મોદીના મોટાભાઈએ પણ ગેરકાયદે બાંધકામ કર્યું

અમદાવાદ મહાનગર પાલિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ પણ ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાનું ધ્યાનમા આવતાં તે તોડી પાડ્યું છે. પૂર્વ વિસ્તારમાં ઈન્દ્રપુરી વોર્ડના રબારી કોલોની ચાર રસ્તા પાસે મંગલદીપ એસ્ટેટમાં શેડ નંબર-4માં ગેરકાયદે કોર્મર્શીયલ ઇમારત ઉભી કરી દીધી હતી. જે અંગે તેમને અગાઉ નોટિસ આપી હતી. આમ તો 17 જુલાઈએ આ બાંધકામ તોડી પાડવાનું નક્કી કરાયું હતું પણ પછી તેમ થઈ શક્યું ન હત.

બાંધકામ તોડી પાડવાનું નક્કી કરતાં વડાપ્રધાનના મોટાભાઈ અને ગુજરાત રાજ્ય સસ્તા અનાજની દુકાનના માલિક સંગઠનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જાતે જ બાંધકામ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. જેમાં 360 ચોરસ મીટર જમીનમાં બાંધકામ કર્યું હતું. રખિયાલ ઇસ્ટની ટીપી સ્કીમ નંબર 49ના રેવન્યુ સરવે નંબર 299 305 પૈકીમાં બિલ્ડર તરીકે બાંધકામ કર્યું હતું. 15.40 મીટર ઠ 23. 60 મીટર એટલે આશરે 360 ચો.મી. જમીનમાં ગેરકાયદે બાંધકામ હતું. 36 નંગ જેટલા આરસીસીના બિમ ભરી બે માળની તોતિંગ ઇમારત ઉભી કરાઇ હતી. જેથી 267ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ત્યાર પછી મ્યુનિ.એ તા.7-2-2018ના રોજ 260 (1)ની નોટિસ ઇસ્યુ કરી હતી. તા.21 માર્ચ 2018ના રોજ પ્રહલાદ મોદી તથા અન્યોના નામે 260 (2)ની આખરી નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. જેમાં તેઓને ત્રણ દિવસનો સમય આપી તેમને ગેરકાયદે બાંધકામ તોડી દેવા જણાવવામાં આવ્યું હતું.

પ્રહલાદ મોદીના ગેરકાયદે બાંધકામ સામે કેટલાંક સ્થાનિક સંગઠનોએ અરજી કરી હતી અને તોતિંગ બાંધકામને તોડી પાડવા માટે રજુઆત કરી હતી. આ અંગે મ્યુનિયુનિસિપલ સત્તાવાળાઓએ 14-6-2018ના રોજ રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરને પત્ર લખ્યો હતો. પણ હવે તે બાંધકામ તોડી પડાયું છે.