મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. તેથી 5 દિવસમાં તપાસ કરો. જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. તેથી તાત્કાલિક ભ્રષ્ટ અધિકારીની સામે કાર્યવાહી કરી આપણી સરકારને એક નવી ભ્રષ્ટાચારની નોબતનો સામનો ન કરવો પડે તે માટે આપને જાણ કરું છું. તેમણે 12 જૂલાઈ 2018માં પત્ર લખ્યો અને દોઢ મહિના પછી તેમણે બીજો પત્ર લખ્યો હતો. 30 સપ્ટેમ્બર 2018ના દિવસે મોરબીના કાર્યપાલક ઈજનેરને ભાજપના લેટર હેડ પર પત્ર લખીને કહ્યું કે ના આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેથી મેં જે પ્રધાનને પત્ર લખેલો તે દફતરે કરી દેવામાં આવે. ભાજપના તે લેટર હેડ પર કમળના નિશાન સાથે લખ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ અને ગતિશીલ ગુજરાત. જેમાં તેમણે વંદે માતરમ પણ લખેલું છે.
આ કામમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યા બાદ અધિકારી કાનાણી હાલ જેલમાં છે. જેને છોડાવવા માટે ભાજપના મંત્રીએ કાળું કર્યું હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવે છે. એક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને પછી ભ્રષ્ટાચાર થયો ન હોવાનું તેઓ કહે છે. જે ભાજપના નેતાઓની ભ્રષ્ટાચારમાં કેવી સંડોવણી છે તે બતાવે છે.