મોદી સરકારે રૂ.10 હજાર કરોડ રિઝર્વ બેંક પાસેથી ઉછીના માંગ્યા

બજેટ પહેલા કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસેથી 10,000 કરોડની ઉછીના પૈસાની માંગણી કરી છે. સરકાર પાસે વેરાની આવક  ઓછી થઈ રહી છે. રસ્તા બનાવવાના અને બીજા પ્રજા લક્ષી યોજનાઓમાં કાપ મૂક્યા છે. હવે મોદી સરકાર ઉછીના નાણાં શોધવા નિકળી છે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેની સરકાર હંમેશ કહેતી કે વ્યાજે પૈસા લેવા તેના માટે છાતી જોઈએ. હવે કેન્દ્ર સરકારમાં એવું કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક પાસેથી 10 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માંગ કરી છે. સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે આરબીઆઈ પાસેથી વચગાળાના ડિવિડન્ડની માંગ કરી છે. 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ બજેટ રજૂ કરવા જઈ રહી છે.

નવી દિલ્હીમાં 15 ફેબ્રુઆરીએ યોજાનારી આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાઈ જશે. વચગાળાના ડિવિડન્ડ આપવાની સિસ્ટમ વર્ષ 2016-17માં રજૂ કરવામાં આવી હતી. તે પછી પણ આરબીઆઈએ સરકારને 10,000 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

ભૂતકાળમાં આરબીઆઈ દ્વારા પૂર્વ ગવર્નર વિમલ જલાનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.  સમિતિએ માત્ર અસાધારણ સંજોગોમાં સરકારને વચગાળાના ડિવિડન્ડ આપવાની વાત કરી હતી. ગયા વર્ષે આરબીઆઈએ સરકારને 28 હજાર કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું હતું.