મોદી લોકસભાની ચૂંટણી માટે ડેટા ચોરી કરાવે છે ?

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહેલા મફત સાઇકલ અને ૧૦,૦૦૦ લેપટોપ માટે બે વેબ લીંકમાં 15 ઓગસ્ટના રોજ મફત સાઇકલ અને લેપટોપ માટે રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવે છે. સોશ્યલ મીડિયાના વોટસઅપ પ્લેટફોર્મ પર છેલ્લા ઘણા સમયથી લીંક સાથેનો મેસેજ ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્રી સાઇકલ યોજના ભારત સરકાર બધા છોકરા અને છોકરીઓને મફત સાઇકલ મળશે તમામ સાઇકલ 15 ઓગસ્ટના રોજ વહેચવામાં આવશે અને આ માટે આ ફોર્મ ભરો સાથેજ મેસેજમાં એવુ લખવામાં આવ્યુ છે કે આ મેસેજ પોતાના સગા સંબંધીઓ અને દોસ્તોને ફોરવર્ડ કરો જેથી ઘણા લોકોને તેનો લાભ મળે પણ જ્યારે આ લીંકની તથ્યતા ચકાસવાની શરૂઆત કરી ચોકવાનારી વિગત સામે આવી જેમાં લીંક પર ક્લીક કરતાંજ ભારતના વડપ્રધાન નરન્દ્ર મોદી અને રાષ્ટ્રમુદ્રા વાળુ પેજ ખુલ્યુ અને જ્યારે તેમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્લીક કરી તો વેબ એડ્રેસ આપતી કંપનીનુ પેજ ખુલ્યુ પણ ક્યાંય મફત સાઇકલની વાત ન આવી.

બીજી લીંકમાં કહેવામાં આવ્યુ છે કે લેપટોપ વિતરણ યોજના 2018 હવે ભારતના તમામ નાગરીકો હશે ડીજીટલ કેમકે આ 15 ઓગસ્ટે 10 હજાર લોકોને ફ્રી લેપટોપ આપવામાં આવશે. આજે તમારૂ નામ લીસ્ટ કરાવો. આ લીંક પર ક્લીક કર્યુ તો અહીં પણ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રમુદ્રા વાળુ પેજ ખુલ્યુ અને સાથે જ અહીં ડીજીટલ ઇન્ડીયાનો લોગો પણ જોવા મળ્યો જેવુ રજીસ્ટ્રેશન કર્યુ તો સામે આવ્યુ કે આ મેસેજ વોટ્સઅપમાં 10 લોકોને મોકલો લીંક 10 લોકોને ફોરવર્ડ કર્યા બાદ એક ઓર્ડર નંબર સ્ક્રીન પર આવ્યો અને કહેવામાં આવ્યુ કે મોદી એપ ડાઉન લોડ કરો અને તે એપને ઓછામાં ઓછા સાત દિવસ ફોન માં રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો અને રાષ્ટ્રમુદ્રાનો ફોટા સાથે મફત સાઇકલ અને લેપટોપની લીંક વાઇરલ, હકીકતમાં આ સરકારી યોજના છે કે ડેટા કલેક્શન માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા છે ? સમગ્ર વાયરલ સંદેશાની સત્યતા તપાસ કરવા અને ખોટો હોય તો છેતરપીંડી અટકાવવા વડાપ્રધાન અને રાજ્યના પોલીસવડા સમક્ષ માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આ બંને લીંકની ઉંડી તપાસ થાય અને લોકો છેતરાય નહીં તે માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આવી કોઇ યોજના સરકારની છે કે નહિ તે તપાસ થવી જોઈએ. સરકારની સત્તાવાર વેબસાઈટ કે વડાપ્રધાનની વેબસાઈટ પર કોઈ માહિતી જોવા મળતી નથી તેથી સત્યતા તપાસવામાં આવે. રાજ્યના પોલીસવડાને પણ પત્ર દ્વારા લેખિત તપાસ દ્વારા માંગ કરાઈ છે કે, આ વાયરલ મેસેજમાં ઉલ્લેખ સમગ્ર યોજનાની સત્યતા તપાસ થાય અને ખોટો હોય તો છેતરપીંડી અટકાવવામાં આવે.
આ બંને લીંકમાં નરેન્દ્ર મોદીના અને દેશની રાષ્ટ્રમુદ્રાના ફોટોનો ઉપયોગ કરી છેતરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જણાઇ આવે છે. પ્રથમ દર્શી ગુન્હો છે સીધી રીતે આ પોલીસ કેસ બને છે. ડાઉન લોડ કરવા વાળી લીંકમાં મોદી એપ સુધી પહોંચાય છે, સરકારી વેબસાઇટમાં GOV.IN હોય છે જ્યારે અહીં ભળતુ નામ જોવા મળે છે સાથેજ વડાપ્રધાનશ્રીનો ફોટો દર્શાવવામાં આવે છે. જેથી સામાન્ય નાગરિક વિશ્વાસ સાથે પોતાની પૂરી વિગત આપી દેતું હોય છે.