મુખ્ય પ્રધાન તેની કચેરીમાં ગટર, રોડ, એસ ટી બસ પર પણ નજર રાખે છે

ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનના મોનિટરિંગ સાથોસાથ આ ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરો- ડી.ડી.ઓ. – એસ.પી. સાથે વિડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ –બેઠક કરી શકાય છે. સરકારની જાહેર સેવા  એસ.ટી. બસ સેવા, 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા વગેરેનું રિયલ ટાઇમ મોનિટરિંગ તેમજ શહેરી વિસ્તારોની સ્ટ્રીટલાઇટ તપાસણી વગેરે મુખ્ય પ્રધાનની કચેરીમાં જ જોઈ શકાતાં જનસેવા સુધરી છે. શિક્ષણ વિભાગના ઓનલાઇન એટેન્ડન્સ, ઇ-ગુજકોપ તેમજ RTO ચેકપોસ્ટ ઓનલાઇન મોનિટરિંગની સિસ્ટમ પણ કામ કરે છે.