મોરબીના ધારાસભ્યએ તમામ ગામોની મુલાકાત લીધી

મોરબી-માળિયા તાલુકાના ૪૨ જેટલા ગામોનો પ્રવાસ કરી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકોને કનડતા પ્રશ્નોના ઉકેલ માટે જાગૃતિ કેળવી રહ્યા છે અને પ્રત્યેક ગામની પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, મધ્યાહ્ન ભોજન યોજના અને રસ્તા તેમજ બસ સુવિધા જેવા મુદે જાત માહિતી મેળવી હતી અને અધિકારીઓને લોકોના પ્રશ્નો સમયસર ઉકેલવા તાકીદ કરી હતી

કોંગ્રેસના જનસંપર્ક અભિયાન દરમિયાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ૪૨ ગામોના કરેલા પ્રવાસમાં ગામોમાં પાકવીમો, અછત દેવામાફી અને ઘાસચારા જેવી રજુઆતો મળી છે અનેક ગામોના બિસ્માર રસ્તાઓ તેમજ ગામતળના પ્રશ્નો ઉકેલવા, સિંચાઈના તળાવ જેવા પ્રશ્નો, ગામડાને જોડતા કનેક્ટીવીટી સીનતા પ્રશ્નો રજુ થયા હતા જે અંગે સંબંધિત અધિકારીઓને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ પ્રવાસમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, દેવજીભાઈ પરેચા, પ્રદીપભાઈ રાઠોડ અને મહાદેવભાઈ સરડવા સહિતના અગ્રણીઓ જોડાયા હતા

તે ઉપરાંત માળિયા ખાતે ગુજરાત ઇકોલોજી કમીશનની જન સુનાવણી વખતે મીઠાના, અગરિયા, ફિશિંગના અને દરિયાઈ સંપદાના પ્રશ્નો બબ્ત્તે પણ ધારાસભ્યે વેધક રજૂઆત કરી હતી બીજી ઓક્ટોબરથી પ્રારંભ થયેલ કોંગ્રેસના જનસંપર્ક અભિયાનને ધારાસભ્ય આગળ ધપાવી રહ્યા છે.