ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ હાલમાંજ યોજાઈ ગયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા “ભાજપે સંસ્કાર પણ રીલાયન્સ ને વેચી માર્યા” એવું નિવેદન કરી નરેન્દ્રભાઈ ની વેપારી માનસિકતા કઈ હદે જઈ શકે તે તરફ અંગુલીનિર્દેશ કર્યો.
સંઘના ત્રુષીતુલ્ય ગણાતા પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર ની યાદમાં બનેલ લક્ષ્મણ જ્ઞાનપીઠ ટ્રસ્ટ નું ગોધાવી ખાતે આવેલ એકરોમા ફેલાયેલ સંસ્કારધામ નુ પાટીયુ ઉતારી અનંત યુનિવર્સિટી નું બોર્ડ ચડાવી દેવાયુ તે અંગે બાપુનુ આ નિવેદન જેટલું સરળ લાગે છે તેટલું છે નહીં. . એકરોમા ફેલાયેલ સંસ્કાર ધામની જમીનની કરોડો રૂપીયાની કીમંત સામે સંઘ વિચારક લક્ષ્મણરાવ નું નામ અને સંઘ પ્રકલ્પ ની ચાલતી પ્રવૃત્તિ નુક્શાન કર્તા હશે તેવો ગર્ભિત વ્યંગ કરી શંકરસિંહજીએ મોદીજી થી નારાજ સંઘીઓ મા સળવળાટ પેદા કર્યો છે.
તમામ લોકો એ વાતથી સુપરિચિત છે કે આ સંસ્કારધામ સાથે નરેન્દ્રભાઈ સતત જોડાયેલા રહ્યા છે. તેઓ જ્યારે ગુજરાતમાં હતાં ત્યારે તેમના એકાંતવાસ નું સ્થળ પણ સંસ્કારધામ જ રહેતું તે છુપુ નથી. બહારથી ઝુંપડી જેવા પણ અંદરથી તમામ આધુનિક સુવિધા ધરાવતા એકાંતવાસ ની વ્યવસ્થા પણ આ નીવાસી છાત્રાલય ની પાછળ કરવામાં આવેલી. કથીત આધ્યાત્મિક ચિંતન કદાચ અહીં જ થતું હશે! પ્રવેશદ્વાર પર ના બોર્ડ પર અંકિત “સંસ્કાર ધામ” પણ ખુદ નરેન્દ્રભાઈ એ પોતાના સ્વહસ્તે લખેલું. આ ઉલ્લેખ એટલે કરવો જરૂરી છે કે સંસ્કાર ધામ સાથે નરેન્દ્ર ભાઈ નો ઘરોબો વાચક સુધી પંહોચે.
દેશમાં બાળમાનસ થી જ સંઘ પ્રશિક્ષણ અને વિચારધારા નું નિરૂપણ કરવા ગામેગામ બનાવાયેલી આદર્શ શાળાઓ જેવી જ આ ધો. પાંચ થી ધો. દસ સુધીની નિવાસી શાળા જ છે/હતી! આ તરૂણાવસ્થા થી જ સંઘ સ્વયંસેવક બનાવતી જ્ઞાનપીઠ ને એવી તો શું મજબુરી હતી કે એક ઉધ્યોગ ગ્રુહ ને વેચી દેવી પડી તે પ્રશ્ન શંકરસિંહજી એ હવામાં તરતો મુક્યો. દેશને સંઘના સંસ્કાર કરતાં અનંત યુનિવર્સિટી ના ટેક્નીકલ નોલેજ ની જરૂર વધુ છે એવા આત્મજ્ઞાન થી આ સોદો થયો હોય તો આવકાર્ય છે પણ બીએસએનએલ ને નોંધારૂ મુકી જીઓ નુ માર્કેટીંગ કરવા જેવી પ્રધાનમંત્રીની વેપારી બુધ્ધિ નું આ પરિણામ હોય તો સંઘે ચેતી જવું જોઈએ.
એક સમયે નરેન્દ્રભાઈ ના સ્વપ્ન સંતાન ગણાતા આ સંસ્કારધામ ની સફળતા માટે સંઘના જ પ્રચારક અને કીસાન સંઘ ના શ્રી લાલજીભાઈ પટેલ તથા સંઘ સાથે સંકળાયેલા લોકો દ્વારા સિધ્ધપુર ખાતે ચલાવાતા “લાલન સરસ્વતી ધામ” માં અવરોધો ઉભા કરાયા. જોવાની વાત એ છે કે હાલ ખસ્તા હાલતમાં હોવા છતાં લાલન ને બચાવવા અને ચલાવવાની મથામણ ચાલુ છે.
શંકરસિંહજી એ સંસ્કાર ધામનો એક કાંકરો મારી અનેક પક્ષીઓ ને નિશાને લીધા છે. મોદીસાહેબ સાથે સંલગ્ન વિષય હોવાથી મીડીયાના મિત્રો દાઝવાની બીકે અડતાલીસ કલાક પછી પણ આ વિષયે મંથન કરી શક્યા નથી. પણ સંસ્કારધામ ને લઈને શંકરસિંહજી એ પ્રશ્નો અને શંકાઓનો મધપુડો જરૂર છેડ્યો છે. પ્રશ્ન એ થાય કે સંસ્કારધામ ને એવી શું કંગાલીયત આવી કે વેચી દેવું પડ્યું? જો વેચાયુ હોય તો આ કરોડોની મીલ્કતના નાણાં ક્યા ઉદેશ પાછળ રોકવામાં આવ્યા? આ પહેલાં પણ સંસ્કારધામ ના કર્તા હર્તા દ્વારા એક સહકારી બેંકમાં કે જ્યાં તેઓ ચેરમેન હતા ત્યાં સંસ્કારધામ ના જ નાણા સંઘ સ્વયંસેવકો ના ટુંકા નામે અનેક બેનંબરી ખાતા ખોલી રોકાયા હોવાનો વિવાદ અખબારો ના પાને ચમક્યો જ હતો! જો ધારણા મુજબ આ સોદો થયોજ નથી તો એક તપસ્વી તરીકે સંઘના લોકોમાં સ્થાન પામનાર સ્વ. લક્ષ્મણરાવ ની જગ્યા એક ધનપતિ ના દીકરા ના નામે કેમ?
સંઘની શાખાઓ નુ આઉટસોર્સિંગ અને કાર્યક્રમો નુ કોર્પોરેટ મેનેજમેન્ટ અંબાણી કે અદાણી ને સોંપાય તો નવાઈ નહીં!