મોદી સરકારના શંકાસ્પદ સોદામાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન થયું છે 

1. ભારતીય હવાઈ દળ (આઇએએફ) ને ઓછામાં ઓછા 126 ફાઇટર જેટ વિમાનની તાતી જરૂર હતી પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે સંખ્યા ઘટાડીને 36 એટલે કે, વાસ્તવિક જરૂરિયાતના ફક્ત ત્રીજા ભાગની કરી દીધી હતી, અને મોદી સરકારના આ નિર્ણયથી જ રાષ્ટ્રીય સુરક્ષા પર વિપરીત ઉભી થઇ હતી.
2. રાફેલ સોદાની શરતો બદલતાં પહેલાં નરેન્દ્ર મોદીએ કોઈની સાથે પરામર્શ કર્યો નહોતો. આ એક મનસ્વી અને ઇરાદાપૂર્વક કરેલું આ કામ હતું જેના કારણે રાષ્ટ્રહિત ઉપર વિપરીત અસર થઇ હતી. જૂના કરારના સ્થાને એક નવો સોદો આવી રહ્યો છે તે અંગે તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પારિકર, કેબિનેટની સુરક્ષા સમિતિ અને ભારતીય હવાઈ દળને શા માટે અંધારામાં રાખવામાં આવ્યા હતા? સરંક્ષણ સોદા માટે નિર્ધારિત કરેલી તમામ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરતો અને ફક્ત એક વ્યક્તિ-નરેન્દ્ર મોદી- દ્વારા લેવાયેલો આ એક એકતરફી નિર્ણય હતો.
3. અસલ ટેન્ડર જારી કર્યાના 11 વર્ષ બાદ મોટાભાગની બાબતોમાં સમાનતા ધરાવતી પ્રોડક્ટ (અહીં રાફેલ વિમાન સમજવું) માટે સમાન ઉત્પાદક કંપનીને આમંત્રણ આપી ત્યારબાદ સમાન વર્ણન અને સમાન શરતો સાથે ફરીથી ટેન્ડર આપવાના એક માત્ર આશયથી ભારત સરકારે મોદીના નેતૃત્વ હેઠળ એવો સોદો રદ કરી દીધો હતો જેની 95 ટકા શરતો ઉપર સંપૂર્ણપણે વાટાઘાટો થઇ ચૂકી હતી જે ભારત સરકારની અતિ નિંદનીય નીતિ હતી.
4. નાણાંકીય અસ્થિરતા ધરાવતા અને જંગી દેવાના ડુંગર હેઠળ દબાયેલા અનિલ અંબાણીની માલિકીની કંપનીઓ અને મોટી મોટી કોર્પોરેટ હસ્તીઓ સહિતની ખાનગી કંપનીઓની તરફેણ કરવા વિમાનોનું ઉત્પાદન કરવાના ક્ષેત્રમાં વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા જાહેર ક્ષેત્રના સાહસ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને બાજુએ હડસેલી દેવા લેવાયેલો નિર્ણયથી રાષ્ટ્રની સુરક્ષા અને સલામતિ જોખમમાં મુકાયા હતા.
5. સ્પર્ધાત્મક કંપનીઓના ભાવોને ધ્યાનમાં લીધા વિના ફક્ત એક જ કંપની (ફ્રાન્સની દસોલ્ટ એવિયેશન) ને ઓર્ડર આપી દેવા અગાઉ 95 ટકા વાતચીત પાકી થઈ ગઈ હતી તેને એકાએક રદ કરી દઇ મોદી સરકારે વિવેકપૂર્ણ પ્રથાનું હળાહળ ઉલ્લંઘન કર્યું હતું.
6. વિમાનના ભાવમાં કરવામાં આવેલા મનસ્વી ભાવ વધારાને પણ વાજબી ઠરાવી શકાય નહીં અને ભારતની પ્રજાની માલિકીના સરકારી નાણાંનો ખર્ચ કરતી વખતે મોદી સરકારે વિમાનની કિંમતો છુપાવી રાખી તે બાબતને પણ વાજબી ઠેરવી શકાય તેમ નથી. આ કરારની વેપારી બાબતો છુપાવવાના બહાના હેઠળ મોદી સરકાર જે ગોપનિયતા કરારનું ગાણું ગાય છે તે નાણાકીય વ્યવહારોને સહેજપણ લાગુ પડતો નથી, તે ફક્ત તકનીકી બાબતોને કે તકનીકી વિશિષ્ટતાઓને જ લાગુ પડે છે.
7. શું સરકારે ભારતની સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરી હતી? ભારતની બંધારણીય સંસ્થા ગણાતી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની કચેરીએ રાફેલના સોદાને લગતી નિર્ણાયક બાબતોની શા માટે ઉપેક્ષા અને અવગણના કરી હતી?
8. નરેન્દ્ર મોદીની સરકારે શું છુપાવવું પડ્યું?

ઉપસંહાર

સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી તપાસ કરવા માટે સરકારે ઈન્કાર કરી દીધો છે. તે સૂચવે છે કે છૂપાવવા માટે આ કેસમાં ઘણું બધું હોઈ શકે છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં ફ્લિપ-ફ્લૉપ્સ, જેમણે સૌપ્રથમ સૂચવ્યું હતું કે આ સોદાના મીડિયા રિપોર્ટ હતા તે ચોરી થયેલા દસ્તાવેજો પર આધારિત છે. તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
1923નો સત્તાવાર ઓફિસીયલ સિક્રેટ્સ એક્ટ કહે છે કે રાફેલ કહાની ખતમ થઈ ગઈ છે. પણ, સામાન્ય ચૂંટણીઓ સુધી નરેન્દ્ર મોદીને હરાવવાનું ચાલુ રાખશે, જેનું પરિણામ 23 મે 2019ના દિવસે જાણી શકાશે.
(વરિષ્ઠ સ્વતંત્ર પત્રકાર રવિ નાયરના સંશોધનના આધારે)

સમાપ્ત