મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે ગુનો દાખલ કરાયો, પ્રદીપ જાડેજા સામે નહીં

ગુજરાતમાં હિન્દી ભાષી પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉત્તરભારતીઓ પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને ભાજપની રૂપાણી સરકારે હુમલાની જવાબદારી અલ્પેશ ઠાકોર પર નાંખી દીધી છે. ખરેખર તો ભાજપની સરકારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા છે. પણ તેમની સામે હજું સુધી કોઈએ ગુનો દાખલ કર્યો નથી.

ગુજરાતના બનાવોના પડઘા છેક યુપી અને બિહારમાં પડી રહ્યા છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ એવું કહ્યું હતું કે સ્થાનિક ફેક્ટરીઓમાં 80 ટકા મજુરો-કારીગરો સ્થાનિક રાખવામાં આવશે અને જે ફેક્ટરી એવું નહી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિજય રૂપાણીના આ નિવેદનનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.

જ્યારે અલ્પેશ ઠાકોર દ્વારા ઉશ્કેરણી, ભડકાઉ ભાષણ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં હવે બન્ને વિરુદ્વ કેસ ચાલશે. વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. હિન્દી ચેનલે આ સમચારને બ્રેકીંગ ચલાવ્યા છે.