મહેસાણાના અંબાજી મંદિરનાં મહંત રામકિશોરદાસ મહારાજ ચરસ-ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે મહંતને વેચાણ કરવા આવેલ હિમાચલ પ્રદેશનાં દંપતિ અને પુત્ર પાસેથી રૂપિયા ૮૦ હજારનાં ચરસ-ગાંજાનો જથ્થો કબજે કરીને ચારેયની ધરપકડ કરી હતી. હિમાચલ પ્રદેશનાં પાસીંગની એક ક્રેટા કારમાં ત્રણ ઈસમો પ્રેમસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, તેની પત્ની દુર્ગાપુરી અને તેનો પુત્ર અશ્વિન ચરસ-ગાંજો વેચાણ કરવા આવ્યા હતા. દુર્ગાપુરી નામની આરોપીની તબિયત લથડી હતી. તેથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મહેસાણામાં ચરસ અને ગાંજો લઈને પાંચ થી છ વખત વેચાણ કરવા આવ્યા હતા. રૂ.૬૬૦૭૦ ની રોકડ રકમ, રૂપિયા ૧૦ લાખની ક્રેટા કાર, રૂપિયા ૧૨,૫૦૦ નીકિંમતનો મોબાઈલ, વજનકાંટો, બાટ મળીને કુલ રૂા. ૧૧,૫૯,૫૦૦ મુદ્દામાલ પકડી લીધો છે. મહારાજ ઉર્ફે રામકિશોરદાસ ગુરૂ જાનકીદાસ બૈરાગી, રહે.મહેસાણા, મૂળ-ભવાનીપુર(ચોટાહી), તા.પરસોની, જી.સીતામઢી(બિહાર)ના મૂળ વતની છે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English