશક,મરડામાં, છાલનો લેપ ખિલ,સંધીવાના સાંધા ઉપર પીડાહારક ,મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડ઼કાના દુ:ખાવામાં વપરાય છે .મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે . ફળ મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે.

સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું
મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે . શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે . આ વૃક્ષનાં ફળ એકથી દોઢ ઈંચ લાંબાં, અડધાથી એક ઈંચ પહોળા અને અખરોટ આકારના હોય છે. આ ફળમાં બીજ રહેલા હોય છે. જયેષ્ઠમાં ફળ આવે છે, અને શીતઋતુમાં પાકે છે. આ વૃક્ષ આખા ભારતમાં પહાડી પ્રદેશમાં થાય છે. હિમાલય, સિંધુ નદીનો પ્રદેશ, પશ્ચિમ બંગાળ, શિવપુરી, મહાબળેશ્વર, વિંધ્યાચળ, રાજસ્થાન, અરવલ્લી પર્વતમાળા વગેરેમાં પર્વતની તળેટી, ઝરણાં અને છાયાવાળી જગ્યાએ ઉત્પન્ન થાય છે. આ વૃક્ષનાં મૂળ, પાન, ફૂલ, ફળને છાલ ઔષધરૂપે પ્રયોજાય છે.

ફળનો કૃમિનાશક,મરડામાં, છાલનો લેપ ખિલ,સંધીવાના સાંધા ઉપર પીડાહારક ,મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડ઼કાના દુ:ખાવામાં વપરાય છે .મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે .
ફળ મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે.

આયુર્વેદના શ્રેષ્ઠ વામક ઔષધોમાં ‘મીંઢળ’ની ગણતરી થાય છે. મીંઢળનો આયુર્વેદીય પરિભાષામાં અને સંસ્કૃતમાં ‘મદનફળ’ કહેવામાં આવે છે. મદન એટલે કામદેવ. કામદેવનું ફળ એટલે મદનફળ. આ ફળને ધારણ કરવાથી કે ઔષધરૂપે ઉપયોગ કરવાથી કામશક્તિ જાગૃત થાય છે. નિઃસંતાનોને સંતાન પ્રાપ્તિ થાય છે.

મહર્ષિ ચરકે આ ઔષધ પર એક આખો અધ્યાય લખીને તેના ૧૩૩ કલમોનું નિરૂપણ કર્યું છે. શરીરનું શોઘન કરનાર શ્રેષ્ઠ ઔષધોમાં એક તરીકે મીંઢળની ગણતરી આયુર્વેદે કરેલી છે. મીંઢળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું ઝાડીવાળું હોય છે. ઉંચાઈ ૧૫ ફૂટ જેવી, વૃક્ષો લાંબા કાંટાઓવાળાં હોય છે. જેનાં કાંટાઓ એકથી બે ઈંચ લાંબા-તીક્ષ્ણ, સરળ અને ઘૂસર વર્ણના હોય છે. કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે.

આ વૃક્ષનાં પર્ણ અપામાર્ગનાં પર્ણો જેવાં અને સામ-સામે આવેલાં હોય છે. પર્ણ ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે. પર્ણો બંને બાજુ શ્વેત રોમાવલી અને ગંધ તથા સ્વાદ અરૂચિકર હોય છે.

આ વૃક્ષનાં ફૂલ શ્વેત અને પિત્ત આભાયુક્ત સુગંધિત અને પાંચ પાંખડીઓવાળા હોય છે. ફૂલની સુગંધ મોગરા જેવી હોય છે.

મદનફળ-મીંઢળ મધુર, કડવું, સ્વભાવે ઉષ્ણ, મળને ખોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, ગુમડાને મટાડનાર, વ્રણ, કોઢ, આફરો, સોજો, ગોળો તથા પિત્તને મટાડનાર તેમજ શરદી મટાડનાર છે.

મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધ છે. મીંઢળ ખાવાથી ઉલટી જેવું થાય છે, અને ચક્કર આવે છે. ગુમડા પર મીંઢળ ઘસીને તેનો લેપ કરવાથી ગૂમડું બેસી જાય છે.

સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ કરવાથી નાભિશૂળ મટે છે. રાત્રે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ તૈયાર કરવો. રાત્રે સૂતી વખતે આ લેપ ખીલના ડાઘાઓ પર લગાવવાથી તે દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં પર લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

આયુર્વેદીય ચિકિત્સા વિજ્ઞાન પ્રમાણે તેમાં જેટલાં વમન ઔષધોનું નિરૂપણ છે. એ બધામાં મીઢળ સર્વોત્તમ વામક ઔષધ છે.

કોઈપણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર, મીંઢળ ઉલટીઓ કરાવે છે. સહજ નવશેકા પાણી સાથે એકથી બે ચમચી મીંઢળનું ચૂર્ણ આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે. વિષ ભક્ષણ વખતે તેને બહાર કાઢવા માટે અને વધી ગયેલા પિત્તના શોધન માટે મીંઢળ ઉત્તમ ઔષધ ગણાવાય છે. વામકગુણ સિવાય ખાંસી, શરદી, ગુમડાં, વ્રણ, વિદ્રાધિ વગેરેમાં પણ તે પ્રયોજાય છે. જો એક મીંઢળનું ચૂર્ણ નવશેકા પાણી સાથે આપવામાં આવે તો તરત જ દસેક મિનિટમાં ઉલટીઓ થવા લાગે છે. ઉલટી થયા પછી પાછું ગરમ પાણી (નવશેકું) પીવડાવવામાં આવે તો પુનઃ ઉલટીઓ થાય છે.

મીંઢળનાં બીજનું ચૂર્ણ બેથી ત્રણ માશા, દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે. અને નિઃસંતાનને સંતાનો થાય છે. મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે તો યોનિપ્રદેશની ખંજવાળ દૂર થાય છે. આ વાટ મૂકવાથી યોનિપ્રદેશના સૂક્ષ્મ જંતુઓ જે શુક્રના જંતુઓનો નાશ કરે છે. તે વિષાકિત જંતુઓનો નાશ કરે છે. આ સિવાય, શ્વેતપ્રદર, રક્તપ્રદર, ચાંદી વગેરેનો પણ આ વાટ નાશ કરે છે.

મીંઢળ તેના આ અતિ ઉત્તમ ગુણોને લીધે જ લગ્ન સંસ્કાર વખતે વર-કન્યાના કાંડે બાંધવાનો રિવાજ નવદંપતીને એવો ઈશારો કરે છે કે, કદાચ ચરમલક્ષ સંતાનોત્પાદનમાં સફળ ન થાય, તો આ ફળનો ઉપયોગ કરે.