સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં જ સમયથી લોકોને અંધશ્રઘ્ધા અને ઘરમાં મેલુ છે તેની વિધી કરવાનાં બહાને વાતામાં ફસાવી છેતરપીંડી કરતી નાથ બાવાની ગેંગનાં બે સભ્યોને અમરેલી એસ.ઓ.જી.એ ઝડપી લીધેલા હતા. ગેંગનાં અલગ અલગ સભ્યોએ સૌરાષ્ટ્રનાં રાજકોટ, મોરબી, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં 105થી પણ વધુ સ્થળોએ આવી રીતે છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટ જિલ્લાનાં પડધરીગામે રહેતાં રાયધન ઉર્ફે ભુરી કાનાભાઈ રાઠોડ, (નાથબાવાજી) તથા અરવિંદ ઉર્ફે અન્નો ઉર્ફે અનીલ બાબુભાઈ માંગરોળીયા રે. આજી ડેમ ચોકડી, રાજકોટવાળાને ઝડપી લેવાયા છે.
આ ગેંગનાં હજુ સૌરાષ્ટ્રભરમાં 12 જેટલાં આરોપીનાં નામ પણ અમરેલી પોલીસને મળ્યા હતા જયારે જુનાગઢનાં પંકજભાઈ સોની, રાજકોટનાં હીતેશભાઈ સોની તથા રાજકોટનાં રાજપરા જવેલર્સ વાળા મિલનભાઈ ભાષ્કરભાઈ રાજપરા આ ગેંગ સોનાનાં દાગીનાં ખરીદતાં હતા.
અમરેલી જિલ્લા ઉપરાંત આખા સૌરાષ્ટ્રની પોલીસની ઉંઘ હરામ કરી દેનારો આ ગેન્ગનો પર્દાફાશ કરવાની સાથે પોલીસે આરોપી પાસેથી 1 મોટરસાયકલ, મોબાઈલ ફોન, રૂ20,850 પકડી પાડ્કયા હતા.