મોંઘવારી વધી પણ ચૂંટણી પંચે ભાવ ઘટાડી દીધા

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે મંડપ, માઈક, વીડિયો, સ્ટેજ, ખુરશી સહિતની 14 વસ્તુ માટે સૌરાષ્ટ્રમાં અગાઉ નકકી કરવામાં આવેલ વસ્તુઓના ભાવમાં 50 ટકાનો કાપ ઝીંકવામાં આવ્યો છે.
ચા, નાસ્તો, પાણી, કોફી સહિતની ખાણીપીણીના હજુ સુધી કોઈ ભાવ નકકી કરવામાં આવ્યા નથી. ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને પ્રચાર પર ખર્ચ કરવા માટે ચૂંટણી પંચે રૂ.70 લાખની મર્યાદા નક્કી કરી છે. ચૂંટણીમાં અમર્યાદ ખર્ચ કરવાની માનસિકતા ઉમેદવારો રાખતા હોય છે. આ માનસિકતા પર નિયંત્રણ મેળવવા માટે જ ચૂંટણી પંચે વિવિધ વસ્તુઓના દર નિશ્ચિત કરીને રાજકીય પ્રતિનિધિઓની એના પર સહમતિ મેળવી છે.
2009ની લોકસભાની ચૂંટણી વખતે જાહેર કરાયેલા ખર્ચાની કિમતોની સરખામણીએ 2014માં થયેલી લોકસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલી કિમતો બમણી, ત્રણ ગણી જ્યારે કેટલીક વસ્તુઓ માટે ચાર ગણી વધી ગઈ હતી. પણ ચૂંટણી પંચે દરપત્રકમાં અનેક વસ્તુઓની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

વસ્તુ જૂના ભાવ  – નવા ભાવ
ડિઝિટલ વીડિયો રેકોડીંગ 9731 – 3500
ઓનલાઈન ડીવીડી સિસ્ટમ 8721 – 3500
લાઈવ સેટઅપ 9726 – 4000
એલઈડી સ્ક્રીન 478 – 200
માઈક સીસ્ટમ (250 વોલ્ટ) 11500 – 3500
માઈક સીસ્ટમ (1000 વોલ્ટ) 3,05,000 – 1,50,000
જર્મન કંપનીનો ડોમ 450 – 350
પ્લેટફોર્મ 85173 – 536
બેરીકેટ 263 – 160
નેટ 12 – 5
ખુરશી 9 – 6
ખુરશી (10થી 30) 22 – 20
ખુરશી (30,001થી 50,000) 28 – 20
ખુરશી (50 હજારથી વધુ) 30 – 20