રાજ્યનાં 204 જળાશયોમાં સરેરાશ 34.41 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં તો માત્ર 11.82 ટકા પાણી બચ્યું છે. બે બંધમાં 80 ટકા પાણી છે બાકી સૌરાષ્ટ્રના 80 બંધમાં સહેજ પણ પાણી રહ્યું નથી. કચ્છના 20 બેધોમાં 14 ટકા જેવું પાણી છે. ઉત્તર ગુજરાતમાં 15 બંધમાં 17 ટકા પાણી છે. પાણીની ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકી સાથે આફત ઉતરી આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાણીની સૌની યોજના બનાવી તે પાયાથી મોટી ભૂલ કરી છે. મત મેળવવા માટે એબજો રૂપીયાનું પાણી કરી નાંખ્યું છે.
નર્મદા યોજનામાં આપણે ભાગ 9 મિલિયન એકર ફીટ પાણી આવ્યું હતું. જેમાં 50 ટકા એટલે કે 4.7 મિલિયન એકર ફુટ પાણી ઉપયોગમાં આવે છે. બારગી, માહેશ્વર જેવા મધ્ય પ્રદેશમાં વીજળી માટે બાંધેલા બંધમાંથી પાણી આખું વર્ષ સતત આવતું રહે છે. જે મળીને ગુજરાતનું 9 મિલિયન એકર ફીટ પાણી મળે છે.
4.7 મિલિયન એકર ફીટમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી ઉદ્યોગો અને પિવા માટે વાપરી નાંખે છે. ગુજરાતમાં 13 શહેરો અને 14 હજાર ગામોને પિવાનું પાણી અને 10 હજાર ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. બાકી રહેતું 3.7 મિલિયન એકર ફીટ પાણીમાંથી 2 મિલિયન પાણી તળાવો ભરવામાં વાપરવેમાં આવે છે અને 1.7 મિલિયન એકર ફીટ પાણી ખેતી માટે બચે છે.
સરકારે 29 એપ્રિલ 2019માં જાહેર કર્યું હતું કે, સમગ્રપણે નર્મદા નદીનાં ગઈસાલ ૫૫% પાણી પ્રાપ્ત થયેલ જ્યારે આ સાલ ૭૯% પાણી પ્રાપ્ત થયેલ છે. જેના પરિણામે ગઈસાલ આખા વર્ષમાં કુલ ૫.૪૧ એમ.એ.એફ. પાણીનો વપરાશ થયેલ જેની સામે ચાલુ સાલે અત્યાર સુધીમાં ૬.૦૯ મીલીયન એકર ફીટ પાણી આપવામાં આવેલું છે. જે પૈકી૧.૦૪ મીલીયન એકર ફીટ પાણી પીવા / ઘરવપરાશ માટે તથા ખરીફ સિંચાઈમાં ૧.૮૦ મીલીયન એકર ફીટ તથા રવિ સિંચાઈમાં ૩.૨૦ મીલીયન એકર ફીટ પાણી આપવામાં આવેલ છે. ૩૦ જુલાઇ-૨૦૧૯ સુધીમાં પીવા કે ઘરવપરાશના પાણી માટે પૂરતું આયોજન કરવામાં આવેલું છે.
નર્મદા નહેરથી જોડાયેલા હોય તેવા તથા સૌની યોજના મારફતે મચ્છુ-૨, મચ્છુ-૧, આજી-૧, ન્યારી-૧, આજી-૩, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં એક મિલિયન એકર પાણી ભરેલું છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢમાં પાણી ભરવામાં આવેલા છે.
સૌની યોજનાને તો વધારાનું પાણી હશે તે દિવસે મળશે અને ત્યારે 115 જળાશયો ભરાવાનાં છે.
સરકારે ખેતી માટે પાણી આપવાના બદલે બંધો ભરવામાં 2 મિલિયન એકર પાણી વાપરી નાંખ્યું છે. જેમાંથી 50 દિવસમાં 46 ટકા પાણી ગરમીના કારણે બાષ્પીભવન થઈ જશે. બાષ્પીભવન ૦.૦૭ પાણી નર્મદા બંધમાંથી ઉડી જાય છે. આમ ગુજરાત સરકારે બંધો ભરીને પાણીમાં દેવાળું કાઢ્યું છે. કોઈ વિચાર કર્યા વગર માત્ર પ્રસિદ્ધિ માટે તળાવો ભરી દેવામાં આવેલું છે.
29 એપ્રિલ 2019માં સરકારે જાહેર કર્યું છે કે, રાજ્યના 6 કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. ઉનાળાના સમયમાં નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે.
દરરોજ 375 કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે, જે ગયા વર્ષ કરતાં દરરોજનું 50 કરોડ લીટર વધારે છે. જે ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ 190 કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં 20 કરોડ લીટર જેટલું વધારે છે.
સરકાર કહે છે કે, ગુજરાતમાં નર્મદા આધારિત 8911 ગામો, 165 શહેરો અને 6 મહાનગરપાલિકાઓમાં નર્મદાના પાણી આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લાઓમાં ઓછો વરસાદ થયેલો છે. જેથી પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જીલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થયેલ.
પીવાના પાણી માટે નર્મદા નહેરની માળિયા અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે મૂજબ હાલ પણ બન્ને બ્રાંચ કેનાલો ચાલુ છે જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ છે.
કચ્છ જીલ્લામાં ગત વર્ષે ૨૭ કરોડ લીટર પાણી નર્મદા તેમજ ટપ્પર ડેમ દ્વારા પુરુ પાડવામાં આવતું હતું જેની સામે હાલ ૩૨ કરોડ લીટરથી વધારે પાણી પુરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે અંજારથી ભૂજના કુકમા સુધી કચ્છ જીલ્લાની પાઇપલાઇનના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ થયેલ છે.
ભૂજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારોમાં અત્યાર સુધી ૧૦ કરોડ લીટર પાણી આપવામાં આવતું હતું હવે તે વધીને ૧૩ કરોડ લીટર થયું છે. ગઢડા મુકામની પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે નવા પંપો પણ કાર્યરત કરેલ છે, જેના દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરરોજ વધારાનું ૫ કરોડ લીટર પાણી આપવાનું શરૂ કર્યું છે. અમરેલી જીલ્લામાં પણ ચાવંડથી ૫ કરોડ લીટર પાણી અપાતું હતું જે વધારીને ૬ કરોડ લીટર કરાયુ છે.
પાટણ જીલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના વિસ્તારો માટે પાઇપલાનના કામો યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાથી રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ગામો અને શહેરોની પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી હલ થશે.
રાજ્યમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરું પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરેલ છે, જેના કામો પ્રગતિમાં છે
નર્મદા બંધમાં હાલમાં પાણીનું લેવલ ૧૧૯.૫૦ મીટર છે. અને હાલનો જીંવત સંગ્રહ ૦.૯૩ મીલીયન એકર ફીટ છે. ૩૦ જુન સુધીના બાકીના સમયગાળા માટે હજુ ગુજરાતનો વણવપરાયેલ હિસ્સો ૦.૮૭ મીલીયન એકર ફીટ, રાજસ્થાનનો ૦.૦૭ મીલીયન એકર ફીટ, મહારાષ્ટ્રનો ૦.૨૦ મીલીયન એકર ફીટ, ડેમન નીચવાસમાં નદીમાં છોડવાનો જથ્થો ૦.૦૭ મીલીયન એકર ફીટ તથા બાષ્પીભવન ૦.૦૭ મીલીયન એકર ફીટ એમ કુલ જરૂરિયાત ૧.૨૮ મીલીયન એકર ફીટ છે.
મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી ૦.૩૫ મીલીયન એકર ફીટ જથ્થો છોડવાનો બાકી રહે છે અને તેથી હાલમાં વધુ પડતું પાણી ઉપરવાસમાંથી છોડાતું હોવાનો કે પાણીનું લેવલ વધારે પડતું હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગઈ સાલ તા.૨૯ એપ્રિલના રોજ ૧૦૪.૩૩ મીટર હતુ, એટલે કે IBPT (ટનલ) મારફતે પાણી લેવું પડતું હતું અને ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ થી IBPT નો ઉપયોગ શરૂ કરેલ હતો. તેની સરખામણીએ ચાલુ સાલે પરિસ્થિતિ સારી છે.