મોદીની જીદથી બગીચા પર બની રહી છે બુલેટ ટ્રેન

ફળદ્રુપ ખેતીની જમીન પર ખેડૂતો સરકારની અને ખાનગી કંપનીની બુલેટ ચલાવવા દેવા માંગતા નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યાં છે. વલસાડ અને નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન પ્રક્રિયા ગેરકાયદે, બિનસંવેદનશીલ અને અપારદર્શક છે. ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખવામાં આવી રહ્યાં છે. વિસ્થાપિતોનો આંકડો ઊંચો છે છતાં તે સરકાર છુપાવી રહી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે બુલેટ ટ્રેનનો આશરો લીધો હતો. સાબરમતી રેલવે સ્ટેશને ઉગઘાટન પણ કર્યા હતા. નરેન્દ્ર મોદી જીદ લઈને બેઠા છે. પણ જેની જમીન જઈ રહી છે. તેમને શું વળતર આપશે કે સામે જમીન આપશે તે હજું સુધી સરકારે સત્તાવાર જાહેર કર્યું નથી. તેથી ખેડૂતો મોદીના આ નકામા પ્રોજેક્ટ સામે જંગે ચઢ્યા છે. ધોલેરાની જેમ અહીં થઈ રહ્યું છે. મોદીના દરેક પ્રોજેક્ટનો વિરોધ ખેડૂતો કેમ કરી રહ્યાં છે તે ધણી ગંભીર બાબત છે. જે ભાજપ સમજવા તૈયાર નથી. આ નીતિના કારણે ભાજપને ખેડૂતોએ વિધાનસભામાં મત આપ્યા ન હતા.

પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન

30 મેના રોજ વલસાડના ટાઉનહોલમાં પાવર પોઈન્ટ પ્રેજન્ટેશનમાં આપેલી વિગતોએ ખેડૂતોને ભ્રમમાં નાંખી દે તેવી હતી. હોલમાં 100 જેટલાં ખેડૂતો હાજર હતા. તેઓ મુંબઈ અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાની જાણકારી આપવામાં આવી હતી. બુલેટ ટ્રેન કેવી દેખાશે તેવી ખાસીયત કેવી હશે. તેના કારણે કેટલાં વૃક્ષો કપાશે. જેવી માહિતી જ આપવામાં આવી હતી. જે લોકો પોતાની જમીન ખોવાના હતા તે અંગે તો કોઈ વિગતો આમાં આપવામાં આવી ન હતી.

312 ગામની 866 હેક્ટર જમીન જશે

ખરેખર તો જમીનથી ઊંચો સિમેન્ટનો પુલ બનાવીને – એલિવેટેડ – રેલવે માર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી 508 કિલોમીટર પસાર થવાનો હતો. બુલેટ ટ્રેન એ ભાજપ સરકારની માળખાકીય દરખાસ્ત ધરાવતો આ પ્રોજેક્ટ છે. જે 312 ગામની 866 હેક્ટર જમીન હડપ થઈ જવાની છે. શ્રીમંતો માટે આ ટ્રેન શરૂં થઈ રહી છે. જાપાન સરકારની મદદથી રૂ.1.1 લાખ કરોડના ખર્ચે બલેટ્રેન તૈયાર થવાની છે.

કેટલાાં લોકોને અસર

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનો જાહેર-ખાનગી સંયુક્ત પ્રોજેક્ટ છે. જેના પૂરા માર્ગમાં તમામ જિલ્લાઓના મળીને 5000થી 6000 લોકોને તેની અસર થવાની આશા છે, એવું આ નિગમ માને છે. પરંતુ વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરીના અહેવાલમાં જ એવું જણાવાયું છે કે, માત્ર વલસાડ જિલ્લાના જ 1,695 કુટુંબોને આ યોજનાથી અસર થવાની છે. જો એટલે કે 8,000 લોકો માત્ર વલસાડમાં અસર થઈ રહા છે.  જ્યારે ખેડૂતો સાથે સરકાર બેઠક કરે છે ત્યારે તેમના પ્રશ્નોનો જવાબ આપવામાં આવતો નથી.

કેરી અને ચીકુના બગીચા ખતમ

ગુજરાતના માર્ગ પર 80,400 વૃક્ષો કાપવા પડશે. જો કંઈ થઈ રહ્યું છે તે રાષ્ટ્ર હિત માટે થઈ રહ્યું હોવાનું સરકારે ખેડૂતોને કહે છે.નવસારી અને વલસાડની શ્રેષ્ઠ જાતની આફુલ કેરી અને લાડવા ચીકુના બગીચામાં પાકે છે.  આ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો અને ઘરના માલિકો તેમની જમીન માટે લડી રહ્યાં છે. રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જમીન અને મકાન સંપાદન માટે લેવાયેલા પગલાંઓ બિન પારદર્શક, સંવેદનશીલ અને ઘણીવાર ગેરકાયદેસર છે, તેમ વિરોધ વ્યક્ત કરી રહેલાં ખેડૂતો કહી રહ્યા છે.

2 કલાકનો સમય ઘટશે

બુલેટ ટ્રેન અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રવાસનો સમય 7 કલાક છે તેમાં 2 કલાકનો ઘટાડો થશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને દરરોજ માર્ગ પર દર 20 મીનીટે એક ટ્રેન દોડે એવી યોજના છે. આ રેલ માર્ગ પર કાપડ અને હીરાના વેપારી, ઉદ્યોહપતિઓ અને અન્ય કામ કરતા વ્યાવસાયિકોને લાભ કરવા માટે છે, કે જે બે શહેરો વચ્ચે વારંવાર મુસાફરી કરે છે. એલિવેટેડ રેલવે લાઇન બનાવવા માટે, કોર્પોરેશન 508 કિલોમીટરના રૂટની સાથે 17.5 મીટરની પહોળાઇ સાથે જમીન હસ્તગત કરવાની યોજના ધરાવે છે. આ રેલ માર્ગ પર 12 રેલ્વે સ્ટેશનો બનાવવા માટે વધુ જમીન હસ્તગત કરવામાં આવશે.

70% અસરગ્નીરસ્તની સંમતિ જરૂરી

જમીન સંપાદન, પુનઃવસન અને સ્થાપન કાયદો 2013 હઠળ કેન્દ્ર સરકારે યોગ્ય વળતર અને પારદર્શક રીતે જમીન સંપાદન કરવાની હોય છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે જમીન મેળવે તે પહેલાં પ્રોજેક્ટની સામાજિક અસર અંગે અભ્યાસ અને મૂલ્યાંકન કરવું પડે છે. જે અસરગ્રસ્ત હોય તેના ઓછામાં ઓછા 70%ની સંમતિ જે તે પ્રોજેક્ટ માટે મેળવવાની જરૂર છે. ગુજરાત સરકારે આ કાયદામાં 2016માં કરેલા સુધારામાં, સામાજિક માળખાકીય સુવિધાઓ અને ઔદ્યોગિક કોરિડોરથી સંબંધિત, ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટો માટે સંમતિ અને ફરજિયાત સામાજિક અસરની આકારણી પરની કલમો દૂર કરી છે. આમ લોકોના અધિકાર હતા તે ગુજરાત સરકારે છીનવી લીધા છે. જેનો પહેલો મોટો અમલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જુલમી રીતે થઈ રહ્યો છે.

ઓછો સમય અપાયો

તમામ જિલ્લાઓમાં યોજનાની અસર અંગે નોટિસ આપવામાં આવી હતી. નિયમ પ્રમાણે અખબારોમાં તેની જાહેરખબર પ્રકાશિત થઈ હતી. જમીનની સરવે નંબરની વિગતો આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ, સત્તાવાર નોટિસ, બે સ્થાનિક અખબારો અને પંચાયતો અથવા મ્યુનિસિપાલિટીની કચેરીઓમાં પ્રકાશિત થઈ જાય તે પછી, જમીન-માલિકોને તેમના પ્લોટ્સના સંપાદન માટે કોઈ વાંધો આપવા માટે ઓછામાં ઓછા 60 દિવસ આપવામાં આવે છે. જોકે, વલસાડના પ્લોટ-માલિકો એવો દાવો કરે છે કે વાંધો ફાઇલ કરવા માટે તેમને ફક્ત 20 દિવસ કે તેથી ઓછો સમય આપવામાં આવ્યો છે. વાપી તાલુકામાં નોટિસ ઇશ્યુ કરવાની સત્તાવાર તારીખ અને 8 ઑગસ્ટ હતી. જેનો આખરી વાંધો રજૂ કરાવાની તારીખ 8 મે આપવામાં આવી હતી. પરંતુ 2 જુલાઇના રોજ નોટિસ તલાટી (મહેસૂલ અધિકારી) સુધી પહોંચી અને તે સમયે તલાટીએ કેટલાક ઝેરોક્ષ નકલો આપી હતી. એક સમયની પંચાયત કે જે હવે દક્ષિણ વલસાડમાં વાપી શહેર બની ગયું છે અને તે મ્યુનિસિપલીટી જાહેર થઈ છે. તેના એક ડૂંગરા નામના પરાના રહેવાસીઓ એવો દાવો કરે છે કે ઓછામાં ઓછા 500 પરિવારો આ શહેરમાં તેમના ઘરો ગુમાવશે.  જો કોર્પોરેશન ડુંગરાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું વાપી સ્ટેશનનું નિર્માણ કરવા આગ્રહ કરે છે.

ઉત્તર વલસાડના ગમોમાં નોટિસ પત્રમાં વિસંગતતાઓ જોવા મળે છે. આ પત્ર એપ્રિલ 19નો છે પરંતુ વાંધા રજૂ કરવાનો સમય 9 જૂન આપવામાં આવ્યો છે. જે પૂરા 60 દિવસ થતો નથી. ગામ લોકોને સમયસર જાણ કરવામાં આવી નથી કે તેમની જમીન જઈ રહી છે તે માટે સરકાર શું કરવા માંગે છે. કેટલાકને છેલ્લી તારીખથી માત્ર બે દિવસ પહેલાં નોટિસની નકલો મળી હતી. તેથી ઘણાં લોકો પોતાના વાંધા પણ રજૂ કરી શક્યા નથી. ગ્રામવાસીઓને મોકલવામાં આવેલી સૂચનાઓ જમીન ખરીદવાની ઇરાદો વ્યક્ત કરવા વિશે ન હતા. તેમણે 60-દિવસનો સમય આપાવામાં આવ્યો નથી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના દ્વારા નોટિસોએ માત્ર એટલું જ કહ્યું હતું કે જમીનોના સર્વેક્ષણ કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધીમાં ઉપગ્રહ દ્વારા માત્ર સર્વેક્ષણો જ કર્યા છે. જમીન સંપાદન કરતાં પહેલા જાહેર સ્થળે જાહેર બેઠકો બે થી ત્રણ બોલાવવીને તેમાં સંપૂર્ણ પારદર્શક રીતે વિગતો જાહેર કરવાની હોય છે. પણ તેમ થયું નથી.

ખેડૂતો સાથે કોઈ ઠોસ ચર્ચા જ ન કરી

વલસાડ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થિતિ અંગે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનનો આંતરિક અહેવાલ પડેલો છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટ સત્તાવાળાઓએ અનેક વખત ખેડૂતો સાથે ચર્ચા કરી છે. પણ ખેડૂતો તેનો ઈન્કાર કરે છે. નવેમ્બરમાં વાપી બ્લોક કચેરીમાં, કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને બ્લોકમાંથી પાંચ કે છ અન્ય લોકો સાથે તાલુકાએ બેઠક યોજી હતી. પરંતુ તે જાહેર સભા ન હતી. ખેડૂતોને સભામાં કોઈ પ્રશ્ન પૂછવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ખેડૂતોને કોઈ ચોક્કસ સર્વેક્ષણ નંબરની અંદર જ જમીનનો ચોક્કસ ભાગ હસ્તગત કરવામાં આવશે? ખેડૂતોને વૈકલ્પિક કૃષિ જમીન આપવામાં આવશે? જો તેઓ પોતાના ઘરો ગુમાવશે તો શું પરિવારોને અન્ય ઘરોમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે? શું તેઓ આજીવિકાના વૈકલ્પિક સ્ત્રોતો આપવામાં આવશે? આમાંના કોઈ પણ પ્રશ્નનો જવાબ સત્તાવાળાઓએ આપ્યો ન હતો.

વધું વળતરનો દાવો ખોટો

વલસાડ કલેક્ટર ખાતે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અંદરના અહેવાલમાં વિગતો ખોટી રીતે આપવામાં આવી છે. અહેવાલ તૈયાર કરનાર સરકાર નહીં પણ ખાનગી લોકો હતા અને ખેડૂતોની નાની બેઠકો મળી તેમાં પ્રશ્નોનોનો જવાબો આપતાં લોકો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના અધિકારીઓ ન હતા, પરંતુ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના ખાનગી કન્સલ્ટન્સી કંપનીના સામાન્ય પ્રતિનિધિઓ હતા. જેમને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે ભાડે લીધા હતા. જમીનનું વળતર કઈ રીતે આપવામાં આવશે તે અંગે હજુ સુધી સરકારે કંઈ જ જાહેર કર્યું નથી. વળતર બજારના દર અથવા જંત્રીના દરો હશે કે કેમ તે પણ નક્કી નથી. જંત્રી દર એ સરકાર કે સરકારી એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલી મિલકતનો લઘુત્તમ ભાવ છે. ખૂલ્લા બજારનો ભાવ, બજારમાં પુરવઠા અને માંગણી કરનારા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, અને તે જંત્રી દરો કરતાં વધારે હોય છે. રાજ્ય સરકાર તેમની જમીનો માટે જંત્રીના દર કરતાં લગભગ પાંચ ગણો ભાવ આપી રહી છે, એવું સરકારે જાહેર કર્યું છે. પણ વાસ્તવમાં તે ક્યાંય જોવા મળતું નથી. એપ્રિલમાં, સરકારે ખેડૂતોને વળતર પર 25% વધારાનું પ્રોત્સાહન પણ આપ્યું હતું. વાસ્તવમાં 2011થી જંત્રીનો દર સુધારવામાં આવ્યો નથી. તે એટલો નીચો છે કે આ ભાગોમાં જમીનના દર કરતાં પણ જંત્રી દર પાંચ ગણો ઓછો છે. તેથી ખેડૂતો પોતાની જમીન કે મકાન આપવા તૈયાર નથી. તો તેઓ શા માટે બુલેટ ટ્રેન માટે સારી જમીન આપીને તેની સાથે ભાગ લે, જેમાં આ ગામના મોટાભાગના લોકો ક્યારેય બુલેટટ્રેનમાં બેસીને મુસાફરી કરી શકવાના નથી. તેમને વૈકલ્પિક જમીન આપવામાં આવશે નહીં. પરંતુ તેમને તેમની આજીવિકા માટે થોડા સમય માટે રૂ.3,600 મળશે. સરકારના વળતર સાથે સહમત નથી.

વળતર પેકેજ તો જાહેર કરો

બુલેટ ટ્રેન કોરિડોરમાં એક સ્ટ્રીપ માત્ર 17.5 મીટર પહોળાઈ હશે. કોર્પોરેશનના અહેવાલમાં નિવેદનો એવા છે કે, મોટાભાગના લોકો વળતર પેકેજ વિશે જાણવા આતુર છે. મોટે ભાગે તમામ ગ્રામવાસીઓ આ બુલેટટ્રેન પ્રોજેક્ટનું સ્વાગત કરી રહ્યાં છે, અને તેઓ સર્વેક્ષણ કામ વખતે સહકાર આપવા માટે સહમત થયા છે. પણ ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. હકીકત એ છે કે, જાન્યુઆરીના કેટલાક સમયથી, કોર્પોરેશનના પ્રતિનિધિઓ ખેતરમાં પ્રવેશ્યા હતા. જ્યારે તેઓ બુલેટ ટ્રેન કોરિડોરનો માર્ગ સૂચવવા માટે એકબીજાથી અંતરે ત્રણ ખાંભા બાંધ્યા હતા. રસ્તાના બાહ્ય ધારને દર્શાવવા માટેના બે સફેદ ખાંભા હતા, અને કેન્દ્રમાં એક લાલ ખાંભો હતો, જે માર્ગની મધ્ય પથરેખા દર્શાવે છે. તેઓ ક્યારેય ખેડૂતના ખેતરમાં ખાંભા નાંખવા માટે પરવાનગી લીધી નથી. ખાંભા નાંખી દીધા બાદ અધિકારીઓ કહે છે કે હવે આ જમીન પર તમારો કોઈ હક્ક નથી. ઘણાં ખેતરોમાં તો તેઓ રાતના આવે છે અને ત્યાં ટ્રેનની પથ રેખાના ખાંભા નાંખી જાય છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. જમીન સંપાદન શરૂ કરવાની રાજ્ય સરકારની શંકાસ્પદ પદ્ધતિઓના જવાબમાં, વલસાડ અને નવસારીના જમીન-માલિકો હવે તેમની જમીનો આપવા તૈયાર નથી. તે માટે વિરોધ કરે છે. 15 જૂનથી, વલસાડના ખેડૂતોએ વઘાલ્ધારા ગામમાં ઓછામાં બે મોટા વિરોધ કર્યા હતા, જમીન માપવા માટે સરવે હાથ ધરવા માટે રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની ટીમો આવી હતી તેમને ગામ છોડી દેવાની ફરજ પડી હતી. રાજ્ય કક્ષાએ ગુજરાત ખેડુત સમાજએ અમદાવાદથી ડુંગરા સુધીના 22 જૂન, 192 ગામોમાં ચાર દિવસની ખેડૂત રેલીનું આયોજન કર્યું હતું.