સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવોની ઊજવણી મન ભરીને કરવામાં ગુજરાતીઓ વિશ્વમાં પ્રસિદ્ધ છે. જન્માષ્ટમી, ધુળેટી, નવરાત્રી, શિવરાત્રી, રક્ષાબંધન, વિક્રમ સવંત, ઈસુનું નવું વર્ષ, ઋષિપંચમી દરેક તહેવારમાં લોકો જીવી જાણે છે. તેના માટે મેળાઓ ભરાય છે. ગુજરાતમાં 1500થી 1600 જેટલાં લોકમેળા ભરાય છે. જેમાં ગુજરાતી ભોજન ઉપરાંત ભારત અને દુનિયાના તમામ જાતના ફૂડ મળે છે. લોકો પેટભરીને તે ખાય છે. પણ તે કેવું ખાય છે તે કોઈ તપાસ કરતું નથી. ખોરાક વિભાગ પણ પુરતી તપાસ કરતું નથી. ખાવા પિવાની ચીજોમાં ભરપૂર ભેળસેળ કરીને વેપારીઓ આર્થિક લૂંટ ચલાવે છે.
જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રમાં 703 મેળાઓ ભરાયા હતા. જેમાં 2 કરોડ લોકો વર્ષભરમાં જાય છે અને પેટભરીને નાસ્તો કરે છે કે જમે છે. તે કેવું ખાય છે તેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પણ તેમાં રાજકોટને બાદ કરતાં ક્યાંય ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી નથી. ચકાસણીમાં પડાયું છે કે, મેળામાં વેચાતા ઢોકળામાં કપડા ધોવાનો સોડા, ગોલામાં રંગ માટેનું ખતરનાક કેમિકલ, ઉપવાસની ફરાળી ચીપ્સમાં મકાઈનો લોટ, ફ્રૂટ જ્યૂસમાં ફ્રૂટના બદલે એસન્સવાળું સુગર સીરપ, વાસી ચટણી, સડેલા શાકભાજી વગેરેમાં ભેળસેળ થતાં ત્રણ દિવસમાં આરોગ્ય શાખાએ 1887 કિલોગ્રામ અખાદ્ય પદાર્થ અને 180 લીટર વાસી ચટણીનો નાશ કરી 17000 રૂપિયાનો દંડ કરાયો હતો.
દૂધમાં કેવી ભેળસેળ થઈ રહી છે
સરકારી આંકડા મુજબ દૂધ એ ભારતમાં સૌથી વધુ ભેળસેળ કરવામાં આવતી ચીજ છે. જો કે દૂધની ભેળસેળને ગ્રાહક દ્વારા બહુ ગંભીરતાપૂર્વક લેવામાં આવતી નથી. દૂધની ભેળસેળમાં પાણીનું ઉમેરવા, ફેટ કાઢી લેવી, કાંજી ઉમેરવી, મલાઇ કાઢી લીધેલા દૂધ પાઉડરનો ઉમેરો, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ જેવા અક્રિયક રસાયણ જણાયા છે. યુરિયા ખાતર, એમોનિયમ સલ્ફેટનો ઉમેરો અને ખાંડનો ઉમેરો પણ થતો હોવાનું પ્રકાશમાં આવેલું છે. દૂષકોના પ્રકારમાં ડી.ડી.ટી. જેવા જંતુનાશકોના અવશેષ, ઓકિસટેટ્રાસાયકિલન, પેનિસિલિન અને સ્ટ્રેપ્ટોમાયસીન જેવી પશુચિકિત્સામાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. અમુક કિસ્સાઓમાં તો દુધને ફાટી જતું અટકાવવા માટે અથવા દૂધ સામાન્ય તાપમાને સામાન્ય સ્થિતિમાં જળવાઇ રહે તે માટે જેન્ટામાયસીન પણ ઉમેરવામાં આવતું હોય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી બજારમાં ”સિન્થટિક દૂધ” મળતું હોવાના અખબારી અહેવાલો પણ મળ્યા છે. આવું કહેવાતુ સિન્થટિક દૂધમાં પાણી, દ્રાવ્ય ડીટરજન્ટ, ખાંડ, યુરિયા અને સોયાબિન જેવા વનસ્પતિજન્ય ચરબીમાંની મિલાવટથી બનતું હોય છે. અને તે લેબોરેટરીમાં તૈયાર થતું હોય છે.
દૂધમાં ભેળસેળથી આરોગ્ય પર ખતરનાક અસર
સૌથી વધુ દૂધ બાળકો કરે છે. દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. હાડકાના વિકાસ માટે જે કેલ્શિયમની જરૂર પડે છે તેના મહત્વના સ્ત્રોત તરીકે દૂધને ગણવામાં આવે છે. ઉપરની તમામ માન્યતાઓ દૂધ શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ થાય તેવી ધારણાના આધારે કરેલી છે. દૂધમાં મોટાપાયે કરવામાં આવતી ભેળસેળના કારણે ઉપરના તમામ ગુણધર્મો નાશ પામે છે. ખરેખર તો તે આરોગ્ય માટે જોખમ બને છે. ભેળસેળયુકત દૂધનું સેવન કરતા બાળકો કુપોષણ અને અલ્પપોષણનો ભોગ બને છે. આની અસરો પાછલી જીંદગીમાં જોવા મળે છે. ઓકિસટેટ્રાસાયકલીન એક એવું જંતુનાશક છે, જે જોવા મળે છે. ઓકિસટેટ્રાસાયકલીનથી કેલ્શિયમના ચયાપચયમાં વિક્ષેપ પડે છે અને આ રીતે હાડકાના વિકાસમાં અસરો થવાની સંભાવના રહેલી છે. દૂધમાં રહેલા જંતુનાશકના સેવનથી સંવેદનશીલ વ્યકિતઓમાં એલર્જીંક (વિકાર) અસરો થતી જોવા મળે છે. આવા દૂષિત દૂધના સતત સેવનથી આંતરડામાં રહેલા સૂક્ષ્મજીવો જંતુનાશકના પ્રતિરોધક બને છે. દૂધમાં રહેલા જંતુનાશકોના અવશેષોથી દૂધની બનાવટ જેવી કે દહીંમાં પણ વિપરીત અસરો પડે છે.
દૂધની બનાવટોમાં ભેળસેળ
દૂધમાંથી અગણિત સંખ્યામાં દૂધપેદાશો તૈયાર કરવામાં આવે છે. દૂધનો માવો વિવિધ પ્રકારની મીઠાઇઓમાં સૌથી વધુ વપરાતી દૂધની બનાવટ છે. માવામાં મહદ્અંશે સ્ટાર્ચ, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ જેવા દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતા પદાર્થની ભેળસેળ કરવામાં આવે છે. માવામાં સૂક્ષ્મ જૈવિક ચેપ પણ ચિંતાનું બીજું કારણ છે. દૂધની બનાવટોમાં થતી ભેળસેળમાં શીખંડમાં કાંજી, દહીંમાં સેકરીન, રોઝ મિલ્કમાં રહોડામીન, માખણ અને વનસ્પતિ ઘીમાં છુંદેલા બટેટા વિ.નો સમાવેશ થાય છે. ચાંદીના વરખને બદલે એલ્યયુમિનિયમના વરખનો ઉપયોગ, અખાદ્ય રંગોનો ઉપયોગ વિગેરે ભેળસેળ દૂધની બનાવટોમાં જોવા મળે છે.
દૂધની મીઠાઈઈમાં ભેળસેળથી આરોગ્ય અસરો થાય છે
મોટાભાગની તમામ મીઠાઇઓ બનાવવા માટેની મુખ્ય સામગ્રી તરીકે વપરાતા દૂધના માવામાંથી બનતી દૂધની બનાવટોના સેવનના પરિણામે ઘણાં બધા ખોરાકજન્ય રોગો થતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા રોગો મોટે ભાગે માવામાંના ‘સ્ટેફિલોકોકસ ઓરિયસના સૂક્ષ્મ જૈવિક ચેપના કારણે થાય છે. ખોરાકની હેરફેર કરનારા ફેરિયાઓ આ ચેપનો મોટો સ્ત્રોત બને છે અને માવાની અયોગ્ય રીતે થતી હેરફેર અને સંગ્રહથી તે આરોગ્ય માટે જોખમરૂપ બને છે.
સૌથી વધું ભેળસેળ 1500 મેળામાં થાય છે
ગુજરાતમાં 1521 મેળા ભરાય છે. હિન્દુઓના 1293, મુસ્લીમોના 175, જૈનોના 21, લોકમેળા 14, ધંધાદારી મેળા 13 અને પારસીઓના 1 મેળો યોજાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં 425 મેળાઓ યોજાય છે.
ભવનાથ, ડાકોર, સોમનાથ, અંબાજી, તરણેતર, માધવરાય, વૌઠા, ગોપનાથ, રાજકોટ વગેરેના લોકમેળા ખૂબ જાણીતા : મોજ મસ્તીમાં ધુબાકા. ગુજરાતના લોકમેળા રાજ્યની વૈશ્વિક ઓળખનું પ્રતીક બન્યા છે. તરણેતર જેવા લોકમેળા વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં વૌઠા (અમદાવાદ), ભવનાથ (જૂનાગઢ), તરણેતર (સુરેન્દ્રનગર), ડાકોર (ખેડા), શામળાજી (અરવલ્લી), પલ્લી (રૂપાલ ગાંધીનગર), માધવરાય (પોરબંદર), રવેચી (કચ્છ), વરાણા (પાટણ), સોમનાથ (ગિર-સોમનાથ), ફાગવેલ (ખેડા), અંબાજી (બનાસકાંઠા), માધ (ભરૂચ), ગોપનાથ (ભાવનગર) વગેરે લોકમેળા યોજાય છે. રાજ્યમાં સૌથી વધુ 159 મેળા સુરત જિલ્લામાં અને સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં યોજાય છે.
ગુજરાતના મેળાઓ સામાજિક સંસ્કૃતિ અને ધાર્મિક પંરપરાઓનું પ્રતિક છે. ગુજરાતના તહેવારો, મેળાઓ અને તેની ઉજવણીનાલીધે તે વૈશ્વિક ફલક પર પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ગુજરાતે પોતાની નવી ઓળખ કચ્છ મહોત્સવ દ્વારા નવા વિકસતા ગુજરાતની છાપ મેળવી છે. તરણેતરનામેળાનો પોતાનો એક અલગ અંદાજ છે. તરણેતરના મેળામાં ગ્રામ્ય ઓલિમ્પિક રમતો દ્વારા ગ્રામ્યજનો ઉત્સાહપૂર્વક ભાગ લેછે. તરણેતરનો મેળો હાથથી બનાવેલીકલાત્મક ચીજવસ્તુઓ, પરંપરાગત નૃત્યો, સંગીત તેમજ લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે મિલન-ઉત્સવ ગોઠવવાના સ્થળ તરીકે જાણીતું છે. આ મેળો ત્રણ દિવસ ચાલે છે, જે તીનેતેશ્વર મહાદેવની પાસેના વિસ્તારમાં ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં ધોળકા તાલુકામાં આવેલા વૌઠા ગામે સપ્તનદી સંગમ સ્થાન પર ભરાતા ગુજરાતના પ્રથમ હરોળના અને સૌથી મોટા લોકમેળાનો સોમવારથી પ્રારંભ થયો હતો. આ મેળો સતત પાંચ દિવસ સુધી ચાલે છે. ગુજરાતના યાત્રાધામ શામળાજી ખાતે કારતક મહિનાની સુદ ચૌદશ તેમજ પૂર્ણિમાએ ભરાતા શામળાજીનામેળાનો પ્રારંભ આજથી થયો છે. આ સિવાય ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે મંગળવાર એટલે કે ગઇકાલથી પરંપરાગત લોકમેળાનો પ્રારંભ સરસ્વતી નદીના પટ પર પ્રારંભ થયો છે. ગુજરાતના મેળાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર ગણાય છે. ગુજરાતના મેળાઓ ઉજ્જળ પરંપરા, સાંસ્કૃતિક વારસા અને સાહસિકતાને વૈશ્વિક ફલર પર પ્રતિબિંબિત કરે છે. આર્થિક મેળાઓને કારણે ગુજરાતના વિકાસ માટે નવા વૈશ્વિક ભાગીદારો મળે છે.
ડાંગ દરબાર – જમાબંદી દરબાર મેળો
ડાંગ દરબાદ ત્રણ દિવસ વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે. આ મેળો ડાંગ જિલ્લામાં આયોજિત કરવામાં આવે છે. આ તહેવારનું સ્થળ સાપુતારા પાસે આહવા છે. આદિવાસી રહેવાસીઓનો એક મોટો સમૂહ આ ઉત્સવઉજવે છે. આ તહેવાર દરમિયાન ડાંગના સૌથી રંગીન અને આકર્ષક ઉત્સવોમાં ભાગ લેવા આવી પહોંચે છે. દંગોમાં સજેલી સ્ત્રીઓ ઓક કસરત, ખાતાબદોલ જનજાતિઓ એક શહેનાઇ (લાકડાંનું હવાયંત્ર) અનેસાથે અન્ય વાદ્યયંત્રો વગાડ.
ધ્રાંગ મેળો
ધ્રાંગ દક્ષિણ સીમાડામાં કચ્છ જિલ્લામાં આવેલું ગુજરાતનું ગામડું છે, આ ગામ પાકિસ્તાનની સીમા પર આવેલું છે અને ભૂજથી લગભગ 50 કિમીના અંતરે છે. ધ્રાંગ મકરંદ દાદા માટે જાણીતું ગામડું છે. જેમણે ભક્તિ સાથે સમુદાયની સેવા કરી હતી, આ સ્થળે તેમની સમાધિ આવેલી છે અને તેમના અનુયાયીઓ ગુજરાતના વિવિધ ભાગો અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેવા માટે આવે છે. આદિવાસીઓના આહીર સમુદાય ભગવાનના રૂપમાં સંત મકરંદ દાદાની પૂજા કરવામાં આવે છે. આ મેળો દર વર્ષે (ફેબ્રુઆરી, માર્ચ) ગુજરાતી કેલેન્ડરના વદ ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે.
કચ્છ રણોત્સવ
ગુજરાતમાં કચ્છ ઉત્સવ ગુજરાતની સુંદરતા, પરંપરા, સંસ્કૃતિ અને ભાવના સાથે કલાત્મક વારસાનું પ્રતિક છે. આ એક રણોત્સવ છે જે સામાન્ય રીતે શિવરાત્રિના મેળા માટે અહીંના પ્રમુખ શિવમંદિર પાસે ઉજવવામાં આવે છે. કચ્છ કાર્નિવલ હિમસાગર તળાવ પાસે ઉજવાય છે, સાંજના પ્રકાશમાં વિશ્વસ્તરીયે તંબુ, ગામડાં, સુંદર, સફેદ રણની સુંદરતા પ્રવાસીઓને અભિભૂત કરે છે. કચ્છ મહોત્સવમાં શ્રેષ્ઠ રંગીનનૃત્ય,સંગીત, સંગીતનો આનંદ, સિંધી ભજન, લગ્નગીતો, લોકકળા, શિલ્પ પ્રદર્શનો તથા ગથા ગીત દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અહીંના મુખ્ય આકર્ષણો છે. જુદી જુદી શૈલીના કપડા, અલંકારો, લાકડાના શિલ્પો અહીં વેચવામાં આવે છે.કચ્છ સમારોહમાં પ્રવાસીઓને આઇનામહેલ સંગ્રહાલય, પ્રાગમહેલ, કચ્છસંગ્રહાલય, સ્વામીનારાયણ મંદિર, હમીરસર તળાવ, રામકુંડ અને રાવ કાખપતની છાતરડીની મુલાકાત પણ લઇ શકાય છે.
અંબાજી મેળો
દર વર્ષે અંબાજી મંદિરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવે છે અને 51 શક્તિપીઠોમાંનું એક પીઠ આવેલું છે. ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે આ મેળો ભરાય છે. અંબાજી મંદિર ગુજરાતમાં પૂજાતી દેવીનું મંદિરછે. તેનું મૂળ હજી પણ અજ્ઞાત છે. અંબાજી માતાનું મૂળ મંદિર, ગબ્બર, ટેકરીની ટોચ પર આવેલું છે.પ્રાચીન ગ્રંથો અનુસાર એક મૂળ શક્તિપીઠમાંનું એક પીઠ છે. જ્યારે દેવી અંબાનું હૃદય પૃથ્વી પર પડયું ત્યારે તેનો એક ટુકડો અહીં પડ્યો હતો. એક ત્રિકોણઆકારવાળું વિશ્વયંત્ર શ્રી કેન્દ્રમાં, આંકડા અને શબ્દો દેવીનું પ્રતિનિધિત્વ કરેછે. અહીં કોઇ મૂર્તિ આવેલ નથી. જે મંદિરના પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મૂર્તિ પૂજા બહુ પછીથી લોકપ્રિય થઇ હતી.
ગાય-ગૌહરીનો મેળો:
આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં ભરાઈ છે. આ મેળામાં ભીલ જાતિના લોકો ભાગ લે છે. બેસતા વર્ષ અને ભાઈ બીજનાદિવસે યોજાય છે. આ મેળામાં પશુઓની સામે સુઈ ગઈ વર્ષ દરમિયાન થતી ભૂલની ક્ષમા માંગી છે. સાથોસાથ આ મેળામાં ગાય સાથે બળદની પણ પૂજા કરવામાં આવે છે.
ચુલનો મેળો:
આદિવાસીઓમાં આ મેળો અમૃત રૂપ છે. દાહોદ જીલ્લાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણીયાર ગામમાં ધુળેટીના દિવસે આ મેળો ભરાઈ છે. આ મેળામાં અંગારા પર ચાલવાનું મહત્વ ધરાવે છે.