મોદીની ભ્રામક યોજનાઓ ગુજરાતમાં કામ ન કરી શકી, હવે શું – સુદકેવ પટેલ

  • સુકદેવ પટેલ

ભાજપ સાથે સહમત ન હોય (અને કોંગ્રેસને સ્વીકારતા ન હોય) તેવા મતદારો ૨૩મી મે’ના ચૂંટણી પરિણામો આવ્યા પછી ગુજરાતના રાજ(લોક)કારણમાં શું કરી શકે ??

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સાંસદ આદર્શ ગામ યોજનામાં તેમના પોતાના જ દત્તક લીધેલા ગામ જયાપુર (વારાણસી)ની હાલત આ વીડિયોમાં જાણવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉઘાડે છોગ નિષ્ફળતાનો આ પુરાવો છે.

ગુજરાતના છવીસે છવીસ લોકસભા મત વિસ્તારમાં ૨૦૧૪ માં વિજેતા બનેલા ભાજપના સંસદ સભ્યોએ દત્તક લીધેલા આવા આદર્શ ગામોની હાલત વિષેના સમાચારો સમગ્ર ગુજરાતના મતદારો જાણે છે. ભ્રામક પ્રચાર વિર નરેન્દ્રભાઈ મોદીના કહેવાતા વિકસેલા ગુજરાતમાં એક ગુજરાતી ટીવી ચેનલે ૨૬ દત્તક લેવાયેલા સંસદસભ્યોના ગામોની બેહાલી બતાવી છે. તેની હાલત પણ જયાપુર (વારાણસી) કરતાં સારી નથી. ભાજપના અઢી દાયકાના શાસનથી ચગાવાયેલા ગુજરાતના વિકાસ મોડેલની વાત ખુદ ભાજપના નેતાઓ પણ હવે ઓછી કરે છે. નાછૂટકે તેમણે ૬૦ વર્ષના કોંગ્રેસ શાસન, પાકિસ્તાન, મંદિર મસ્જિદ જેવા મુદ્દાઓની જ વાતો કરવી પડે છે. અને તેમ છતાં ૨૩મી મેના દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવશે. ત્યારે કદાચ…… કદાચ …. કદાચ ….. ગુજરાતમાં બહુમતી સીટો ઉપર ભાજપ વિજેતા બની જાય તો …… SORRY …. ગુજરાતમાં બહુમતી સીટો ઉપર મોદી વિજેતા બની જાય તો …….
ભાજપ સાથે (મોદી સાથે) સહમત ન હોય તેવા નાગરિક મતદારોએ શું કરવું જોઈએ ????

લોકશાહીના ઉત્સવ જેવી લોકસભાની આ ચૂંટણી દરમિયાન એકલતા અનુભવવાથી નિષ્ક્રિય રહેલો હું નિર્ણય કરૂં છું કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં એલ.કે.અડવાણીએ સંસદ સભ્ય તરીકે દત્તક લીધેલા બકરાણા ગામને સાચા અર્થમાં આદર્શ ગામ બનાવવા માટે મારી વ્યક્તિગત આવડત + સમજણનો ઉપયોગ કરીશ.
એક નિસબત ધરાવતો નાગરિક ચૂંટાયેલા પ્રતિનિધિ જેવી જ અસરકારકતા ધરાવે છે. તેવી નાગરિક સાબિતી આપવાનો પ્રયત્ન કરીશ. મારી આજની નિષ્ક્રિયતાના પ્રાયશ્ચિત કૃત્યને સફળ બનાવીને લોકસભામાં મારા ગાંધીનગર મતવિસ્તારના નવા ચૂંટાયેલા સંસદ સભ્યને પડકાર આપવાની ક્ષમતા કેળવીશ. જે કામગીરી દરમિયાન જ મારી એકલતા ટુટશે, અને સંભવત અનેક નાગરિકો આ પ્રકારની રચનાત્મક અને નવી રાજકીય સમજણથી સક્રિય થાય તો ફરીવાર મારે નિષ્ક્રિયતા વેઠવાનો વારો નહીં આવે…..

ગુજરાતમાં જ્ઞાતિવાદના ઝેરથી જ ચૂંટણીઓ જીતાય છે, ત્યારે જન્મજાત ઓળખે પટેલ પણ કર્મે નાગરિક બનવાનો પ્રયત્ન કરનાર મતદાર સુખદેવ’ની સંકલ્પી સલામ.