મોદી મોજું ન હોવા છતાં 2014 કરતાં 2019માં વધુ મતદાન, શું હશે પરિણામ ?

રાતના 9 કલાકે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં 63.71% મતદાન થયું છે. જે 2014માં 63.66 ટકા કરતાં વધું છે. સૌથી વધું મતદાન વલસાડ બેઠક પર 74.09% મતદાન થયું છે.

2014માં મોદી મોજુ હતું પણ આ વખતે આવું કોઈ મોજુ ન હતું. તેમ છતાં 2014 કરતાં 0.05 ટકા વધું મતદાન થયું છે. આદિવાસી વિસ્તારોમાં સારું એવું મતદાન જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જ્યાં કોંગ્રેસનું મોજું હતું એવી બેઠકો પર પણ ઓછું મતદાન છે. કચ્છમાં ઓછું મતદાન છે. આમ આ વખતે સૌથી ઓછા મતદાનના કારણે મતદારો કઈ તરફ મતદાન કરી રહ્યાં છે. તે નેતાઓ સમજી શક્યા ન હતા. ગરમી હોવા છતાં લોકો મતદાન કરવા માટે નિકળી પડ્યા હતા તે બતાવે છે કે, ચોંકાવનારા પરિણામાં હોઈ શકે છે.

2014ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન 30 એપ્રિલના રોજ થયું હતું. 2014માં કુલ મતદાનની ટકાવારી 63.66% રહી હતી. જેમાં સૌથી વધુ મતદાન બારડોલી બેઠક પર 74.94 ટકા થયું હતું જે આ વખતે વલસાડમાં 74.09ટકા નોંધાયું છે જ્યારે 2014 સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 52.62 ટકા થયું હતું, જે વર્ષ 2019માં અમરેલી 55.73 ટકા નોંધાયું છે.

2014માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બીજેપીએ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોવાથી રાજ્યના મતદારોમાં મોદી લહેર છવાયેલી હતી. તેથી લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પ્રેરાયા હતા. આ લોકસભા ચૂંટણીમાં એવી કોઇ લહેર ન હોવા છતાં મતદાનની ટકાવારી વધી તે રાષ્ટ્રવાદની લહેર કહી શકાય, તેમ જાણકારો કહે છે. જો મહત્વની બેઠકોની વાત કરીએ તો મહેસાણામાં મતદાન 2 ટકા ઘટ્યું. તો ગાંધીનગર અને રાજકોટમાં નજીવો ઘટાડો નોંધાયો છે. વડોદરામાં આ વખતે નરેન્દ્ર મોદી ન હોવાથી ઘટાડો થયો છે. આ આંકડા રાત્રે 9 વાગ્યા સુધીના છે.

વલસાડ-74.09

બારડોલી-72.92

છોટા ઉદેપુર-72.91

ભરૂચ-71.77

રાજકોટ-68.12

સાબરકાંઠા-67.25

વડોદરા-67.26

નવસારી-66.42

દાહોદ-66.05

આણંદ-66.03

બનાસકાંઠા-64.71

મહેસાણા-64.91

ગાંધીનગર-64.95

સુરત-63.99

પાટણ-61.23

પંચમહાલ-61.68

અમદાવાદ પૂર્વ-60.77

જૂનાગઢ-60.70

ખેડા-60.32

અમદાવાદ પશ્ચિમ-59.82

ભાવનગર-58.41

કચ્છ-57.53

સુરેન્દ્રનગર-57.84

પોરબંદર-56.77

જામનગર-58.49

અમરેલી-55.73