મોરબીની મયુર ડેરીએ દુધના ખરીદ ભાવમાં રૂ10નો ભાવવધારો કર્યો છે જેથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને નવો ભાવ તા. ૨૧-૧૨ થી લાગુ પડશે.
મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લી મયુર ડેરી મોરબીને દૂધ ભરતી તમામ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ જોગ યાદી બહાર પાડી છે જેમાં જણાવ્યું છે કે સંઘે કામ ચલાઉ ખરીદભાવ ગાયના અને ભેંસના દુધનો રૂ ૬૮૦ કિલો ફેટ ચૂકવવાનો નિર્ણય કર્યો છે
નવો ખરીદભાવ તા. ૨૧-૧૨ થી અમલમાં આવશે અને પ્રતિ કિલો ફેટ રૂ ૬૮૦ સંઘની દ્રીઘરી પદ્ધતિ પ્રમાણે ચૂકવવાનું નક્કી કરેલ છે અગાઉ ખરીદભાવ ૬૭૦ રૂ હતો જે હવે ૬૮૦ રૂ કરવામાં આવ્યો છે જેથી દૂધ ઉત્પાદન મંડળીઓને પ્રતિ કિલો ફેટ રૂ ૧૦ નો ભાવ વધારાનો ફાયદો મળશે
દૂધ રીજેક્ટ કેમ થાય છે
મોરબીના પ્રખ્યાત મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરી દ્વારા મિલ્ક ફેડરેશન અમૂલ ડેરીમાં મોકલવવામાં આવેલ લાખો રૂપિયાની કિંમતનું છ થી સાત ટેન્કર દૂધ રિજેક્ટ થયું હતું. જે અંગે આજદીન સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મયુર ડેરીનું દૂધ રિજેક્ટ થતા સુરસાગર ડેરી સુરેન્દ્રનગર દ્વારા પણ દરેક ડેરીના દૂધની આવક ઉપર ચોકસાઈ વધારી દીધી છે. મોરબી જિલ્લામાંથી વિવિધ મંડળીઓ દ્વારા દૂધ એકત્રિત કરી મિલ્ક ફેડરેશન મારફતે અમૂલ ડેરી આણંદમાં દૈનિક લાખો લીટર દૂધ મોકલે છે.
મોકલવામાં આવેલા છ થી સાત ટેન્કર દૂધમાં ભેળસેળ હોવાનું બહાર આવતા આ તમામ ટેન્કરને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. મયુર ડેરીમાં આવતું દૂધ બીએમસી એટલે કે બલ્ક મિલ્ક ચિલિંગ સેન્ટરમાં રાખવામાં આવતું હોય છે અને યોગ્ય તાપમાને દુધને સાચવામાં આવતું હોય મોટા પ્રમાણમાં દૂધ ખાટું થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હોવાનું ડેરી ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા છે.
ચેકિંગ દરમીયાન સેમ્પલ પણ બરાબર આવ્યા હતા જોકે ક્યાં કારણસર સેમ્પલ ફેલ થયા તે તપાસ બાદ સામે આવી જશે તેમ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદન સંઘના સંચાલ્ક પ્રાણજીવન કુંડારિયાએ જણાવ્યું હતું.