4 નવેમ્બર 2011માં દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ જારી કરી 162 સાંસદો સામે ચાલી રહેલા ખટલાની ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટો છે. આ બાબતે નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી વખતે પ્રજાને વચન આપ્યું હતું કે રાજકારણમાં અપરાધી સામેના ગુનાઓનો ઝડપી નિકાલ કરવામાં આવશે. તેથી લોકોએ તેમને મત આપ્યા હતા. પણ આજે વિધાનસભા અને લોકસભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કે જે ગુનાખોરી સાથે જોડાયેલા છે તેઓ બેસે છે.
2011માં ગુજરાતના 26 સાંસદોમાંથી ભાજપના 8 અને કોંગ્રેસના 3 મળી કુલ 11 સાંસદો સામે ગુના 2003થી 2009 પહેલાથી પડતર હતા. જેમાં ભાજપના પ્રભાત ચૌહાણ –પંચમહાલ 10, સી.આર.પાટિલ – નવસારી 5 ગુના, હરીન પાઠક – અમદાવાદ-પૂર્વ ૩ગુના, દિનુ બોઘા સોલંકી – જુનાગઢ બે ગુના, દર્શના જરદોશ – સુરત 1, પૂનમ જાટ – કચ્છ 1 ગુનો, બાલકૃષ્ણ શુક્લ – વડોદરા 1 ગુનો એલ.કે.અડવાણી – ગાંધીનગર 1 હતા. કોંગ્રેસના (હાલ ભાજપ) કુંવરજી બાવળિયા – રાજકોટ 6 ગુના વિટ્ઠલ રાદડિયા – પોરબંદર 16 ગુના તથા કશિન પટેલ – 2 ગુના હતા.
2017માં કયા ધારાસભ્ય સામે કેટલાં ગુના
ઓક્ટોબર 2017માં ગુજરાતની જનતાનો આક્રોશ જાણી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આક્ષેપ કરીને પોતે સ્વચ્છ છે એવી છબી ઉપસાવવા પ્રચાર કર્યો હતો. પણ વાસ્તવમાં ભાજપે જ હત્યા-અપહરણ સહિતના કેસોમાં સંડોવાયેલાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંઓને ટિકિટ આપીને ચૂંટણીઓ જીતી હતી. ત્યારે આક્ષેપો હતા કે ક્રિમીનાલાઇઝેશન ઓફ પોલિટિક્સને ભાજપે ચૂંટણી જીતવાનું હથિયાર બનાવી દીધુ છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ટોપ 10 ઉમેદવારો પર હતા. ડેડીયાપાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશ વસાવા વિરુદ્ધ 24 ગુના, વાંકાનેર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણી વિરુદ્ધ 13 ગુના, કુતિયાણા બેઠક પરના NCPના ઉમેદવાર કાંધલ જાડેજા વિરુદ્ધ 11 ગુના, લાઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મર વિરુદ્ધ 9 ગુના, વાંકાનેર બેઠકના કોંગ્રેસના મોહમ્મદ પીરજાદા વિરુદ્ધ 6 ગુના, ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ સોલંકી સામે 6 ગુના નોંધાયેલા હતા. તાલાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડ વિરુદ્ધ 4 ગુના, ભાવનગર વેસ્ટ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિરુદ્ધ 4 ગુના, રાજકોટ વેસ્ટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે 4 ગુના, માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા હતા.
2012માં કોની સામે કેવા ગુના
2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 ઉમેદવારો પૈકી 45 ઉમેદવારો પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતાં. ભાજપે હત્યા-અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલાં હોય તેવી વ્યક્તિને ટિકીટ આપતાં ભાજપની ચાલચારિત્ર્ય ખુલ્લુ પડયું હતું. તેમાંથી ચૂંટાયેલા 32 ધારાસભ્યો પર ગંભીર ગુનાનો નોંધાયેલાં હતા. ભાજપના ઉમેદવાર સામે ફોજદારી કેસો નોંધાયા હતા.
ભાજપના ધારાસભ્યમાં કોની સામે કેટલા કેસ હતા.
શંકર ચૌધરી, વાવ, 17 કેસ
જીતેન્દ્ર સોમાણી, વાંકાનેર, 12
બાબુ જમના પટેલ, દસક્રોઇ 10
દિલીપ પટેલ, આણંદ 4
નિતિન પટેલ, મહેસાણા 5
પુરૃષોતમ સોલંકી, ભાવનગર 6
જગરૃપસિંહ રાજપૂત, બાપુનગર 3
પ્રદિપસિંહ જાડેજા, વટવા 2
ભૂષણ ભટ્ટ જમાલપુર 3
મોતીલાલ વસાવા, દેડિયાપાડા 4
કશ્યપ શુક્લ, રાજકોટ પૂર્વ 4
જયરાજસિંહ જાડેજા, ગોંડલ 4
ગિરીશ પરમાર, દાણીલિમડા 8
ગોવિંદ પરમાર, તલાલા 3
પ્રાગજી પટેલ, વિરમગામ 2
રોહિતજી ઠાકોર, દહેગામ 2
લાલજી મેર, ધંધુકા 2
કાંતિ અમૃતિયા, મોરબી 2
કરશન દુલા, કુતિયાણા 2
મહેન્દ્ર સરવૈયા, પાલિતાણા 2
જયંતિ રાઠવા, જેતપુર 2
હર્ષ સંઘવી, મજૂરા 2
દુષ્યંત પટેલ, ભરૃચ 2
કોંગ્રેસે જાહેર કરેલા કલંકિત ભાજપના નેતાઓની યાદી
શંકર ચૌધરી બોગસડીગ્રી,ચારણકા પ્રોજેક્ટમાં સંડોવણી. બાબુ બોખરિયા ખાણ કૌભાંડ, અમિત શાહ એન્કાઉન્ટરના કેસ, આનંદીબેન પટેલ અનાર પટેલનું જમીન કૌભાંડ, પુરૃષોત્તમ રૃપાલા અર્બુકા ક્રેડિટ કૌભાંડ, દિલીપ પટેલ ચરોતર બેંકને ડૂબાડી, સૌરભ પટેલ સોલર એનર્જી કૈાભાંડ,જીએસપીસી કૌભાંડ, વિઠ્ઠલ રાદડિયા ફાયરીંગ,નોટબંદી બાદ નાણાં જમા કરવાનો વિવાદ. બચુ ખાબડ રેતખનનનો મામલો. બાબુ કટારા કબૂતરબાજી. બાબુ જમના પટેલ જમીનના છેતરપિંડીના કેસો. કરસન ઓડેદરા અપહરણ-ધમકીના કેસ. જયંતિ ભાનુશાળી નલિયાકાંડમાં નામ ઉછળ્યું, બળાત્કાર કેસો. દેવજી ફતેપરા કરોડથી વધુની છેતરપીંડી કરી. જેઠા ભરવાડ ગુનાખોરીમાં સામેલ છે. દીનુ બોઘા સોલંકી ખૂન કેસમાં નામ છે. સી.આર.પાટિલ ડાયમંડ જયુબિલી બેંકનું ઉઠમણું કરેલું છે.