રાષ્ટ્રીય યૂથ કોંગ્રેસ બેરોજગારી રજિસ્ટર બનાવવાનું અભિયાન ચલાવશે. યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે જાહેર કર્યું છે કે, દેશમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી છે. મોદી સરકારે છ વર્ષ પહેલા કહ્યું હતું કે, દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું. આ હિસાબે જોઈએ તો, 12 કરોડ નોકરીઓ આપવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કેટલી નોકરી આપી તેના કોઈ આંકડા સરકાર પાસે નથી. ખેડૂતો અને હવે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. તળીયે જતાં જીડીપી પર કોઈ વાત કરતું નથી. નોકરી પર સવાલો કરતા પકોડા તળવાની સલાહ આપે છે. પણ ડુંગળી 150 રૂપિયા થઈ ગઈ છે તો પકોડા પણ કઈ રીતે બનાવીએ ? યૂથ કોંગ્રેસે એનઆરયુ અભિયાન માટે ટોલ ફ્રી નંબર 8151994411 પર મીસ કોલ કરીને નોંધમી થઈ રહી છે.
6 હજાર લોકરક્ષક માટે 12 લાખ બેકાર યુવાનોએ અરજી કરી હતી. રોજગાર કચેરીએ દર વર્ષે 6 લાખ બેકારોની નોંધણી થાય છે. ન નોંધણી કરાવતાં હોય એવા 75 લાખથી વધું હશે.
2016માં પોલીસ ભરતી માટે 15 લાખ બેકાર યુવાનોએ અરજી કરી હતી. 2016માં પંચાયત વર્ગ 3ની ભરતી માટે 15 લાખ યુવાનોએ અરજી કરી હતી. સરત મહાનગર પાલિકામાં 89 હજાર યુવાનોએ અરજી કરી હતી.
કોંગ્રેસના વિધાનસભ્યોએ જુલાઈ 2019ના વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાત સરકારે રોજગારીના આંકડા જાહેર કર્યા હતા જેમાં બે વર્ષમાં ગુજરાતના વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જિલ્લામાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી.
ગુજરાતના 33 જીલ્લાઓમાં 4,02,391 શિક્ષિત અને 22,599 અર્ધશિક્ષિત બેરોજગારો છે. બે વર્ષમાં 5,497 વ્યક્તિઓને સરકારી નોકરી અપાઇ છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 44,384 શિક્ષિત બેરોજગારો છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદના 171 ઉમેદવારને સરકારી નોકરી મળી છે.
સુરત જીલ્લામાં 24, 020
વડોદરા જીલ્લામાં 27,666 યુવાનો બેકાર હતા.
આમ કોંગ્રેસનું આ અભિયાન સફળ થઈ શકે છે.
ખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં બેરોજગારી ઘટી રહી છે.
પણ ખરેખર તો
2011-12માં 0.5 ટકા બેરોજગારી વધીને 2017-18માં 4.8 ટકા થઈ ગઈ હતી. ત્યારે પણ મોદી એવું કહેતાં હતા કે બેકારી ઘટી છે. ગ્રામ્ય વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારી 2011-12માં 0.8 ટકા હતી જે વધીને 2017-18માં 14.9 ટકા હતી.
2017-18માં શહેરોમાં 5.2 ટકા અને ગ્રામ્યમાં બેકારીનું પ્રમાણ 4.3 ટકા હતું. ગુજરાતના યુવાવર્ગમાં બેકારીનું પ્રમાણ પણ વધ્યું છે.
ગુજરાતમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ કૉર્સ સુધીનો અભ્યાસ ધરાવતા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ 30.3 ટકા છે.
સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવતા 9.1 ટકા, અનુસ્નાસ્તક સુધીનો અભ્યાસ ધરાવતા 12.8 ટકા લોકો બેરોજગાર છે.