મોંઘવારી વધી રહી છે

છેલ્લા લાંબા સમયથી રૂપિયા સામે ડોલર મજબુત બનતા સામાન્ય લોકોનું રસોડાનું બજેટ વેરવિખેર થઇ ગયું છે. મોંઘવારી બેકાબુ બની છે. તહેવારોની હજુ  શરૂઆત થતાં જ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી જતા ગરીબ અને મધ્યમ વર્ગની કમ્મર તુટી ગઇ છે.
ડોલરના કારણે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાતા આવનાર દિવસોમાં હજુ મોંઘવારી આસમાને પહોચે તેવા એંધાણ છે. રૂપિયો કમજોર પડતા તેની અસર પેટ્રોલ-ડીઝલ ઉપરાંત રસોડામાં પણ તેની અસર જોવા મળી રહી છે.
ખાદ્ય તેલોના ભાવો પણ આસમાને પહોચી ગયા છે. લોકોને વધારે રૂપિયા ચુકવવા પડે છે. ડોલર મજબુત થવાના કારણે વિદેશોથી આવક થતી વસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે. જીવન જરૂરી વસ્તુઓમાં છેલ્લા 1પ દિવસમાં પ થી પ0 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.
જાણકારીએ આપેલી માહિતી મુજબ આગામી દિવસોમાં ડોલર હજુ મજબુત બનશે અને રૂપિયા કમજોર થતા મોંઘવારી હજુ વધી શકે તેમ છે. આગામી દિવસોમાં નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે જ ભાવમાં વધારો થતા લોકોની દિવાળી બગડી શકે તેમ છે.
ડોલર જેમ જેમ મજબુત બની રહ્યો છે તેના કારણે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા ટેકસી ભાડા, બસ ભાડામાં ટુંક સમયમાં વધારો કરવામાં આવશે. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટ એસો પણ ભાવ વધારો કરવાનું નક્કી કરી લીધું છે. લક્ઝરી અને ઇલેકટ્રોનિક વસ્તુઓ દિવાળી નહીં બગાડે?
અમેરીકન ડોલર સામે રૂપિયો 7પ નું લેવલ ન હોય ત્યાં સુધી દેશની અગ્રણી લાઇફસ્ટાઇલ અને ઇલેકટ્રોનિકસ બ્રાન્ડસ તેમની આયાતી પ્રોડકટસના વર્તમાન ભાવ યથાવત રાખશે. તહેવારોની સીઝન બાદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લે તેવી શકયતા છે ? ફેશન અને બ્યુટી રીટેલર્સે જણાવ્યું હતું કે તુરંત નિર્ણય નહીં લેવાય હાલ તો ભાવમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. રૂપિયા ઘટાડાના કારણે સ્થિતિ હજુ એટલી ખરાબ થઇ નથી. જો રૂપિયો 7પ ના લેવલે પહોચશે તો અમુક કેટેગરીમાં ભાવ વધારો થઇ શકે છે. તહેવારો બાદ ભાવવધારો કરશે. લકઝરી અને ઇલેકટ્રોનિક વસ્તુઓ દિવાળી સુધીનો સ્ટોક આયાત કરી લીધો હોવાથી દિવાળી સુધી ભાવ વધવાની સંભાવના નથી. ટ્રક ભાડું વધારવા માટે લેવામાં આવ્યો નિર્ણય?
ટ્રક ટ્રાન્સપોર્ટ એસો ડીઝલના ભાવ વધારાથી ટ્રક ભાડુ વધારવાનો નિર્ણય લીધો છે. હજુ ત્રણ થી ચાર દિવસમાં ડીઝલનાં ભાવમાં કોઇ ઘટાડો નહીં નોંધાય તો ટ્રક ભાડામાં 10 થી 1પ ટકાનો ભાડા વધારો કરવામાં આવશે. ખાનગી બસ અને જઝમાં ગમે ત્યારે ભાડું વધશે
ડીઝલના ભાવ આસમાને પહોચી જતા ચારથી પાંચ દિવસમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો પ થી 8%નો વધારો કરવાનાં મુડમાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે સરકારી એસટીમાં લાંબા અંતરના રૂટમાં ભાડુ વધારવાનો નિર્ણય અંદરખાને લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટેકસી ભાડામાં 10%નો વધારો
ડીઝલના ભાવ સતત વધવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ટેકસી ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો અને 10 ટકા ભાવ વધારો કરી તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં 10 થી 1ર રૂપિયાનો વધારો થતો 10% ભાવવધારો કર્યો હોવાનું જણાવ્યું હતું.