હેડિંગ-લોકોશાહીના મૂલ્યોનો હ્રાસ કરીને મીડિયાના સત્તાધિશોને દંડવત
લોકતાંત્રિક મૂલ્યોને બચાવવા માટે હજુ પણ સંઘર્ષ યથાવત
વિશ્વવિખ્યાત દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ફી વધારાનો મામલો ગરમાયો છે. મામલો સંસદ સુધી કૂચ કરવા ઉપર પણ પહોંચી ગયો હતો. સંસદમાં પણ આ મુદ્દો ગરમાયો હતો. આ ફી વધારાને કારણે જાણે કે દિલ્હી સહિત દેશમાં આગ ફાટી નિકળી હતી. દેશની અનેક યુનિવર્સિટિની ફી કમરતોડ છે. મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના વાલીઓને ફી વધારાના ફાંફા પડી રહ્યાં છે. ત્યારે વિવાદોને કારણે ચર્ચામાં રહેલી નવી દિલ્હીની આ પ્રખ્યાત યુનિવર્સિટિમાં દેશના વિખ્યાત વરિષ્ઠ પત્રકાર રવિશકુમારે વિવાદોમાં ઘેરાયેલી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટિમાં લોકશાહી અને આજના મીડિયા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
લોકશાહી અને મીડિયા ની જવાબદારી ઉપર દરેક પાસાઓની રવિશકુમારે ચર્ચા કરી હતી. તેમણે લોકશાહીના મૂલ્યો અને મીડિયા ની બદલાતી જતી તાસિર અને તસવીર અંગે ચર્ચા કરી હતી. 17 જાન્યુઆરી 2017ના દિવસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે શપથગ્રહણ કર્યા હતાં. ટ્ર્મ્પના પદગ્રહણ કર્યા બાદ પત્રકારો અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વચ્ચે તણાવ વધ્યો હતો. અખબારી જગતે ટ્રમ્પ સામે રિતસરનું જાણે રણશિંગુ ફૂક્યું હતું. જોકે ભારતમાં 2014થી મીડિયા ની દાનત બદલાઇ ચૂકી હોવાનો પણ તેમણે સૌથી મોટો આરોપ લગાવ્યો હતો. વિશ્વગુરૂ ભારત શું કરી રહ્યો હતો તેવો તેમણે સટીક સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે જ્યારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનું પત્રકાર જગત સત્તા સામે બાથ ભીડી રહ્યું હતું ત્યારે જ ભારતનું પત્રકાર જગત સત્તા સામે સમર્પણ કરી રહ્યું હતુ. પહેલીવાર હિન્દુસ્તાનમાં લોકતંત્રના મૂલ્યોનો મીડિયા દ્વારા હ્રાસ થઇ રહ્યો હતો.
મીડિયા ની જવાબદારીની ભારોભાર ટીકા કરતાં રવિશકુમારે કહ્યું હતુંકે મીડિયા જાણે કે એક વ્યક્તિ સમક્ષ સાષ્ટાંગ દંડવત કરી રહ્યું હતું. તેમણે લોકતંત્રના મૂલ્યોનો હ્રાસ એટલે સુધી પહોંચી ગયો હતો કે દેશના ટોચના અખબારો અને ચેનલોના એડિટરોએ જે રીતે પોતાનુ સ્તર નીચે લાવી દીધું છેતે શરમજનક છે. ફક્ત દિલ્હીના જ નહીં પરંતુ દેશભરની ચેનલો અને અખબારોએ પોતાની તમામ તાકાત એક જવ્યક્તિની પૂજા અને સ્તુતિ કરવાનું શરૂ કરી દીધું હતું. જે દેશના ઇતિહાસમાં કલંકિત ઘટના ગણાવાઇ રહી છે.
સરકાર સામે કોઇપણ સમાજ , ખેડૂત અને સમસ્યાઓનો સામનો કરનારા લોકો આંદોલન ચલાવે છે ત્યારે મીડિયા તેમની વિરૂધ્ધમાં થઇ જાય છે.એટલે થઇ જાયે છેકે તે જી હજૂરી ઉપર ઉતરી આવ્યું છે. જેએનયુમાં પણ ફી વધારાનો મામલો ગરમાયો ત્યારે પણ મીડિયા ની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. મીડિયા જાણે હજૂરે હિન્દને નુકસાન ન થાય તે માટે વિદ્યાર્થીઓના વિરોધી બની ગયું હતું. જો લોકતંત્રના મૂલ્યો જાળવવા વાળુ મીડિયા હોત તો આ મુદ્દો ઉઠાવ્યો હોત અને સરકારને આ મામલે ઝુકવું પડ્યું હોત.પરંતુ જ્યાં જ્યાં લોકશાહીના મૂલ્યોનું વર્તમાન સમયમાં પતન થયું હોય તો તેમાં મૂલ્યોની ભૂમિકા સૌથી વધુ મહત્વપૂર્ણ રહી છે.
એનઆરસી મુદ્દો ઉઠાવતાં રવિશકુમારે કહ્યું કે આજે દરેક નાગરિક પરેશાન છે. પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યાં છે દેશના નાગરિકો અને પોતાની જમીનના દાખલાની કોપી લઇને લોકો દેશના નાગરિક સાબિત કરવા માટે લાઇનોમાં ઉભા રહે છે. આ સમગ્ર મામલે મીડિયા ની જવાબદારી ભૂલાઇ ગઇ હતી. આજે સંસદમાં જાહેર કરી દેવામાં આવ્યું છેકે હવે નાગરિકતાનો મુદ્દો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે તો પણ મીડિયા ચૂપ રહ્યું છે. જે આરતી ઉતારવાની મીડિયા ની ઉંચાઇ તરફ અંગુલી નિર્દેશ કરે છે.
જેએનયુમાં ફી વધારોનો મુદ્દો જે રીતે ઉછાળવામાં આવ્યો હતો . મીડિયા એ જેએનયુને સમગ્ર દેશમાં વિલન ચિતરી દેવામાં આવી હતી. ભારતીય લોકતંત્રના મૂલ્યોને મીડિયા એ પીઠ ઉપર નહીં પરંતુ છાતી ઉપર છૂરો ભોંક્યો છે. યુનિવર્સિટિ ઉપર હુમલો નાનીસૂની વાત ન હતી. જેએનયુમાં ભણતી વિદ્યાર્થિનીઓની પણ છબી ખરડવાનો પ્રયાસ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો.જેને કારણે વિદ્યાર્થીઓ જેએનયુમાં ભણવા ન જાય તેવો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.
લોકતંત્રને બચાવવું હોય આપણમાં લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે ઝઝુમવું પડી રહ્યું છે ઝઝુમો , સંઘર્ષ કરવાની જરૂરિયાત છે. દહેરાદૂનના વિદ્યાર્થીઓનું ઉદાહરણ છે કે આયુર્વૈદિક યુનિવર્સિટિના વિદ્યાર્થીને સલામ કરવાનું મન થાય છે કે આ વિદ્યાર્થીઓ ફી વધારા સામે બે બે મહિનાથી સંઘર્ષ કરે છે. જ્યારે મગધ યુનિવિર્સિટિના વિદ્યાર્થીઓ જોકે આ મામલે સંઘર્ષ કરવા તૈયાર નથી.
મીડિયા એ જે રીતે પોતાની વિશ્વસનિયતા ગુમાવી છે તે આજસુધીના ઇતિહાસમાં બન્યુ નથી. મીડિયા ની ચાંપલૂસીની જે હદ વટાવી છે તે લોકશાહીના ચોથા સ્તંભને શોભતુ નથી. ટીવી ન્યૂઝ ચેનલોએ જે દાટ વાળ્યો છે જે રીતે મોદી સરકારની આરતી ઉતારી રહી છે તે પત્રકારત્વની ઘોર ખોદી રહ્યાં છે.
હવે સમય પાકી ગયો છે કે મીડિયા સામે પણ આંગળી ઉઠાવવાનો. જે મીડિયા અગાઉ લોકોશાહીના મૂલ્યો માટે સત્તા સામે સંઘર્ષ કરતું હતું તે આજે નતમસ્તક અને નીચી મુંડીએ સત્તાધિશોના તળિયા ચાટી રહ્યું છે.પરંતુ હજુ યુવાનોમાં હામ છે અને સંઘર્ષ કરવાની અને માટે જ આજે પણ દેશનું અધઃપતન થયું નથી. લોકતાંત્રિક મૂલ્યો જીવીત છે અને બચી રહ્યાં છે. આવા લોકઆંદોલનોને કારણે બાથ ભીડવાની તૈયારીઓને કારણે જ દેશમાં લોકશાહી જીવંત છે.