મુખ્ય પ્રધાન એવું કેમ બોલ્યા, મહંગાઈ બદનામ

મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના હેઠળ 1 લાખ યુવાનોને નોકરી આપવાના લક્ષ્યાંક સામે 53000 યુવાનોને નોકરીનાં આદેશ ડિસેમ્બર 2018માં અપાશે, તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  યુવક મહોત્સવનો પ્રારંભ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઉત્તર ભારતના લોકોની હિજરતથી અને યુવાનોના પ્રહારોથી ચારેબાજુ ઘેરાઈ ગલેયાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારો તો એ જ નિર્ધાર છે કે ‘અયોધ્યા મે રામ, યુવાનો કો કામ, કિસાનો કો દામ, મહંગાઈ બદનામ, હટા દો ભ્રષ્ટાચારી બદનામ’.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવની સાથે વિદ્યાર્થીઓને નમો ઈ – ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રૂ.12 હજારની કિંમતના 4G ટેબ્લેટ સરકારને રૂ.6 હજારથી વધુની કિંમતમાં પડે છે, તે ટેબલેટ વિદ્યાર્થીઓને રૂ.1 હજારના દરે આપવામાં આવે છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા 10 હજાર વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે ટેબલેટ આપવામાં આવશે.