મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મતક્ષેત્રમાં જ શિક્ષણની ફરિયાદો

રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ભાજપ સરકાર પ્રયત્નશીલ રહી છે તો બીજી તરફ સરકારનું શિક્ષણ વિભાગ છાશવારે બેદરકારી કરવા માટે જાણીતું થઈ ગયું છે પરિણામે વિભાગની ઘોર બેદરકારી નો ભોગ રાજ્ય સરકાર બનતી હોય છે આવી જ એક ઘટના આજે બની હતી
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈ જન્મતિથિ નિમિત્તે દેશભરમાં નેશનલ ગુડ ગવર્નસ ડે રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા આયોજીત “નેશનલ ગુડ ગવર્નનન્સ ડે” ની ઉજવણી મા સરકાર ના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એક પળ માટે અસમંજસ ની સ્થિતિ માં આવી ગયા હતા. જો કે બગડતી છબી સુધારવા મુખ્યમંત્રી એ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ને કડક સૂચના આપી હતી.
રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ પ્રોજેક્ટો ના ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા ની સરકારી શાળાઓ ,આંગણવાડીઓ ના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો અને આ લાઈવ કાર્યક્રમ દરમિયાનશિક્ષણ અને સરકાર દ્વારા અપાતી વિવિધ શૈક્ષણિક સહાયો અંગે સંચાલકો અને વિદ્યાર્થીઓના પ્રતિભાવો જાણ્યા હતા.
તબક્કાવાર જિલ્લાઓ સાથેના સીધા વાર્તાલાપ ના લાઈવ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને હજી સુધી સરકાર દ્વારા અભ્યાસ હેતુ માટે આપવામાં આવતા ટેબલેટ નહીં મળ્યા હોવાની ફરિયાદ શાળાની વિદ્યાર્થીની એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને સીધા વાર્તાલાપ દરમિયાન કરી હતી તો બીજી તરફ સીધા વાર્તાલાપના લાઈવ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થિનીએ ટેબલેટ નહીં મળ્યા હોવાની રાવ વિજય ભાઈ ને નાંખતા મુખ્યમંત્રી વિજયભાઈ એ શાળા સંચાલકો અને વિદ્યાર્થીને તાત્કાલિક ટેબલેટ ઉપલબ્ધ કરાવવા સ્પષ્ટતા કરી હતી. એટલુંજ નહિ એ મામલે અધિકારી ઓ ને પણ કડક સૂચના સ્થળ ઉપરજ આપી હતી.
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની સરકારી શાળા નં 3 મા 121.80 લાખના 14 વર્ગખંડોના ઈ – લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન તે જ શાળાની બાળા એ મુખ્યમંત્રી ને ટેબલેટ નહીં મળ્યા ની સીધી કરેલી ફરિયાદ નું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી વિજયભાઈ એ ખાતરી આપી હતી એટલું જ નહીં કાર્યક્રમના અંતે સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ને બાળાની ફરિયાદનું નિરાકરણ લાવવા સ્થળ ઉપર કડક સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ સાથે ના સીધા વાર્તાલાપ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ મહેસાણા જિલ્લાની શાળાના બાળકો ને પૂછ્યું હતું કે શું તમને અભ્યાસ માટે આપવામાં આવતા ટેબલેટ મળ્યા ? જેના ઉત્તરમાં તે જ શાળાની એક વિદ્યાર્થિનીએ બાળકોને ટેબ્લેટ નહીં મળ્યા હોવાની રજૂઆત કરી હતી.
તો બીજી તરફ રાજકોટ ટેકનીકલ એજયુકેશન ચલાવતી એ વી પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટ માટે 984 લાખના 2 બિલ્ડીંગ ના ઇ લોકાર્પણ પ્રસંગે ચાલી રહેલા સીધા વાર્તાલાપ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ઇન્સ્ટિટયૂટ માં ભણતા વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો હતો કે શું તમારા અભ્યાસ માટે પૂરતા શિક્ષકો છે ? જેના ઉત્તરમાં વિદ્યાર્થીઓએ હાલમાં બે શિક્ષકોની ઘટ હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરી હતી જોકે વિદ્યાર્થીના પ્રશ્નનું નિરાકરણ લાવવા ખુદ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને શાળા સંચાલકોના લાઈવ સીધા સંવાદ દરમિયાન બે ફરિયાદો મહત્વની બની હતી જેમાં એક નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈના મતવિસ્તારની હતી જ્યારે બીજી ફરિયાદ મુખ્યમંત્રીના રાજકોટની હતી.
નીતીનભાઇ પટેલ ના મતક્ષેત્ર મહેસાણા ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં ટેબલેટ નહીં મળ્યાની ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના રાજકોટની ટેકનિક કોલેજમાં શિક્ષકોની ઘટ અંગે ની ફરિયાદ જોવા મળી હતી ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ના ખુદના મત વિસ્તારમાં જ શિક્ષણને લગતી આ ફરિયાદ ચર્ચાના એરણે ચડી છે.