મીઠાના સત્યાગ્રહ પહેલા ગાંધીજીએ મીઠું ખાવાનું બંધ કર્યું હતું, ખોરાક કેવો હતો ?

આવું હતું ગાંધીજીનું ખાનપાન

21 દિવસો સુધી રાખ્યો હતો ઉપવાસ

ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી સત્ય, અહિંસા, સાદા-જીવન અને ઉચ્ચ વિચારો માટે ભારતીયોના બાપુ અને મહાત્મા બની ગયા. તેમનો ખોરાક કેવો હતો તે અંગે સંશોધન કરવા દુનિયા પાછળ પડી છે.  ગાંધીજી શાકાહારી હતા અને પોતાના જીવનના એક સમયે ચા અને કોફી પણ ત્યાગી દીધા હતા.

ખાનપાનની સાથે ગાંધીજીએ જેટલા પ્રયોગ કર્યા કદાચ દુનિયાના કોઈ વ્યક્તિએ આહારની સાથે આટલા પ્રયોગ કર્યા હશે. મહાત્મા ગાંધી જ્યાં ખાંડના સેવનથી પરહેજ રાખતા હતા તો સામે છેડે ફળોનો રાજા કેરી માટે પોતાની તડપથી પરહેજ કરી શકતા. પોતાના ઘણા લેખોમાં મહાત્મા ગાંધીએ આ અતિરેક માટે ઘણી વાર અફસોસ દર્શાવ્યો છે. મહાત્મા ગાંધીને કેરી ખુબ જ ગમતી હતી. ગાંધીજીએ દૂધનું સેવન પણ બંદ કરી દીધું હતું. કસ્તુરબા ગાંધીના કહેવાથી મહાત્મા ગાંધી બકરીનું દૂધ પીવા માટે રાજી થયા હતા.

લેખક નિકો સ્લેટે મહાત્મા ગાંધીએ ડાયેટ પર લખેલા પુસ્તકમાં કહ્યું છે કે સ્વસ્થ ખાવાથી ગાંધીજીના જીવનનો મુખ્ય હિસ્સો હતો. બાળપણથી જ મહાત્મા ગાંધીની સ્વસ્થ ખાવા માટેની રુચિ વિકસિત થઇ ગઈ હતી. મહાત્મા ગાંધીની માં ધાર્મિક હતા અને અવારનવાર ઉપવાસ રાખતી હતી. એવામાં એ પણ પોતાના ખાનપાનનું પણ વિશેષ ધ્યાન રાખતા હતા. સ્લેટે ગાંધીજીના પોષણ અને ખાનપાન પર 5 વર્ષના શોધ પછી પોતાના પુસ્તક ‘ગાંધીજીઝ સર્ચ ફોર પરફેક્ટ ડાયેટ’ પુસ્તક લખી છે.

ગાંધીજીને ખબર હતી કે એમના મનગમતા ફળ અને શાકભાજીમાં પ્રાકૃતિક રીતે મીઠું હોય છે માટે એ પોતાના ભોજનમાં વધારે પડતું મીઠું લેવાથી પરહેજ રાખતા હતા. સ્લેટ પ્રમાણે ,મહાત્મા ગાંધીએ 1911 થી જ મીઠારહિત ડાયેટ લેવાનું શરુ કરી દીધું હતું.જોકે 1920 પછી ગાંધીજીએ પોતાના ડાયેટમાં સહેજ અમથું મીઠું લેવાનું ચાલુ કર્યું હતું. એ પોતાના ડાયેટમાં રોજનું 30 ગ્રેન (દાણા) થી વધુ મીઠું નહતા લેતા.

મહાત્મા ગાંધીએ પોતે જ લખ્યું છે કે એ પોતાના ડાયેટમાં 8 ટોલ ફણગાવેલા ઘઉં, 8 ટોલ બદામની પેસ્ટ માટે, દરેક પાનના 8 ટોલ, 6 ખાટાં લીંબુ અને 2 ઔંસ મધ લેતા હતા. ગાંધીજી પોતાનું પહેલું ભોજન 11 વાગ્યે અને બીજું સાંજે 6.15 વાગ્યે લેતા હતા. ગાંધીજી દિવસમાં મધ એન ગરમ પાણી લેતા હતા. ગાંધીજીએ આઝાદી મળી એ પહેલા ઘણા ઉપવાસ રાખ્યા હતા. આઝાદી માટે સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધીએ 17વખત ઉપવાસ રાખ્યા અને એમનો સૌથી લાંબો ઉપવાસ 21 દિવસનો હતો. મહાત્મા ગાંધીએ 1913 થી લઈને 1948 એટલે કે આઝાદી મળ્યા પછી પણ ઉપવાસ રાખ્યો. અહિંસાના આ પુજારીએ ખાનપાનની સાથે જેટલા પ્રયોગ કર્યા એટલા કદાચ જ ઇતિહાસમાં કોઈ મહાપુરુષે ખોરાક સાથે કર્યા હશે.

મહાત્મા ગાંધીનું માનવું હતું કે જે પ્રમાણે જીવવા માટે આપણને હવા અને પાણીની જરૂર પડે છે એ રીતે શરીરને પણ પૌષ્ટિક તત્વોની જરૂર હોય છે. એ જ કારણ હતું કે એ ખાનપાનને વિશેષ મહત્વ આપતા હતા. મહાત્મા ગાંધીનો જન્મ શાકાહારી પરિવારમાં થયો પણ લેખક હેનરી સ્ટીફન્સ સોલ્ટનો એમના શાકાહાર પ્રયોગ પર વિશેષ પ્રભાવ હતો. સોલ્ટના પ્રભાવથી જ મહાત્મા ગાંધીએ પોતાની શાકાહારી ભોજન પસંદ કર્યું.

મહાત્મા ગાંધીને દાળભાત પસંદ હતા. દાળમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે. ગાંધીજીની જેમ જ દરેક ભારતીય દાળભાતને ખુબ જ પસંદ કરે છે. રોટલી,ગાંધીજીની મનગમતી હતી. એ પોતાના આહારમાં રોટલીને હંમેશા શામેલ કરતા હતા. ગુજરાતી પરિવારમાં જન્મ લીધો હોવાને કારણે બાળપણથી જ રોટલી ગાંધીજીને ગમતી હતી. રોટલી એવી વસ્તુ છે કે જેને ગાંધીજીએ આજીવન ખાધી.

મહાત્મા હંમેશા પોતાના આહારમાં દહીંને શામેલ કરતા. જેમ કે આપણે બધા જાણીયે છે કે દહીં અને છાશ એવી વસ્તુ છે કે જે દરેક ભારતીયને લગભગ પસંદ હોય છે અને લોકો એને પોતાના આહારમાં શામેલ કરે છે. દહીં અને છાશ પાચનક્રિયા માટે ખુબ જ લાભકારી હોય છે. ગાંધીજીને રીંગણ પણ ઘણા જ પસંદ હતા. મહાત્મા ગાંધી પોતાના ભોજનમાં બાફેલું રીંગણ લેતા હતા.