“મેરે દોસ્ત મેરી જાન” સોશિયલ મિડિયા ગૃપ દ્વારા સેવા

મોડાસામાં સોશિયલ મીડિયા થકી અરવલ્લી જીલ્લામાં અનેક ગ્રુપ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. દર વર્ષે 30 મી જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે, સોશિયલ મીડિયા દ્વારા આપણે દૂર બેઠેલા લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ. આપણા અભિપ્રાય આપી શકીએ છીએ, રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.
અરવલ્લી જીલ્લામાં સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપો થકી યુવાનો અને જીલ્લાવાસીઓ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી સદ્ ઉપયોગ કરી રહ્યા છે.  “આપણું મોડાસા” “મોડાસા સિટી” “આપણું મોડાસા શહેર” થકી જીલ્લાના પ્રજાજનો અન્ય શહેરો, રાજ્યો અને વિદેશમાં નોકરી,ધંધા રોજગાર થકી વસવાટ કરતા હોય તેમને જીલ્લામાં બનતી તમામ ઘટનાઓની પળેપળ ની માહિતી મળી રહે તેવો પ્રયાસ થઇ રહ્યો છે.
મોડાસા શહેરમાં સોશિયલ મીડિયા થકી બનેલ “આપણું મોડાસા” ગ્રુપમાં સામાજિક સદભાવના, સમાનતા સાથે યુવાનો,યુવતીઓ,મહિલાઓ અને અગ્રણીઓના બનેલ આ ગ્રુપ થી મોડાસા શહેરમાં ગરીબ બાળકો,વિદ્યાર્થીઓ અને જરૂરિયાત મંદ લોકોની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં ફેસબુક,વોટ્સએપ્પ પર અનેક ગ્રુપ થકી યુવકો લોકોને મદદરૂપ બની રહ્યા છે “મેરે દોસ્ત મેરી જાન” અન્ય એક ગ્રુપ પણ જરૂરિયાત મંદ લોકોની સેવા માટે કાર્યરત છે.