મોદીના સમયે કરોડો રૂપિયા લોકો સુધી પહોંચ્યા ન હતા, મકાન બનાવવાના એ નાણાંનો હિસાબ આપો

વડાપ્રધાન મોદીએ લોકોને મદાન આપતી વખતે વલસા઼માં કહ્યું હતું કે સરકાર જે યોજના બનાવે છે તેના 100 રૂપિયામાંથી 100 લોકો સુધી પહોંચે છે. પણ ગુજરાતના લોકો તેની સાથે સહમત થતાં નથી. અમદાવાદ નારણપુરામાં બનેલાં હાઉસીંગ બોર્ડના મકાનો અને રાજકોટ તથા સુરતમાં બનેલાં મકાનોમાં ભાજપના મળતીયાઓએ રૂ.200 કરોડનું કૌભાંડ કર્યું છે. આ નાણાં પ્રજા માટે વપરાવા જોઈતા હતા પણ તે ભાજપના નેતાઓ અને બિલ્ડરોના ગજવામાં ગયા છે. મગફળી કૌભાંડથી લઈને આવી અનેક યોજનાઓ છે કે જે પ્રજા સુધી નાણાં પહોંચવા જોઈતા હતા પણ તે રાજકીય નેતાઓ સુધી પહોંચ્યા છે. એમ આરએસએસના કાર્યકર અને ભાજપની ઓફિસના પૂર્વ મંત્રી શ્રીનાથ ઉપાધ્યાય કહી રહ્યાં છે. આ કૌભાંડ મોદી મુખ્ય પ્રધાન હતા તે સમયે થયેલા છે. કૌભાંડ સામે વાંધો ઉઠાવનાર ભાજપના નેતા અને હાઉસીંહ બોર્ડના અધ્યક્ષ જયંતિ  બારોટને અધ્યક્ષ તરીકે તુરંત ખસેડી દઈને મોદી સરકારે કૌભાંડ કર્યું હતું. ત્યાર પછી સુરતના ભાજપના નેતાને તેને ચેરમેન બનાવીને આ કરોડોનો કૌભાંડ થયું હતું.

અમદાવાદમાં 24 શહેરી નગર રચના યોજના -ટીપી સ્કીમ -માં 14.23 ચોરસ મીટરના 102 પ્લોટમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે મકાનો બનાવી શકાય તેમ હતા. પણ માંડ 8 યોજના જ 2012 પછી બનાવી શકાઈ છે. 2012ની ચૂંટણીમાં ગુજરાત ભાજપે પ્રજાને વચન આપ્યું હતું કે તે પાંચ વર્ષમાં 50 લાખ મકાનો બનાવીને આપશે. પણ 23 ઓગસ્ટ 2018 સુધી 5 લાખ મકાનો પણ બની શક્યા નથી. અમદાવાદ શહેરમાં જમીન તો છે પણ સસ્તા મકાનો બનાવવાની વિજય રૂપાણીની સરકારની દાનત નથી.

અમદાવાદ શહેરને ફરતે સરદાર પટેલ રીંગરોડની બહારની તરફના એક કિલોમીટરના વિસ્તારને એફોર્ડેબલ ઝોન 2012ની વિધાનસભાની ચૂંટણી સમયે  જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત અમદાવાદ શહેરની 24 ટાઉન પ્લાનિંગ સ્કિમોમાં કુલ 102 પ્લોટ આર્થિક સ્તરે નબળા વર્ગોના લોકો માટે અનામત રાખવામાં આવ્યા છે. જેનુ ક્ષેત્રફળ લગભગ 14.23 લાખ ચોરસ મીટર છે. અમદાવાદ મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તામંડળ, રાજ્ય સરકારના આ તમામ પ્લોટમાં ચૂંટણી પછી તુરંત એફોર્ડેબલ હાઉસીંગના પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં આવી હતી.

ખેડૂતો અને બિલ્ડરો પાસેથી 40થી 60 ટકા જેટલી જમીન કપી લેવામાં આવે છે જે, રસ્તા, જાહેર સુવિધા, પ્લોટનું વેચાણ અને નબળા પરિવારોને આવાસો બનાવવા માટે અનામત જાહેર કરવામાં આવે છે. અમદાવાદમાં નવા વિકસિત વિસ્તારોમાં 18 ટીપી સ્કિમોમાં 78 પ્લોટમાં 13,22,604 ચો. મી. ક્ષેત્રફળની જગ્યા પડી 2012-13માં રહી હતી. જેમાં 6 ટીપી સ્કિમોમાં એક લાખ ચો.મી. ક્ષેત્રફળના 24 પ્લોટ પર 31 થી 50 ચોરસ મીટરના બે રૂમ, રસોડા, બાથરૂમ- ટોયલેટના આવાસ બનાવવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. પણ તેમાં માંડ 4 અને બીજે 4 મળીને કૂલ 7 મકાન યોજના બની હતી.

ક્યાં કેટલી જમીન ઉપલબ્ધ

ડ્રાફ્ટ ટીપી નંબર       પ્લોટ   ક્ષેત્રફળ(ચો.મી)

36 છારોડી     3       38,318

86 સરખેજ- મકરબા   1       61,045

87 સરખેજ- મકરબા   1       53,355

88 સરખેજ- ફતેહવાડી 3       40,033

1 બોપલ        1       26,199

241 ચિલોડા    12      1,53,899

55 ઓગણજ   7       62,813

73 ત્રાગડ- ઝુંડાલ      1       36,238

74 ચાંદખેડા- ઝુંડાલ   6       41,053

66 ચેનપુર- ચાંદલોડિયા               4       69,409

98 કોતરપુર- નરોડા   2       7,167

217 શીલજ     9       1,60,143

204 મકરબા   23     4,64,627

53-એ શીલજ  3       27,823

57 ગોતા- ઓગણજ    2       78,484

કુલ     78     13,22,604

 

પ્રારંભિક ટીપી સ્કીમ નારોલ- શાહવાડીમાં 4, પ્લોટ, ઈસનપુર- દક્ષિણમાં 4 પ્લોટ, સોલા- થલતેજ 6 પ્લોટ, મોટેરામાં 9 પ્લોટ, સૈજપુર બોધામાં 2 પ્લોટ એમ કૂલ 24 પ્લોટ પર તો આ યોજના ચાલુ કરી દેવાની હતી તે માટે 1,00,797 ચોરસ મીટર જમીન ખાલી પડી છે. જેમાં છતાં તેના ઉપર સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ યોજના જ મુકી નહીં.

સુરતમાં કેટલાં મકાનો બન્યા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સુરત મહા નગરપાલિકા દ્વારા ૩118 EWS-1 અને 4992 EWS-2 કેટેગરીના કુલ 8110 ઘર કોમ્પ્યુટરાઈઝ ડ્રો એપ્રિલ 2018માં સુરત ખાતે થયો હતો. શહેરમાં કુલ 29,681 જેટલા કુટુંબોએ આ યોજના ઘર મેળવવા માટેની અરજી કરી હતી. પણ એટલા લોકોને મકાન સરકાર આપી શકી ન હતી. સમગ્ર સહેરમાં આ વર્ષે એક લાખ લોકો આવું ઘર ઈચ્છતાં હતા. જો તમામ વિસ્તારમાં અનામત પ્લોટ પર આવા મકાનો બનાવાયા હોત તો એક લાખ કુટુંબોને તેનો ફાયદો થયો હોત.

ગામડાંઓમાં કેન્દ્ર સરકારની મદદ છતાં પરિણામ શુન્ય

2014માં કેન્દ્ર સરકાર ભાજપની બની હતી અને તેમાં તમામ પ્રકારની મદદ મળી શકે તે માટે અનુકુળ વાતાવરણ હતું તેમ છતાં સાડા ચાર વર્ષમાં ગુજરાતની રૂપાણી સરકારે તેનો કોઈ ફાયદો મેળવ્યો નથી. દેશમાં એક લાખ કરોડ તમામ રાજ્યોને આપવાના હતા જેમાં ગુજપાતને 7થી10 હજાર કરોડ મળે શકે તેમ હતા. કેન્દ્ર સરકારની યોજના એવી હતી કે  વર્ષ 2016-17 થી 2018-19 સુધી રૂ. 81975 કરોડની સહાય આપીને એક કરોડ પરિવારોને પાકા મકાનો આપવા. ગુજરાતમાં કેન્દ્ર સરકારની મદદથી 7 લાખ મકાનો બની શક્યા હોત. પણ તેમ થઈ શક્યું નથી. માત્ર એક લાખ મકાનો બની શક્યા છે.

1.15 ઘર બનાવ્યા

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વલસાડ જિલ્લાના જુજવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 26 જિલ્લાના 1.15 લાખ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાવ્‍યો હતો.જેમાં પોરબંદરના 281, રાજકોટ-690, જુનાગઢ-964, કચ્‍છ-899, અમરેલી-854, ગીરસોમનાથ-820, દેવભૂમિ ઘ્‍વારકા-453, જામનગર-493, મોરબી-590, ભરૂચ-1000, વલસાડ જિલ્લાના 1389, બોટાદ-1537, ગાંધીનગર-1814, વડોદરા-1885, મહેસાણા-2487, આણંદ-2583, ભાવનગર-2736, મહિસાગરના 3554, સુરેન્‍દ્રનગર-4055, સાબરકાંઠા-4108, ખેડા-4368, અમદાવાદ-ગ્રામ્ય-4760, બનાસકાંઠા-7056, અરવલ્લી-9,653, છોટાઉદેપુર-11316, પંચમહાલ-12,291, દાહોદ-16,286 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે યોજના હેઠળ ઘરવિહોણા તમામ લોકોને પાકા મકાનો બનાવવા માટે તથા જર્જરીત મકાનોમાં રહેતા લોકોને પણ પાકા મકાનો બાંધવા માટે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવે છે. પ્રધાન મંત્રી આવાસ યોજના- ગ્રામિણનો અમલ કરવાનો હતો.

2016-17 થી 2018-19 સુધીના ત્રણ વર્ષના ગાળામાં ગ્રામિણ વિસ્તારોમાં દેશમાં 1 કરોડ પાકા મકાનો બનાવવા માટે સહાય પુરી પાડવાની હતી. સહાયની રકમ મકાનદીઠ રૂ. 1,20,000 તેમજ પર્વતીય વિસ્તારમાં રૂ. 1,30,000 કરવામાં આવે છે.

રૂ. 21,975 કરોડની વધારાની નાણાંકિય જરૂરિયાત રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક (નાબાર્ડ)ના માધ્યમથી ઋણ દ્વારા પુરી કરાશે અને વર્ષ 2022 પછી બજેટ ફાળવણી દ્વારા તેની પરત ચૂકવણી કરાશે. આમ બધું મળીને રૂપિયા એક લાખ કરોડની કેન્દ્ર સરકારે યોજના બનાવી હતી. જે લાભાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક રૂા. 1 લાખ થી 2.5 લાખ સુધી હોય તેને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત 1 લાખ સુધીના વ્યાજની ચુકાવણીમાં રાજ્ય સરકાર સહાય આપે છે.

ગુજરાત સરકારે તો તમામને મકાન આપવાની યોજના 2012માં ગુજરાત વિધાનસભા વખતે જાહેર કરી હતી અને 50 લાખ લોકો માટે એકદમ સસ્તા મકાનો બનાવવાના હતા. તેમાં 6 વર્ષમાં 7 લાખથી વધારે મકાનો બનાવી શકાયા નથી. આમ ઘરનું ઘર યોજના અને ગરીબો માટે મફત ઘર યોજના સાવ નિષ્ફળ ગઈ છે. 18 લાખ કુટુંબો પાસે રહેવાને મકાન નથી તેમને મફત પાકા મકાનો આપવાના હતા તેમાં તો સદંતર નિષ્ફળતા મળી છે.

મહારાષ્ટ્ર કરતાં ગુજરાત આગળ

18 મે 2018માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયું હતું કે 2022 સુધીમાં મહારાષ્ટ્રમાં 10 લાખ અને મુંબઇમાં 5 લાખ જેટલા એફોર્ડેબલ હાઉસ બનાવવાનો પ્રોજેક્ટર અમલમાં મુક્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પોતાની પાસે રહેલી તેમજ મહારાષ્ટ્ર ડેવલોપીંગ ઓથોરીટી પાસે પાસે રહેલી જમીન તેમજ અન્ય ખાનગી જમીન માલીકો પાસેથી જમીન ખરીદીને આગામી સમયમાં મહારાષ્ટ્ર સરકાર એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમની શરૂઆત કરશે. પણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 2012ની ચૂંટણીમાં ઘરનું મકાન યોજના જાહેર કરી તેની સાથે ભાજપે પણ 50 લાખ મકાનો બનાવવાની ફરજિયાત જાહેરાત ચૂંટણી જીતવા માટે કરી હતી. આમ ગુજરાત મહારાષ્ટ્ર કરતાં આગળ રહ્યું હતું. પણ અમલમાં 50 લાખ મકાનો બનાવી શકાયા નથી. વડોદરામાં તો સસ્તા મકાનો બનાવવાના નામે બિલ્કરોને રૂ.10 હજાર કરોડનો ફાયદો કરાવવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે.