મુખ્ય પ્રધાન રૂપાણી અને ઠાકોર સામે ગુનો દાખલ, તો ગુજરાતમાં 3 MLA સામે કેમ ગુનો નહીં ?

ગુજરાતમાં હિન્દી ભાષી પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉત્તરભારતીઓ પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને ભાજપની રૂપાણી સરકારે હુમલાની જવાબદારી અલ્પેશ ઠાકોર પર નાંખી દીધી છે. ખરેખર તો ભાજપની સરકારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સામે હજુ સુધી કોઈએ ગુનો દાખલ કર્યો નથી.

ગુજરાતના બનાવોના પડઘા છેક યુપી અને બિહારમાં પડી રહ્યા છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ એવું કહ્યું હતું કે સ્થાનિક ફેક્ટરીઓમાં 80 ટકા મજુરો-કારીગરો સ્થાનિક રાખવામાં આવશે અને જે ફેક્ટરી એવું નહી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિજય રૂપાણીના આ નિવેદનનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.

જ્યારે અલ્પેશ ઠાકોર દ્વારા ઉશ્કેરણી, ભડકાઉ ભાષણ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં હવે બન્ને વિરુદ્વ કેસ ચાલશે.

ભાજપના ધારાસભ્ય હવે કારખાનામાં કામ ગરીબ મજૂરોને નિશાન બનાવી રહ્યા છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પરપ્રાંતિય (હિન્દીભાષી-ઉત્તર ભારતીય) સામે ધમકી આપીને કહ્યું છે કે, ઉત્તર ગુજરાતના કારખાનાઓમાં જો 80 ટકા ગુજરાતીઓને નોકરી નહીં આપવામાં આવી હોય તો તે બરાબર નહી થાય. હું આ બધી ફેક્ટરી તપાસવાનો છું. રાજેન્દ્રસિંહે કહ્યું છે કે જો કારખાનાઓમાં 80 ટકા સ્થાનિક ગુજરાતીઓને રોજગારી આપવામાં નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે. ભાજપના રાજેન્દ્રસિંહે કહ્યું કે સ્થાનિક લોકોએ રોજગાર નહીં અપાય અને જો બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ એવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.

ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે હું તત્કાલ ફેક્ટરીઓનો સરવે કરાવીશ અને જો 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં 50 ગામના લોકો અહીં હાજર છે, ત્યારે કહું છું કે, મારે લો એન ઓર્ડરની સાથે આંદોલન કરવું પડશે તો હું કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. પરંતુ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે નહીં ચલાવી લઇએ. આવું જ કોંગ્રેસના અલેપ્શ ઠાકોર કહી રહ્યાં છે. લોકોને ઉશ્કેરતાં હોવા છતાં આ બન્ને ધારાસભ્યોની સામે કોઈ ગુનો દાખલ કરાયો નથી.

કોંગ્રેસના ડીસાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલાઓને ઉશ્કેરતાં કહ્યું હતું કે, બળાત્કાર કરનારને જીવતો સળગાવી દેજો જોઈએ. આમ તેમનું આ નિવેદન તો અત્યંત ઘાતકી છે. છતાં તેમની સામે કોઈ ગુનો દાખલ કરાયો નથી.

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર ગુજરાતમાં હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. જેનો લાભ ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો લઈ રહ્યાં છે. વિપક્ષ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો સામે સરકાર પોતાની જવાબદારીથી છટકીને કોંગ્રેસ પર દોષ ઢોળી રહી છે.

રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે. અને બીજી વાત યુવાનોની એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિઓ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જાહેર કર્યું હતું કે જે કોઇપણ ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિક લોકો હોવા જોઇએ.

કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો દ્વારા હિન્દી ભાષી કામદારો, કારીગરો અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.

એક તરફ ભાજપે હિન્દી ભાષીઓ અંગે કોંગ્રેસના  અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને ધેરી લીધી છે તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય દ્વારા હિન્દીભાષીઓને નિશાન બનાવવામાં આવતા વિખવાદો વકરી રહ્યાં છે.

વડાપ્રધાન ગંભીર

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ અને હિજરતનાં મામલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે મુખ્યપ્રધાન  વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઝાટકણી કાઢી છે. બિહાર મુખ્યપ્રધાન નીતીશ કુમાર તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે  વિજય રૂપાણીનો સંપર્ક કરી હકીકતની જાણકારી મેળવી હતી. તેમને સલામતીની ખાતરી આપ્યા બાદ પણ ગુજરાતમાં હુમલાઓ ચો ચાલુ છે. તેથી ગુજરાત સમગ્ર દેશમાં અને વિદેશમાં બદનામ થઈ ગયું છે. તેથી ભાજપના આ બન્ને નેતાઓ ગુજરાત સરકારથી ખુશ નથી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી છે અને લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં વર્ગવિગ્રહ, જાતિવાદની ઘટનાઓને અંકૂશમાં લેવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. તેથી ભાજપ પણ બદનામ થયો છે.